જેટીએચજેનો અમેરિકી ટૉપ ટેન ફિલ્મોમાં સમાવેશ

મુંબઈ, 21 નવેમ્બર : બૉલીવુડ માટે હરખના સમાચાર છે કારણ કે તેની ફિલ્મો લોકો માત્ર ભારત જ નહિં, પણ વિદેશોમાં પણ પસંદ કરવા લાગ્યાં છે. બૉલીવુડે પોતાની ઉપર ગૌરવ લેવું જોઇએ કે તેની પાસે એવા કલાકારો છે કે જેમનું વિશ્વ હૃદયપૂર્વક સન્માન કરે છે. બૉલીવુડ કાયમ સ્વર્ગસ્થ નિર્માતા-દિગ્દર્શક યશ ચોપરાનો ઋણી રહેશે કે જેમણે જતાં-જતાં પણ એવી કૃતિ રચી કે જેને લોકો ક્યારેય નહિં ભુલી શકે.

Shahrukh Khan

યશ ચોપરાની છેલ્લી ફિલ્મ જબ તક હૈ જાનની સફળતાની સફર સતત ચાલુ છે. ભારતીય સિનેમા ઘરોમાં તો આ ફિલ્મ ધૂમ મચાવી જ રહી છે, પણ અમેરિકાની ટૉપ ટેન લિસ્ટમાં પણ જબ તક હૈ જાન પહોંચી ચુકી છે. યુએસ બૉક્સ ઑફિસે ટૉપ ટેન ફિલ્મોમાંથી આઠમી પૉઝિશન પર કબ્જો જમાવનાર જબ તક હૈ જાન ફિલ્મ જોઈ અમેરિકા ખાતે રહેતાં ભારતીય ખૂબ ખુશ છે. તેમના મોઢે આ ફિલ્મના વખાણ સિવાય કશું જ નથી સરતું.

અમેરિકી બૉક્સ ઑફિસ પર જેટીએચજે ફિલ્મે અત્યાર સુધી 13 લાખ ડૉલરની કમાણી કરી છે. આશા સેવાઈ રહી છે કે આ સિલસિલો આવનાર એક સપ્તાહ સુધી સતત જળવાઈ રહેશે. બીજી બાજુ ભારતીય થિયેટર્સમાં આ ફિલ્મ 123 કરોડની કમાણી કરી ચુકી છે અને આવતા દસ દિવસોમાં પણ સારા બિઝનેસની આશા સેવાઈ રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X