Shahrukh Khan: શાહરુખ ખાન દુનિયાના 50 સૌથી મહાન એક્ટર્સમાં સામેલ, એકમાત્ર ભારતીય અભિનેતા

એમ્પાયર મેગેઝીને દુનિયાના અત્યાર સુધીના 50 મહાન કલાકારોની યાદી બહાર પાડી છે. જેમાં એકમાત્ર ભારતીય કલાકાર શાહરુખ ખાનનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Shahrukh Khan: દુનિયાના સૌથી ચર્ચિત લીડિંગ મેગેઝીનમાંના એક Empireએ અત્યાર સુધીના 50 સર્વશ્રેષ્ઠ અને પૉપ્યુલર એક્ટર્સની એક યાદી તૈયારી કરી છે અને શાહરુખ ખાન આ લિસ્ટમાં સામેલ થનાર એકમાત્ર ભારતીય અભિનેતા બન્યા છે.

આ યાદીમાં અત્યાર સુધીના 50 મહાન કલાકારોના નામ જણાવવામાં આવ્યા છે, જેમાં શાહરૂખ ખાન ઉપરાંત ડેન્ઝેલ વૉશિંગ્ટન, ટૉમ ક્રૂઝ, મેરિલીન મનરો, ફ્લૉરેન્સ પ્યૂ, રૉબર્ટ ડી નીરો, હીથ લેજર, લિયોનાર્ડો ડી કેપ્રિયો, ટોમ હાર્ડી, મેરિલ સ્ટ્રીપ, કેટ વિન્સલેટ અને ટૉમ હેન્ક્સ જેવા કલાકારોનો સમાવેશ થાય છે.

રીડર્સના વોટિંગના આધારે તૈયાર કરી યાદી

રીડર્સના વોટિંગના આધારે તૈયાર કરી યાદી

શાહરુખ ખાન પોતાની અપકમિંગ ફિલ્મ પઠાનને લઈને વિવાદોમાં ઘેરાયેલા છે ત્યારે આ દરમિયાન તેમણે એક ખિતાબ પોતાના નામે કરીને ભારતનુ ગૌરવ વધાર્યુ છે. શાહરુખ ખાનનુ નામ એમ્પાયર મેગેઝીનમાં દુનિયાના મહાન એક્ટર્સની યાદીમાં સામેલ કરીને કિંગ ખાનની જોરદાર પ્રશંસા કરવામાં આવી છે. આ લિસ્ટ રીડર્સના વોટિંગના આધારે તૈયાર કરવામાં આવી છે.

શાહરુખ ખાનની સફળતાઓની કરી પ્રશંસા

શાહરુખ ખાનની સફળતાઓની કરી પ્રશંસા

તમને જણાવી દઈએ કે એમ્પાયર મેગેઝીનની ફેબ્રુઆરી 2023ની આવૃત્તિમાં તેના વાચકોને તેમના મનપસંદ કલાકારો પૂછ્યા હતા. જેના આધારે આ યાદી બહાર પાડવામાં આવી છે. શાહરૂખ ખાનની પાછલા દાયકાઓમાં મળેલી સફળતાઓનો ઉલ્લેખ કરીને મેગેઝિને તેની ખૂબ પ્રશંસા પણ કરી છે. જેમાં કરણ જોહરની કુછ કુછ હોતા હૈમાંથી રાહુલ ખન્ના, સંજય લીલા ભણસાલીની દેવદાસમાંથી દેવદાસ મુખર્જી, આશુતોષ ગોવારીકરની સ્વદેશમાંથી મોહન ભાર્ગવ અને કરણ જોહરની માય નેમ ઈઝ ખાનમાંથી રિઝવાન ખાનના પાત્રોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

મેગેઝીને લખ્યુ - 'એવુ કંઈ નથી જે તે ના કરી શકે'

મેગેઝીને લખ્યુ - 'એવુ કંઈ નથી જે તે ના કરી શકે'

એમ્પાયર મેગેઝીને શાહરૂખ ખાનની સુંદર તસવીર શેર કરીને લખ્યુ, 'મિસ માર્વેલના ફેવરિટ ફિલ્મ સ્ટાર શાહરૂખ ખાનની લગભગ ચાર દાયકાની હિટ કારકિર્દી છે. વિશ્વભરમાં તેના અબજો ચાહકો છે. તે તેની અદભૂત શૈલીના કરિશ્માને કારણે જ આ કરી શકે છે. લગભગ દરેક શૈલીમાં સફળ છે, એવુ કંઈ નથી જે તે ના કરી શકે.' વિશ્વભરના સિનેમાના કેટલાક યાદગાર સ્ટાર્સ જેમ કે અલ પચિનો, જોક્વિન ફીનિક્સ અને લિયોનાર્ડો ડી કેપ્રિયો સહિત ઓમ શાંતિ ઓમ સ્ટાર લિસ્ટમાં શાહરૂખનો જબ તક હૈ જાનનો પ્રખ્યાત ડાયલૉગ પણ સામેલ છે: 'દરરોજ જીવન આપણને થોડુ મારે છે. બૉમ્બ તમને માત્ર એક જ વારમાં મારશે.'

શાહરુખ ખાનની અપકમિંગ ફિલ્મ વિવાદમાં ફસાઈ

શાહરુખ ખાનની અપકમિંગ ફિલ્મ વિવાદમાં ફસાઈ

શાહરૂખ ખાનના ફિલ્મી કરિયરની વાત કરીએ તો તે છેલ્લે અયાન મુખર્જીની ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટે મુખ્ય ભૂમિકા ભજવી હતી. શાહરૂખ હવે સિદ્ધાર્થ આનંદના દિગ્દર્શિત સાહસ પઠાણમાં જોવા મળશે, જેમાં તે દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમ સાથે કામ કરશે. ફિલ્મના પ્રથમ ગીત, બેશરમ રંગને તાજેતરમાં વિવાદનો સામનો કરવો પડ્યો હતો. જેમાં ઘણા લોકોએ ગીતના પોશાક સામે વાંધો ઉઠાવ્યો હતો. જેમાં દીપિકા કેસરી બિકીનીમાં જોવા મળી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X