...અને ચશ્મા વગર ફ્રેંચ વાંચી ગયો બાદશાહ : જુઓ તસવીરો

મુંબઈ, 2 જુલાઈ : બૉલીવુડના બાદશાહને તાજેતરમાં જ ફ્રાન્સ દ્વારા ચેવેલિયર ડી લા લીગન ઑનર વડે સન્માનવામાં આવ્યાં. આ પ્રસંગે શાહરુખ ખાન ખૂબ જ ખુશ હતાં અને સાથે જ તેમના ફૅન્સ પણ આ સમાચાર જાણી ખુશ હતાં કે તેમના મનપસંદ સ્ટારને દેશમાં જ નહીં, પણ વિદેશોમાં પણ સન્માનવામાં આવી રહ્યાં છે. શાહરુખ ખાન પોતાની દરેક ઇવેંટને મજેદાર અને બહેતરીન બનાવવામાં તો બહુ માહેર છે અને આ વખતે પણ તેમણે પોતાની આ ઇવેંટને ખાસ બનાવવા માટે કંઇક આવુ જ કર્યું કે લોકો શાહરુખને જોતા જ રહી ગયાં. થયું એમ કે શાહરુખે ઇવેંટ દરમિયાન પોતાનો ચશ્મો સાઇડમાં મૂકી વગર ચશ્મે કેટલાક કાગળો વાંચ્યાં.

છેલ્લે ચેન્નઈ એક્સપ્રેસ ફિલ્મમાં દેખાયેલા અને હાલમાં હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મના શૂટિંગમા વ્યસ્ત શાહરુખ ખાને જ્યારે પોતાના ચશ્મા ઉતાર્યાં, તો લોકો આશ્ચર્યમાં મૂકાઈ ગયાં કે આવું તે શું કરવા જઈ રહ્યાં છે શાહરુખ ખાન. તેમણે પોતાના ચશ્મા ઉતાર્યા અને પેપર્સ વગર ચશ્માએ વાંચ્યા બાદ જણાવ્યું - મારી આંખોની સર્જરી સફળતાપૂર્વક સમ્પન્ન થઈ છે અને તેથી આજે હું પોતાની સાથે ઘરેથી જે ફ્રેંચ શબ્દો લખી લાવ્યો છું, તે હું વગર ચશ્મે વાંચીશ. પછી શાહરુખે વગર ચશ્માએ કેટલાક ફ્રેંચ શબ્દ બોલ્યાં અને તેમની આ અદા પર ફ્રાંસથી આવેલા લોકો પણ ખુશ થઈ ગયાં. સૌએ તાળીઓના ગડગડાટ સાથે શાહરુખના આ બહેતરીન પ્રદર્શનને વધાવી લીધું.

ચાલો ઇવેંટની તસવીરો સાથે જોઇએ આગળના સમાચાર :

વિદેશીઓને મોહિત કર્યાં

વિદેશીઓને મોહિત કર્યાં

શાહરુખ ખાને પોતાના ફૅન્સની સાથે-સાથે જ વિદેશી પ્રતિનિધિઓના દિલો પણ મોહી લીધાં.

ફૅન્સે આપ્યો પ્રેમ

ફૅન્સે આપ્યો પ્રેમ

શાહરુખે સૌનો આભાર વ્યક્ત કર્યો અને પોતાના ફૅન્સે પણ ખૂબ-ખૂબ પ્રેમ આપ્યો.

ફૅન્સે અપાયો મુકામ

ફૅન્સે અપાયો મુકામ

શારુખના જણાવ્યા મુજબ તેમના ફૅન્સે તેમને આજે એટલો પ્રેમ આપ્યો છે અને આ પ્રેમના પગલે જ તેઓ આજે આ મુકામે છે.

ફ્રાંસ પણ ફૅન

ફ્રાંસ પણ ફૅન

ફ્રાંસથી આવેલા લોકોએ પણ કહ્યું કે શાહરુખ ખાનના ફૅન્સ ત્યાં પણ ઓછા નથી.

ફ્રેંચ લોકો પણ જુએ છે ફિલ્મો

ફ્રેંચ લોકો પણ જુએ છે ફિલ્મો

શાહરુખની દરેક ફિલ્મ ફ્રાંસના લોકો ખૂબ જ રસ સાથે જુએ છે.

આંખની સર્જરી

આંખની સર્જરી

શાહરુખના નજીકના સૂત્રે જણાવ્યું - શાહરુખની દૃષ્ટિની સારવાર કરવા માટે સર્જરી કરાઈ છે. સર્જરી સફળ રહી અને હવે બધુ ઠીક છે.

કિંગ ખાને આપી હતી માહિતી

કિંગ ખાને આપી હતી માહિતી

શાહરુખ ખાને ગત મંગળવારે જ ટ્વિટર પર પોતાની સર્જરી અંગે માહિતી આપી હતી.

તબીબનો આભાર

તબીબનો આભાર

શાહરુખે લખ્યુ હતું - ડૉ. બુજરેર બેંજી અને તેમના વહાલા પત્નીનો મારી સર્જરી બદલ આભાર.

વગર ચશ્મે વાંચી શકું

વગર ચશ્મે વાંચી શકું

શાહરુખે ટ્વીટ કર્યુ હતું - હવે બધુ ઠીક છે. હવે તો હું પક્તિઓ વચ્ચે લખેલુ પણ વાંચી શકુ છું.

શાહરુખનું સન્માન

શાહરુખનું સન્માન

બૉલીવુડના બાદશાહને તાજેતરમાં જ ફ્રાન્સ દ્વારા ચેવેલિયર ડી લા લીગન ઑનર વડે સન્માનવામાં આવ્યાં.

ફૅન્સ પણ ખુશખુશાલ

ફૅન્સ પણ ખુશખુશાલ

શાહરુખ ખાન ખૂબ જ ખુશ હતાં અને સાથે જ તેમના ફૅન્સ પણ આ સમાચાર જાણી ખુશ હતાં કે તેમના મનપસંદ સ્ટારને દેશમાં જ નહીં, પણ વિદેશોમાં પણ સન્માનવામાં આવી રહ્યાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X