Pics : તેત્રીસી થયો રાજકુમાર, ચંદા બોલી : ગોવા મેં ગંદી બાત ઔર પાર્ટી ઑલ નાઇટ...

મુંબઈ, 25 ફેબ્રુઆરી : વર્ષ 2013માં થોડીક જ ફિલ્મો દ્વારા બૉલીવુડ પ્રેમીઓના દિલો પર રાજ કરનાર શાહિદ કપૂર આજે 33મો જન્મ દિવસ ઉજવી રહ્યાં છે. ઇશ્ક વિશ્ક ફિલ્મ સાથે બૉલીવુડ પ્રવેશ કરનાર શાહિદ કપૂરને આ ફિલ્મ માટે ફિલ્મફૅરના સર્વશ્રેષ્ઠ નવોદિત અભિનેતાનો ઍવૉર્ડ આપી સન્માનવામાં આવ્યા હતાં.

શાહિદ કપૂર બૉલીવુડમાં સૌથી વધુ ચર્ચામાં તે વખતે આવ્યા કે જ્યારે તેમનું નામ કરીના કપૂર સાથે જોડવામાં આવ્યું. બંનેના પ્રેમ-પ્રકરણની ચર્ચાઓ એટલી હાઇપ ઉપર ગઈ કે શાહિદની ચર્ચા ફિલ્મો કરતાં પ્રેમ-પ્રકરણ મુદ્દે વધુ થવા લાગી અને કૅરિયરમાં ઉતાર બાદ આર રાજકુમાર તથા ફટા પોસ્ટર નિકલા હીરો જેવી ફિલ્મોની સફળતા સાથે પુનઃ ઉંચાઇએ પહોંચેલા શાહિદ કપૂર હાલ પણ સોનાક્ષી સિન્હા સાથેના લવ-અફૅર અંગે ચર્ચામાં છે.

વિવાહ, જબ વી મેટ અને કમીને જેવી હિટ ફિલ્મો આપનાર શાહિદ કપૂર બૉલીવુડના હૅન્ડસમ ડૅશિંગ હીરો તરીકે ઉપસી આવ્યા હતાં, પરંતુ પછીની કેટલીક સુપર ફ્લૉપ ફિલ્મો અને કરીના કપૂર સાથેના બ્રેક-અપ બાદ શાહિદના વળતા પાણી થવા લાગ્યા હતાં. જોકે 2013નું વર્ષ અને 33મો જન્મ દિવસ શાહિદ માટે સફળતા અને સોનાક્ષી લઈ આવનારૂ સાબિત થયું. એટલે જ તો આજે શાહિદના જન્મ દિવસે તેમને શુભેચ્છા આપનારાઓમાં સોનાક્ષી સિન્હા સૌથી આગળ રહ્યાં.

ચાલો તસવીરો સાથે જોઇએ વધુ વિગતો :

સોનાક્ષીએ કહ્યું હૅપ્પી બર્થ ડે...

સોનાક્ષીએ કહ્યું હૅપ્પી બર્થ ડે...

શાહિદ કપૂર પોતાનો 33મો જન્મ દિવસ ગોવા ખાતે ઉજવી રહ્યાં છે અને આર રાજકુમાર ફિલ્મની હીરોઇન ચંદા એટલે કે સોનાક્ષી સિન્હા પોતાના રાજકુમારને શુભેચ્છા પાઠવવાનું કેવી રીતે ચુકી જાય? સોનાક્ષીએ ટ્વીટ કર્યું - હૅપ્પી બર્થ ડે શાહિદ કપૂર. ગોવા મેં ગંદી બાત ઔર પાર્ટી ઑલ નાઇટ... ઓકે... હેવ ફન્સ...

કૅરિયરને મળ્યો નવો વળાંક

કૅરિયરને મળ્યો નવો વળાંક

વર્ષ 2013માં રિલીઝ થયેલી બે ફિલ્મો ફટા પોસ્ટર નિકલા હીરો અને આર રાજકુમારની સફળતાએ શાહિદના કૅરિયરને નવો વળાંક આપ્યો છે.

રાજકુમારે આપી રાહત

રાજકુમારે આપી રાહત

આર રાજકુમારમાં સાઇલેંટ હો જા, વરના મૈં વાઇલેંટ હો જાઉંગા... જેવા સંવાદ બોલનાર શાહિદે જણાવ્યુ - આર રાજકુમારની સફળતાએ મને મોટી રાહત આપી છે. હું દર્શકોના પ્રતિસાદથી ખૂબ જ ખુશ છું.

હૈદરમાં વ્યસ્ત

હૈદરમાં વ્યસ્ત

શાહિદ કપૂર હાલ વિશાલ ભારદ્વાજની ફિલ્મ હૈદરના શૂટિંગમાં વ્યસ્ત છે.

સૌથી શ્રેષ્ઠ પાત્ર

સૌથી શ્રેષ્ઠ પાત્ર

હૈદર અંગે શાહિદે જણાવ્યું - આ ખૂબ જ સારી ફિલ્મ છે. મને વિશાલ સર સાથે કામ કરવું ગમે છે. તેમણે મને મારી જિંદગીનું સૌથી સારૂં પાત્ર આપ્યું છે.

હૅમલેટનું ફિલ્મી રૂપાંતરણ

હૅમલેટનું ફિલ્મી રૂપાંતરણ

હૈદર વિલિયમ શેક્સપીયરના ત્રાસદાયક નાટક હૅમલેટનું ફિલ્મ રૂપાંતરણ છે કે જેમાં શાહિદના હીરોઇન શ્રદ્ધા કપૂર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X