શાહિદ કપૂરનો તહેલકો, કબીર સિંહનું શાનદાર વીકએન્ડ કલેક્શન
શાહિદ કપૂર અને કિયારા આડવાણી સ્ટારર ફિલ્મ કબીર સિંહ બોક્સ ઓફિસ પર તહલકા મચાવી રહી છે. વિકેન્ડ સુધીમાં, ફિલ્મએ 65 કરોડનો આંકડો પાર કર્યો છે.
શાહિદ કપૂર અને કિયારા આડવાણી સ્ટારર ફિલ્મ કબીર સિંહ બોક્સ ઓફિસ પર તહલકા મચાવી રહી છે. વિકેન્ડ સુધીમાં, ફિલ્મએ 65 કરોડનો આંકડો પાર કર્યો છે. શાહિદ કપૂરની સૌથી મોટી ફિલ્મોમાં તે શામેલ થઇ ચુકી છે તેમાં કોઈ શંકા નથી.
રવિવારના રોજ, ફિલ્મએ 70-75% ની ઓકયુપેન્સી બતાવી અને આ ફિલ્મએ લગભગ 25 કરોડનું કલેક્શન કર્યું છે. શાહિદની સૌથી સફળ ફિલ્મોમાં તે સામેલ છે તેમાં કોઈ શંકા નથી. આ ફિલ્મને લઈને લોકોને ઘણો ક્રેઝ છે.
આ પણ વાંચો: કબીર સિંહ ફિલ્મ રિવ્યુઃ શાહિદ કપૂરના કેરિયરનું બેસ્ટ પર્ફોર્મન્સ, આખી ફિલ્મ પૈસા વસૂલ
રિમેક હોવા છતાં પણ કબીર સિંહને લોકો લોકો પસંદ કરી રહ્યા છે. સંદીપ રેડ્ડી વંગા દ્વારા નિર્દેશિત, આ ફિલ્મએ શાહિદ કપૂરના ફેન્સને ખુશ કરી દીધા છે. 60 કરોડના બજેટ પર બનેલી આ ફિલ્મ હિટ થઈ ગઈ છે.
અહીં જાણો બૉક્સ ઑફિસ હાલ-

100 કરોડી ફિલ્મ
ટ્રેડ પંડિતો અનુસાર, ફિલ્મ આરામથી 100 કરોડના આંકડાને પાર કરી જશે. આ શાહિદ કપૂરની સોલો સૌથી વધુ કમાણી કરનાર મૂવી બની શકે છે.

સાહિદની સૌથી મોટી ઓપનિંગ
20.21 કરોડની સાથે કબીર સિંહ શાહિદ કપૂરની સૌથી મોટી ઓપનિંગ આપનારી ફિલ્મ સાબિત થઇ છે. ફિલ્મએ પદ્મવત (19 કરોડ)ની ઓપનિંગને પણ પાર કરી દીધી છે.

ફિલ્મને થયો ફાયદો
ફિલ્મ વિશે સોશિયલ મીડિયા પર ઘણા વાદ-વિવાદ પણ ચાલી રહ્યા છે. લોકો ફિલ્મની પુરુષસત્તાત્મક માનસિકતા પર પ્રશ્ન ઉઠાવી રહ્યા છે. જેનો ફિલ્મને ફાયદો મળી રહ્યો છે.

બીજી સૌથી મોટી એડલ્ટ ફિલ્મ
કબીર સિંહને A પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. જણાવી દઈએ કે A રેટિંગવાળી ફિલ્મોમાંની આ બીજી સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ છે. પ્રથમ નંબર 20.52 કરોડ સાથે જ્હોન અબ્રાહમની 'સત્યમેવ જયતે'.

બજેટ અને કમાણી
આ ફિલ્મની મેકિંગ, પ્રિન્ટ્સ અને પબ્લિસિટી સહિતની કુલ કિંમત આશરે રૂ. 60 કરોડ છે. જોકે ફિલ્મનું બજેટ રાઇટ્સથી વસૂલ થઇ ગયુ છે. પરંતુ થિયેટ્રિકલ હીટ માટે ફિલ્મને ઓછામાં ઓછા 80 કરોડનું કલેક્શન કરવું પડશે. જે બે દિવસમાં ફિલ્મ પાર કરશે.

શાહિદ કપૂર
બત્તી ગુલ મીટર ચાલુની નિષ્ફળતા પછી, શાહિદ કપૂર આતુરતાથી હિટ ફિલ્મની રાહ જોઈ રહ્યો હતો, જેને કબીર સિંહએ પુરી કરી. શાહિદની આ ફિલ્મ હિટ થઈ ચુકી છે.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા





Click it and Unblock the Notifications
