ડૉનના ડાયલૉગ મુદ્દે બાખડી પડ્યાં શાહરુખ-અમિતાભ
મુંબઈ, 30 ઑક્ટોબર : વાંચીને આપ પણ શૉક્ડ થઈ જશો કે બૉલીવુડના કિંગ ખાન શાહરુખ અને શહેંશાહ અમિતાભ બચ્ચન વચે ફરી એક વાર દલીલબાજી શરૂ થઈ છે. આ દલીલનો મુદ્દો છે બાદશાહ શાહરુખને 11 મુલ્કોની અને સુપર સ્ટાર અમિતાભ બચ્ચનને 12 મુલ્કોની પોલીસ શોધી રહી છે. એવું અમે નથી કહેતાં, પણ એમ કહેવું છે પોતે શાહરુખ ખાનનું. તાજેતરમાં જ શાહરુખ ખાન અને કૅટરીના કૈફ અમિતાભ બચ્ચનના હિટ શો કૌન બનેગા કરોડપતિ એટલે કે કેબીસીના સેટ પર પોતાની જબ તક હૈ જાન ફિલ્મના પ્રમોશનાર્થે પહોંચ્યા અને શો દરમિયાન શાહરુખે અમિતાભને આમ જણાવ્યું.

બન્યું એમ કે શો દરમિયાન શાહરુખ ખાને અમિતાભને વિનંતી કરી કે તેઓ શાહરુખનો કોઈ ડાયલૉગ બોલે અને શાહરુખ અમિતાભનો. બંનેએ એક-બીજાની મિમિક્રી કરી. પછી શાહરુખે ફરીથી અમિતાભને કહ્યું કે સર પ્લીઝ મારો વધુ એક ડાયલૉગ બોલો. અમિતાભ સંમત થતાં શાહરુખે જણાવ્યું કે આપ કહો કે ડૉન કો પકડ઼ના મુશ્કિલ હી નહીં, નામુમકિન હૈ। તેથી અમિતાભ નારાજ થતાં બોલ્યાં કે આ તો મારો ડાયલૉગ છે.
શાહરુખે પણ પૂરા જોશ સાથે કહ્યું - ના સર, આ મારો ડાયલૉગ છે. આ મુદ્દે અમિતાભ અને શાહરુખ વચ્ચે દલીલબાજી ચાલુ થઈ ગઈ. અમિતાભનું કહેવું હતું કે ડૉન સૌપ્રથમ તેમની આવી હતી અને પછી શાહરુખની. તો આ હિસાબે આ ડાયલૉગ અમિતાભનું થયું, નહિં કે શાહરુખનું. અંતે શાહરુખે જણાવ્યું - ઠીક છે સર, આપ મોટા છો, તો આ ડાયલૉગ આપનો થયો. હવે આપ બોલો.
જ્યારે અમિતાભ બોલ્યાં - ડૉન કો પકડ઼ના મુશ્કિલ હી નહીં, નામુમકિન હૈ. મુઝે 12 મુલ્કોં કી પુલિસ ઢૂઁઢ રહી હૈ. તો શાહરુખ તરત જ બોલી ઉઠ્યાં - સર આ જ તો ફરક છે. મુઝે 11 મુલ્કોં કી પુલિસ ઢૂઁઢ રહી હૈ ઔર આપકો 12 મુલ્કોં કી યાની કિ કમ મુલ્કોં કી પુલિસ ઢૂઁઢ રહી હૈ. આ દલીલબાજી દરમિયાન શોમાં ઉપસ્થિત તમામ લોકો સ્મિત આપ્યાં વિના ન રહી શક્યાં.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
