PICS : શાહરુખના 8 Pac Abs જોઈ સલમાન, હૃતિક અને અક્ષય સાવધાન!
મુંબઈ, 25 સપ્ટેમ્બર : શાહરુખ ખાનના 8 પૅક એબ્સ જોઈ તેમના ફૅન્સ અને સાથે જ તેમના સ્પર્ધકો આશ્ચર્યચકિત છે. જ્યારે લોકોએ શાહરુખને પૂછ્યું કે માત્ર 8 પૅક એબ્સ કેમ બનાવ્યાં, તો શાહરુખે કહ્યું કે હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મમાં જો 10 પૅક્સ બતાવી દેત, તો આગામી ફિલ્મમાં શું બતાવત. તેથી હાલ 8 પૅક્સ બનાવ્યાં છે, ફૅન ફિલ્મમાં 10 પૅક્સ બતાવીશું. શાહરુખના 8 પૅક્સબાદ તો બૉલીવુડમાં બાકીના સ્ટાર્સ પણ એબ્સ અંગે સીરિયસ થવા લાગ્યા છે.
જોકે બૉલીવુડમાં ડીનો મોરિયા, જ્હૉન અબ્રાહમ, સલમાન ખાન, હૃતિક રોશન અને અક્ષય કુમાર જેવા શ્રેષ્ઠ બૉડી બિલ્ડરો પહેલાથી જ છે અને 6 પૅક એબ્સ ધરાવે છે. આ સ્ટાર્સના કારણે જ હવે નવી એન્ટ્રી કરનાર એક્ટર્સ પહેલા બૉડી પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને પછી ડેબ્યુ કરે છે. શાહરુખ ખાને હવે રોમાંટિક હીરોની પોતાની ઇમેજમાંથી નિકળી 8 પૅક એબ્સ ધરાવતા હૉટ હંક તરીકે પોતાને દર્શકો સામે રજૂ કર્યા છે.
હવે લાગે છે કે વારો આમિર ખાનનો છે. અગાઉ સલમાન ખાને પોતાના એબ્સ દાખવી લોકોને ઇમ્પ્રેસ કર્યં, પોતાની ફીમેલ ફૉલોઇંગ વધારી અને પછી શાહરુખે સલમાનના 6 પૅક્સને પાછળ મૂકી 8 પૅક્સ બનાવ્યાં. જોકે આમિર ખાન ગઝની દરમિયાન બૉડી શો કરતા દેખાઈ ચુક્યા હતાં, પણ તેમના એબ્સ આટલા ચર્ચામાં નહોતા આવ્યાં.
ચાલો તસવીરોમાં જોઇએ કે કયા સ્ટાર્સના એબ્સ પર ફિદા છે ફૅન્સ :

જ્હૉન અબ્રાહમ
જ્હૉન અબ્રાહમ બૉલીવુડના સૌથી હૉટ એક્ટરોમાં સામેલ છે. તેમની ફીમેલ ફૅન ફૉલોઇંગ આજે પણ ખૂબ વધુ છે. દોસ્તાનામાં જ્હૉનના એબ્સ તથા તેમના સેક્સી બૉડીને જોઈ યુવતીઓ ઘેલી થઈ ગઈ હતી.

હૃતિક રોશન
હૃતિક રોશન બૉલીવુડના હૉટ એક્ટરોમાંના એક છે. હૃતિકને લઈને આજે પણ ફીમેલ ફૅન્સ ઘેલી થઈ જાય છે. હૃતિકે ઘણી ફિલ્મોમાં પોતાના ફિટ બૉડીનું પ્રદર્શન કર્યું છે.

સલમાન ખાન
સલમાન ખાનની તો વાત જ શું છે? આ તો તેમના સેક્સી બૉડી, હૉટ એબ્સની જ કમાલ છે કે દરેક ફિલ્મમાં સલમાન પોતાનો શર્ટ ઉતારી દે છે અને લોકો સીસોટી વગાડી વધાવી લે છે.

શાહરુખ ખાન
હવે શાહરુખ ખાને હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મ માટે 8 પૅક એબ્સ બનાવી લોકોને ચોંકાવી દીધાં છે. હૃતિકની સલાહ મુજબ શાહરુખે એક્સરસાઇઝ કરી અને તેની કેટલીક તસવીરો પણ પોસ્ટ કરી કે જેમાં શાહરુખ ખૂબ હૉટ દેખાય છે.

ફૅનમાં 10 પૅક્સ
શાહરુખે કહ્યું કે હૅપ્પી ન્યુ ઈયરમાં 8 પૅક્સ છે, પણ ફૅનમાં 10 પૅક્સ હશે.

અક્ષય કુમાર
અક્ષય કુમાર પણ બૉલીવુડના ફિજિકલી ફિટ રહેતા કલાકારોમાં સામેલ છે. અક્ષયે મોટાભાગની એક્શન ફિલ્મે કરી છે. એટલે સ્વાભાવિક છે કે તેમના એબ્સ તો હૉટ જ હશે.

રણવીર સિંહ
નવોદિત સ્ટાર્સની વાત કરીએ, તો રણવીર સિંહે પોતાનું બહેતરીન બૉડી બનાવ્યું છે. જોકે અગાઉ રણવીર ખૂબ જાડા હતાં, પણ પછી તેમણે પોતાને ફિટ કર્યો.

અર્જુન કપૂર
રણવીરની જેમ જ અર્જુન કપૂર પણ બાળપણમાં જાડા હતાં, પરંતુ સલમાન દ્વારા પ્રેરણા મળ્યા બાદ અર્જુન હૉટ અવતારમાં આવી ગયાં.













Click it and Unblock the Notifications
