શાહિદે એક્શન ફિલ્મની ઘેલછાના પગલે કરી રૅમ્બો રાજકુમાર
મુંબઈ, 4 મે : ફિલ્મ દિગ્દર્શક પ્રભુ દેવાની રૅમ્બો રાજકુમારના શૂટિંગ દરમિયાન અચાનક આગ લાગતાં અભિનેતા શાહિદ કપૂર દાઝી ગયાં. કહે છે કે તેમની પીઠ અને હાથો દાઝી ગયાં છે અને તેમને સાજા થવામાં કેટલાક દિવસનો સમય લાગશે. જોકે આ બનાવ તો એક અકસ્માત જ છે, પરંતુ જો આમ જોવા જઇએ તો શાહિદ કપૂરની એક્શન ફિલ્મ કરવાની ઘેલછા જ તેમના માટે ભારી પડી ગઈ.

કહે છે કે શાહિદ કપૂર પોતે જ કોઇક એવી મારધાડ ધરાવતી ફિલ્મ કરવા માંગતા હતાં કે જે અન્ય મારધાડ ધરાવતી ફિલ્મો કરતાં જુદી અને વધુ રોમાંચક હોય. તેથી જ તેમણે મારધાડ ધરાવતી ફિલ્મોમાં આવવા માટે આટલો લાંબો ઇતેજાર કર્યો. અહીં સુધી કે શાહિદે પોતાના નજીકના મિત્ર સિદ્ધાર્થ આનંદની મારધાડથી ભરપૂર ફિલ્મ બૅંગ બૅંગમાં કામ કરવાનો ઇનકાર કરી દીધો.
સૂત્રોના જણાવ્યા મુજબ - શાહિદ કપૂરે પ્રભુ દેવાની ફિલ્મ દ્વારા મારધાડ ધરાવતી ફિલ્મોની શ્રેણીમાં પ્રવેશ કરવાનો નિશ્ચય કર્યો, કારણ કે બૅંગ બૅંગ હૉલીવુડ અભિનેતા ટૉમ ક્રૂઝની ફિલ્મ નાઇટ એન્ડ ડેની હિન્દી રીમેક છે અને શાહિદ નહોતા ઇચ્છતા કે તેમની અભિનય શૈલીની સરખામણી ટૉમ ક્રૂઝ સાથે કરાય. બૅંગ બૅંગમાં હૃતિક રોશન તથા કૅટરીના કૈફ લીડ રોલમાં છે.
બીજી બાજુ પ્રભુ દેવાની ફિલ્મ રૅમ્બો રાજકુમાર વાસ્તવિક હિન્દી ફિલ્મ છે. દરમિયાન અકસ્માત તેમજ ફિલ્મના શૂટિંગ અંગે પ્રભુ દેવાએ કોઈ પણ જાતની ટિપ્પણી કરવાનો ઇનકાર કરી દીધો. પ્રભુએ જણાવ્યું કે હાલ તેઓ પોતાના બાળકો સાથે રજાઓ ગાળવા ઑસ્ટ્રેલિયા જઈ રહ્યાં છે.












Click it and Unblock the Notifications
