શાહિદ-મીરાએ શેર કરી લિપલૉક તસવીર, યૂઝર્સે કહ્યું- દિવાળી છે, હનીમૂન નહિ
શાહિદ-મીરાએ શેર કરી લિપલૉક તસવીર, યૂઝર્સે કહ્યું- દિવાળી છે
મુંબઈઃ બૉલીવુડ સ્ટાર શાહિદ કપૂરે દિવાળીના અવસર પર પોતાના ફેન્સને શુભકામનાઓ પાઠવી. આ પર્વ પર તેમણે પોતાની ફેમિલીની કેટલીક તસવીરો પણ શેર કરી હતી, જે લોકોને ખુબ પસંદ આવી, પરંતુ આ તસવીરોમાં એક તસવીર એવી પણ હતી જેને લઈ શાહિદ કપૂર ખરાબ રીતે ટ્રોલ થઈ ગયા. ફેન્સે શાહિદને વિવિધ પ્રકારની સલાહ આપી દીધી. કોઈએ તેમને પ્રાઈવેટ લાઈફને પ્રાઈવેટ રાખવા કહ્યું તો કોઈએ કહ્યું કે તમને દિવાળી અને વેલેન્ટાઈનડેનો ફરક સમજમાં નથી આવતો?

દિવાળી પર ફોટો શેર કરી ટ્રોલ થયા શાહિદ
શાહિદ કપૂર અને મીરા રાજપૂતે દિવાળીના અવસર પર પોતાના ફેન્સને શુભકામનાઓ પાઠવી હતી, પરંતુ આ અવસર પર એમણે જે તસવીરો શેર કરી તે એમના માટે ટ્રોલનું કારણ બની ચૂકી છે. શાહિદે મીરા રાજપૂત સાથે પોતાની લિપલૉક તસવીર શેર કરી, જે એમના ફેન્સને પસંદ ન આવી. ફેન્સે કહ્યું કે આ તસવીર દિવાળી માટે ઠીક નથી અને આના માટે શાહિદ-મીરાએ ફેન્સની ટીકાનો સામનો પણ કરવો પડ્યો.

મીરા સાથે લિપલૉકની તસવીર પર ટ્રોલ થયા શાહિદ
ફેન્સે શાહિદ અને મીરાની લિપલૉક વાળી તસવીર પર નારાજગી વ્યક્ત કરી. એમણે આ તસવીરને દિવાળીના મોકા માટે અનુશ્ચિત ગણાવી. એક ચાહકે લખ્યું કે આ દિવાળી છે હનીમૂન નથી. એક ચાહકે પોતાની પર્સનલ લાઈફને પર્સનલ જ રાખવાની સલાહ આપી દીધી અને લખ્યું કે દિવાળી અને વેલેન્ટાઈનડેમા કંઈક તો તફાવત રાખો. તો કોઈએ કહ્યું કો લોકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે શાહિદે આ ફોટો અપલોડ કર્યો.

3 વર્ષમાં 2 બાળકોની મા બની મીરા
જણાવી દઈએ કે મીરા રાજપૂત હાલમાં જ ફરી માતા બની ગઈ છે. મીરા અને શાહિદે જુલાઈ 2015માં અરેન્જ મેરેજ કર્યાં હતાં. લગ્નના ત્રણ વર્ષ બાદ મીરા 2 બાળકોની મા છે. તાજેતરમાં જ એક ક્રિમ એડને લઈ મીરાએ લોકોની ટીકાનો સામનો કરવો પડ્યો હતો.












Click it and Unblock the Notifications
