For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Deewana@22 : શાહરુખે નથી જોઈ પોતાની આ બ્લૉક બસ્ટર ફિલ્મ!!!

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 26 જૂન : સાંભળીને આશ્ચર્ય થયું ને? પરંતુ હકીકત આ જ છે કે આપના ફૅવરિટ સુપરસ્ટાર શાહરુખ ખાને પોતાની પ્રથમ સુપરહિટ ફિલ્મ દીવાના જોઈ જ નથી. દીવાના ફિલ્મને રિલીઝ થયે ગઈકાલે 22 વરસ થઈ ગયાં. શાહરુખની લીડ રોલ ધરાવતી આ પ્રથમ ફિલ્મ હતી અને સુપરહિટ પણ રહી હતી. આખા દેશે આ ફિલ્મ જોઈ અને શાહરુખને પોતાના દિલોમાં બેસાડ્યાં, પરંતુ પોતે શાહરુખ ખાને આ ફિલ્મ આજ સુધી નથી જોઈ.

ગુડ્ડૂ ધનોઆ અને લલિત કપૂર નિર્મિત તથા રાજ કંવર દિગ્દર્શિત દીવાના ફિલ્મમાં ઋષિ કપૂર, દિવ્યા ભારતી અને શાહરુખ ખાન લીડ રોલમાં હતાં અને આ ફિલ્મ 25મી જૂન, 1992ના રોજ રિલીઝ થઈ હતી. શાહરુખને પ્રથમ બ્રેક તો હેમા માલિનીએ દિલ આશના હૈ ફિલ્મમાં આપ્યુ હતું અને તે ફ્લૉપ રહી હતી, પરંતુ શાહરુખ ખાન દીવાના દ્વારા બૉલીવુડમાં છવાઈ ગયા હતાં અને પછી તો એક સે બઢકે એક હિટ ફિલ્મો આપી બૉલીવુડના બાદશાહ ખાન બની ગયાં.

ચાલો તસવીરો સાથે જોઇએ કે શાહરુખે કેમ અત્યાર સુધી નથી જોઈ દીવાના :

અભિનય કૅરિયરની શરુઆત

અભિનય કૅરિયરની શરુઆત

શાહરુખ ખાને પોતાના અભિનય કૅરિયરની શરુઆત ટેલીવિઝન સીરિયલ ફૌજી તથા સર્કસથી કરી હતી.

હેમાએ આપ્યુ બ્રેક

હેમાએ આપ્યુ બ્રેક

હેમા માલિનીએ શાહરુખ ખાનને દિલ આશના હૈ ફિલ્મ દ્વારા બૉલીવુડમાં બ્રેક આપ્યું.

દીવાનાએ જમ્પ

દીવાનાએ જમ્પ

શાહરુખ ખાનની પહેલી ફિલ્મ દિલ આશના હૈ ફ્લૉપ નિવડી હતી, પરંતુ ગુડ્ડૂ ધનોવાની ફિલ્મ દીવાના સુપરહિટ સાબિત થઈ અને શાહરુખ ખાન સ્ટાર બની ગયાં.

નેગેટિવ રોલ્સ

નેગેટિવ રોલ્સ

પછી તો શાહરુખે બાઝીગર અને ડર જેવી ફિલ્મોમાં નેગેટિવ રોલ્સ કર્યાં.

રોમાંટિક હીરો

રોમાંટિક હીરો

શાહરુખ ખાન દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે અને દિલ તો પાગલ હૈ જેવી ફિલ્મો કરી રોમાંટિક હીરો તરીકે પણ સ્થાપિત થયાં.

દીવાના સિવાય તમામ ફિલ્મો જોઈ

દીવાના સિવાય તમામ ફિલ્મો જોઈ

શાહરુખ ખાને દીવાના સિવાયની પોતાની તમામ ફિલ્મો જોઈ છે, પણ દીવાના જ નથી જોઈ. કારણ જાણવા બસ એક સ્લાઇડ ફેરવો.

દીવાના@22

દીવાના@22

દીવાના ગઈકાલે 22 વરસની થઈ ગઈ. 25મી જૂન, 1992ના રોજ દીવાના રિલીઝ થઈ હતી. શાહરુખ ખાને બુધવારે ટ્વિટર પર લખ્યું - હું છેલ્લા 22 વરસથી ફિલ્મ જગતમાં મહેનત કરી રહ્યો છું.

પહેલી-છેલ્લી ફિલ્મ નહીં જુએ

પહેલી-છેલ્લી ફિલ્મ નહીં જુએ

શાહરુખ ખાને ટ્વિટર પર લખ્યું - મેં આજ સુધી દીવાના નથી જોઈ, કારણ કે મારૂ માનવું છે કે હું પહેલી અને છેલ્લી ફિલ્મ નહીં જોઉ. હકીકતમાં કહાણી તો આ બંને વચ્ચે છે.

English summary
It was 22 years ago on this date that Shahrukh Khan's debut movie "Deewana" hit the silver screen. The actor says he has not seen the movie yet - and he has his special reason.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X