અકસ્માત બાદ ભારત પરત ફર્યા શાહરુખ ખાન, ફેન્સ ચિંતામાં, એરપોર્ટ પરથી Video થયો વાયરલ

Shah Rukh Khan Accident: બૉલિવુડના સુપરસ્ટાર શાહરૂખ ખાન આજે વહેલી સવારે પત્ની ગૌરી ખાન અને નાના પુત્ર અબરામ સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. આ દરમિયાન આ ત્રણેયનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

તમને જણાવી દઈએ કે હાલમાં શાહરૂખ ખાનના અકસ્માતના સમાચારે ફેન્સને ચિંતામાં મૂકી દીધા હતા. જે વીડિયો સામે આવ્યો છે તેમાં જોઈ શકાય છે કે શાહરૂખ ખાન હાઈ સિક્યુરિટી અને તમામ કેમેરા વચ્ચે એરપોર્ટની બહાર નીકળે છે. જો કે તેમને ઈજાના કોઈ નિશાન નથી એ રાહતની વાત છે.

Shahrukh Khan

એરપોર્ટ પર શાહરૂખ ખાન જીન્સ અને હૂડી પહેરીને ખૂબ જ કેઝ્યુઅલ લુકમાં જોવા મળ્યા. તેમણે પોતાનો ચહેરો કેપ અને ચશ્માથી ઘણી હદ સુધી છુપાવી દીધો છે. વળી, ગૌરી ખાન અને અબરામનો વીડિયો પણ સામે આવ્યો છે. બંને એકદમ સિમ્પલ લુકમાં દેખાયા અને પોતાની કારમાં બેસીને મન્નત માટે રવાના થયા.

તમને જણાવી દઈએ કે મંગળવારે એવા અહેવાલો આવ્યા હતા કે શાહરુખ ખાનને અમેરિકામાં અકસ્માત થયો હતો અને તેના નાકમાં ઈજા થઈ હતી. જેના માટે હવે તેમની એક નાની સર્જરી પણ કરવામાં આવી છે.

આ વર્ષે પઠાણ જેવી બ્લૉકબસ્ટર ફિલ્મો આપ્યા બાદ શાહરૂખ ખાન તેમની આગામી ફિલ્મો માટે તૈયારી કરી રહ્યા છે. અહેવાલો મુજબ અભિનેતા તેમના એક પ્રોજેક્ટ માટે શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે તેમને લોસ એન્જલસમાં સેટ પર એક નાનો અકસ્માત થયો હતો. જો કે, કિંગ ખાન હવે ભારતમાં પાછો ફર્યા છે અને સ્વસ્થ થઈ રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X