For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શાહિદનું ‘અગલ-બદલ’ જોઈ રવીનાને સાંભરી આવ્યાં ગોવિંદા

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 16 સપ્ટેમ્બર : આવતા શુક્રવારે રિલીઝ થતી ફટા પોસ્ટર નિકલા હીરોનું પ્રમોશન ચાલી રહ્યું છે. ફિલ્મની સફળતાનું સ્વપ્ન સેવતા હીરો શાહિદ કોઈ કચાસ નથી છોડી રહ્યાં પ્રમોશનમાં. જોકે શાહિદ માટે એક સારા સમાચાર એ છે કે એક સીનિયર અભિનેત્રીએ ફિલ્મનું પ્રોમો જોઈ તેના ખૂબ વખાણ કર્યાં છે અને તેમની સરખામણી ગોવિંદા સાથે કરી છે. આ અભિનેત્રીનું નામ છે રવીના ટંડન.

phata-poster-nikla-hero

રવીનાને શાહિદની ફિલ્મ ફટા પોસ્ટર નિકલા હીરોનું ગીત તૂ મેરે અગલ-બગલ હૈ... બહુ ગમ્યું છે. રવીનાએ ટ્વીટ કર્યું છે - રાજ કે. સંતોષીની નવી ફિલ્મ ફટા પોસ્ટર નિકલા હીરોમાં એક જોરદાર ગીત છે. હું તેને બહુ પસંદ કરુ છું. ઘણા વખતથી કોઈ ગીત નાચવા લાયક નહોતુ લાગતું. આ ગીત મને ચીચી (ગોવિંદા)ના ગીતોની યાદ અપાવે છે. સારૂં છે કે તેમાં કોઈ અશ્લીલતા નથી. ગુડ જૉબ શાહિદ એન્ડ સંતોષી.

નોંધનીય છે કે રવીના ટંડન અને ગોવિંદાની જોડી પણ એક વખતે બૉક્સ ઑફિસે ખૂબ હિટ ગણાતી હતી. બંનેએ દૂલ્હે રાજા, રાજાજી અને સૅન્ડવિચ જેવી સફળ ફિલ્મો કરી હતી. ફટા પોસ્ટર નિકલા હીરો ફિલ્મ 20મી સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે. તેમાં શાહિદ કપૂર સાથે બર્ફી ફૅમ ઇલિયાના ડિક્રૂઝ છે.

English summary
Bollywood Mast Mast Girl Raveena Tandon is in love with Tu Mere Agal Bagal Hai and says that the song, which features actor Shahid Kapoor, reminds her of actor Govinda's tracks.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X