Pics : કરીના સાથે કામ કરવા તૈયાર છે શાહિદ!

મુંબઈ, 20 નવેમ્બર : શાહિદ કપૂર તથા કરીના કપૂરની જબ વી મેટ ફિલ્મે બૉક્સ ઑફિસે ધૂમ કમાણી કરી હતી અને તે ફિલ્મ તે વર્ષની સૌથી હિટ ફિલ્મ હતી. શાહિદ-કરીનાના કૅરિયર માટે જબ વી મેટ એક ટર્નિંગ પૉઇંટ હતી અને આજે પણ લોકોની ફૅવરિટ ફિલ્મ છે. શાહિદ-કરીનાને આજે પણ ફૅન્સ એક સાથે સ્ક્રીન શૅર કરતા જોવા માંગે છે અને ફૅન્સની ઇચ્છાને ધ્યાને લઈ તાજેતરમાં જ શાહિદે જણાવ્યું કે તેમણે ક્યારેય કરીના સાથે કામ કરવાનો ઇનકાર કર્યો નથી.

શાહિદે એમ પણ જણાવ્યું કે તેઓ કરીના કપૂર સાથે પુનઃ સ્ક્રીન શૅર કરવામાં સમ્પૂર્ણપણે કમ્ફર્ટેબલ છે. શાહિદનું કૅરિયર છેલ્લા કેટલાક વખતથી બૅક સ્ટેજ જતુ રહ્યું છે. તેમની ફિલ્મો કોઈ ખાસ બિઝનેસ નથી કરી શકી. શાહિદે એક્શન કૉમેડી ફિલ્મો પણ શરૂ કરી છે, પણ લાગે છે કે ભાગ્ય તેમનો સાથ નથી આપી રહ્યો. શાહિદના ફૅન્સનું માનવું છે કે તેમનો લૅડી લક તેમની સાથે નથી, તેથી આવું થઈ રહ્યું છે, પણ શાહિદ તો આમ જ કહે છે કે તેઓ આ અંગે કંઈ ન કહી શકે.

શાહિદ કપૂર પોતાના જીવનમાં પ્રેમ અને લૅડી લક વિશે ચર્ચા કરતા આજે પણ ખચકાય છે. શાહિદ કપૂર છેલ્લા ફટા પોસ્ટર નિકલા હીરો ફિલ્મમાં દેખાયા, પરંતુ ફિલ્મ કંઈ ખાસ ન ઉકાળી શકી, તો તેઓ આગામી સમયમાં સોનાક્ષી સિન્હા સાથે આર રાજકુમાર ફિલ્મમાં દેખાવના છે. બીજી બાજુ શાહિદ-કરીનાના ફૅન્સનું માનવું છે કે રણબીર કપૂર અને દીપિકા પાદુકોણે બ્રેક-અપ બાદ પણ યે જવાની હૈ દીવાની ફિલ્મમાં સાથે નજરે પડ્યા હતાં અને ફિલ્મ હિટ રહી હતી. તેથી શાહિદ-કરીનાની જોડી પણ બીજી વાર સાથે આવે, તો શાહિદના કૅરિયરને નવો વળાંક મળી શકે છે, પરંતુ અહીં સૌથી મોટી દુવિધા એ છે કે કરીનાએ લગ્ન કરી લીધા છે અને તેઓ કદાચ શાહિદ સાથે કામ કરતા કમ્ફર્ટેબલ ન પણ અનુભવે.

ખેર, હાલ તો જુઓ શાહિદ-કરીનાની ફિલ્મોની તસવીરી ઝલક :

ફિદા

ફિદા

શાહિદ કપૂર અને કરીના કપૂરે પહેલી વાર કેન ઘોષની ફિદા ફિલ્મમાં એક સાથે કામ કર્યુ હતું. 2004માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં કરીનાનો નેગેટિવ રોલ હતો. કરીના, શાહિદ સાથે ફરદીન ખાને પણ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. ફિલ્મના ગીતો બહુ પસંદ કરાયા હતાં, પરંતુ ફિલ્મ ખાસ ન ચાલી શકી.

36 ચાઇના ટાઉન

36 ચાઇના ટાઉન

વર્ષ 2006માં રિલીઝ થયેલ આ ફિલ્મ એક કૉમેડી મર્ડર મિસ્ટ્રી હતી. તેનું દિગ્દર્શન અબ્બાસ મસ્તાને કર્યુ હતું. ફિલ્મમાં શાહિદ અને કરીનાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી, પરંતુ ફિલ્મ બૉક્સ ઑફિસ પડી ભાંગી હતી.

ચુપ ચુપ કે

ચુપ ચુપ કે

2006માં રલીઝ થયેલ ફિલ્મ ચુપ ચુપ કે શાહિદ કપૂર તેમજ કરીનાની પ્રથમ હિટ ફિલ્મ હતી. પ્રિયદર્શન દિગ્દર્શિત આ ફિલ્મે બહુ સારું કલેક્શન કર્યું. ફિલ્મમાં પ્રથમ વાર શાહિદ-કરીનાની જોડી બહુ જ પસંદ કરાઈ.

જબ વી મેટ

જબ વી મેટ

ઇમ્તિયાઝ અલીની જબ વી મેટ ફિલ્મે શાહિદ અને કરીનાની જોડી બૉક્સ ઑફિસ પર હિટ બનાવી નાંખી. આ ફિલ્મથી આ જોડી લાખો-કરોડો લોકોની પસંદ બની ગઈ. 2007માં રિલીઝ થયેલ આ ફિલ્મ તે વરસની સુપર હિટ ફિલ્મ હતી. આ ફિલ્મને ઘણાં ઍવૉર્ડ્સ પણ મળ્યાં અને આ ફિલ્મ પછી જ શાહિદ અને કરીનાની જોડી ચાલી નિકળી હતી. આજે આ ફિલ્મની સફળતાને પૂરા પાંચ વરસ થઈ ગયા છે અને આજે પણ લોકો આ જોડીને યાદ અને મિસ કરે છે.

મિલેંગે મિલેંગે

મિલેંગે મિલેંગે

શાહિદ કપૂર અને કરનાના બ્રેકઅપ બાદ મિલેંગે મિલેંગે તેમની છેલ્લી ફિલ્મ હતી. 2010મા રિલીઝ થયેલી આ ફિલ્મ બૉક્સ ઑફિસે પૂર્ણત્વે ફ્લૉપ રહી. પછી આ જોડીને કોઈ પણ દિગ્દર્શકે કાસ્ટ કરી નહીં. જોકે લોકો આજે પણ આ જોડી એક સાથે જોવાનું પસંદ કરે છે, પરંતુ હવે કદાચ આ જોડી મોટા પડદે ક્યારેય એક સાથે નજરે નહીં પડે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X