For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શાહરુખની બહેન નૂરજહાંનુ પાકિસ્તાનમાં નિધન, કેન્સરથી હતા પીડિત

બોલિવુડ સુપરસ્ટાર શાહરુખ ખાનની પિતરાઈ બહેન નૂરજહાંનુ પાકિસ્તાનના પેશાવરમાં નિધન થઈ ગયુ છે.

|
Google Oneindia Gujarati News

બોલિવુડ સુપરસ્ટાર શાહરુખ ખાનની પિતરાઈ બહેન નૂરજહાંનુ પાકિસ્તાનના પેશાવરમાં નિધન થઈ ગયુ છે. આ માહિતી પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સે પરિવારના સભ્યોના હવાલાથી કહી છે. નૂરજહાંના નાના ભાઈ મંસૂર અહેમદે આ સમાચારની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યુ કે નૂરજહાં કેન્સરની બિમારી સામે લડી રહી હતી. નૂર પાકિસ્તાનના પેશાવરના કિસ્સા ખ્વાની બજાર પાસે મોહલ્લા શાહ વલી કતાલ વિસ્તારમાં રહેતી હતી.

shahrukh-sisiter

જિલ્લા અને શહેર કાઉન્સિલર તરીકે કામ કરી ચૂકેલ નૂર રાજકારણમાં ઘણા સક્રિય હતા. તે વર્ષ 2018માં એ વખતે ચર્ચામાં આવ્યા હતા જ્યારે તેમણે સામાન્ય ચૂંટણીમા પોતાનુ નામાંકન ભર્યુ હતુ અન બાદમાં પાછુ લઈ લીધુ હતુ. આ ઉપરાંત તેમના વિશેની કોઈ માહિતી સામે આવી નથી. વર્ષ 1947માં દેશના ભાગલા બાદ શાહરુખના પિતા મીર તાજ મોહમ્મદ ખાન દિલ્લી આવી ગયા હતા. પરંતુ કાકા ગુલામ મોહમ્મદ ખાને પાકિસ્તાનમાં જ રહેવાનો નિર્ણય કર્યો હતો.

જણાવવામાં આવી રહ્યુ છે કે શાહરુખ બાળપણમાં પોતાના સંબંધીઓને મળવા માટે પોતાના માતાપિતા સાથે બે વાર પેશાવર જઈ ચૂક્યા છે. એવા પણ સમાચાર મળ્યા હતા કે નૂરજહાં પોતાના સુપરસ્ટાર ભાઈ શાહરુખને મળવા માટે ભારત આવી હતી. રિપોર્ટ્સની માનીએ તો નૂર જ્યારે પહેલી વાર ભારત આવી ત્યારે તેમની સાથે તેમના પતિ પણ હતા.

આ પણ વાંચોઃ Must Read: ફેબ્રુઆરીમાં 13 દિવસ બંધ રહેશે બેંક, જાણી લો ક્યારે છે બેંકની રજાઓઆ પણ વાંચોઃ Must Read: ફેબ્રુઆરીમાં 13 દિવસ બંધ રહેશે બેંક, જાણી લો ક્યારે છે બેંકની રજાઓ

English summary
shahrukh khan cousin noor jehan died in pakistan peshawar due to cancer.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X