Pics : સન્નીને લાગ્યો જૅકપૉટ, શાહરુખ જોડી બનાવવા આતુર

મુંબઈ, 13 ડિસેમ્બર : પોર્ન સ્ટારમાંથી બૉલીવુડ અભિનેત્રી તરીકે સ્થાપિત થયેલા સન્ની લિયોનની લીડ રોલ ધરાવતી પ્રથમ બૉલીવુડ ફિલ્મ જૅકપૉટ આજે રિલીઝ થઈ ગઈ છે. જોકે પ્રારંભિક રિપોર્ટ્સ મુજબ જૅકપૉટને કોઈ ખાસ ભાવ નથી મળી રહ્યો. એટલે કદાચ સન્ની લિયોન નિરાશ થઈ ગયા હશે. કહી શકાય કે જૅકપૉટ ફિલ્મ સન્ની લિયોન માટે મોટો જૅકપૉટ સાબિત થાય, તેવા કોઈ સંકેતો મળતા નથી, પરંતુ આમ છતાં સન્ની લિયોન ખુશ હશે, કારણ કે બૉક્સ ઑફિસે જૅકપૉટ ખુલે કે ન ખુલે, પણ બૉલીવુડમાં સન્ની લિયોનનો જોરદાર જૅકપૉટ લાગ્યો છે.

આપ વિચારતા હશો કે અમે આ શું કહી રહ્યાં છીએ? પણ આ હકીકત છે. સન્ની લિયોન ઉપર બૉલીવુડના બાદશાહે કૃપા દૃષ્ટિ નાંખી છે. શાહરુખ ખાને જણાવ્યું છે કે જો તેમને સન્ની લિયોન સાથે કામ કરવાની તક મળે તો તેમના માટે સૌભાગ્યની વાત હશે. હવે શાહરુખ ખાનના મોઢે આવી વાત સાંભળવા મળે તો પોર્ન સ્ટારની જૂની છબીના પગલે કેટલાંય લોકોની સૂગનો ભોગ બનતા સન્ની લિયોન માટે જૅકપૉટ જ ગણાય ને!

સન્ની લિયોનની પ્રથમ બૉલીવુડ ફિલ્મ જૅકપૉટ રિલીઝ તો આજે થઈ છે, પરંતુ તેમને શાહરુખ રૂપી જૅકપૉટ રિલીઝ પહેલા જ એટલે કે ફિલ્મના પ્રીમિયર દરમિયાન જ લાગી ગયો. આવો તસવીરો સાથે જોઇએ શાહરુખ શું બોલ્યા :

પ્રીમિયરમાં પહોંચ્યાં કિંગ ખાન

પ્રીમિયરમાં પહોંચ્યાં કિંગ ખાન

શાહરુખ ખાન ગઈકાલે યોજાયેલ જૅકપૉટ ફિલ્મના પ્રીમિયરમાં પહોંચ્યા હતાં.

સન્નીની પ્રથમ ફિલ્મ

સન્નીની પ્રથમ ફિલ્મ

જિસ્મ 2 સાથે બૉલીવુડમાં પ્રવેશ કરનાર સન્ની લિયોનની લીડ રોલ ધરાવતી આ પ્રથમ ફિલ્મ છે.

કિંગે દાખવ્યો રસ

કિંગે દાખવ્યો રસ

પ્રીમિયર દરમિયાન કિંગ ખાને ભવિષ્યમાં તક મળે તો સન્ની લિયોન સાથે કામ કરવામાં રસ દાખવ્યો.

સૌભાગ્ય ગણાશે

સૌભાગ્ય ગણાશે

શાહરુખે જણાવ્યું - જોકે કોઈ ફિલ્મમાં કલાકારોની પસંદગી દિગ્દર્શકો કરતા હોય છે. આમ છતાં જો મને કોઈ ફિલ્મમાં સન્ની લિયોન સાથે કામ કરવાની તક મળે તો તે મારો સૌભાગ્ય હશે.

જૅકપૉટ રિલીઝ

જૅકપૉટ રિલીઝ

કૈઝાદ ગુસ્તાદ દિગ્દર્શિત જૅકપૉટ ફિલ્મ આજે રિલીઝ થઈ છે.

સચિન જોશી

સચિન જોશી

જૅકપૉટ ફિલ્મમાં સન્ની લિયોનના હીરો સચિન જોશી છે. પ્રીમિયરમાં સચિન તેમના પત્ની સાથે હાજર રહ્યા હતાં.

ડેનિયલ પણ

ડેનિયલ પણ

સન્ની લિયોનની ઇચ્છા હતી કે તેઓ પોતાના પતિ ડેનિયલ વેબર સાથે કોઈ ફિલ્મ કરે. જૅકપૉટમાં તેમની આ ઇચ્છા પૂર્ણ થઈ. પ્રીમિયરમાં સન્ની સાથે ડેનિયલ પણ હાજર હતાં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X