શાહરુખ ખાનની હવે કેવી છે તબિયત, જાણીતી અભિનેત્રી અને કિંગ ખાનની દોસ્તે આપી હેલ્થ અપડેટ
Shahrukh Khan Health Update: બૉલિવુડના બાદશાહ શાહરૂખ ખાનને અમદાવાદની હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. વાસ્તવમાં તેમને હીટ સ્ટ્રોકના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. શાહરૂખને અમદાવાદની કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો પરંતુ હવે તેને રજા આપવામાં આવી છે.
શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન અને તેની નજીકની મિત્ર જુહી ચાવલા તેના પતિ જય મહેતા સાથે હોસ્પિટલ પહોંચી હતી. નોંધનીય છે કે શાહરૂખ ખાન તેની ટીમ KKRની મેચ જોવા માટે બે દિવસ માટે અમદાવાદ આવ્યો હતો.

જૂહી ચાવલાએ જણાવ્યું કે શાહરૂખ ડિહાઇડ્રેશનનો શિકાર બની ગયો હતો, મંગળવારે તેને ઠીક લાગતુ ન હતું ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બુધવારે સાંજે તેમને ઠીક હતુ. ભગવાન ઈચ્છશે, તે રવિવારે તેની ટીમને ઉત્સાહિત કરતા સ્ટેન્ડમાં જોવા મળશે.
શાહરૂખ ખાન તેની પુત્રી સુહાના, પુત્ર અબરામ, મેનેજર પૂજા દદલાની સાથે અહીં પહોંચ્યો હતો. KKR અને હૈદરાબાદ વચ્ચેની મેચ જોવા માટે KKRની સહ-માલિક જૂહી ચાવલા, સુહાનાની નજીકની મિત્ર અનન્યા પાંડે, શનાયા કપૂર, નવ્યા નંદા, અગસ્ત્ય નંદા પણ આવ્યા હતા.
અમદાવાદમાં મેચના દિવસે તાપમાનનો પારો રેકોર્ડ 45.2 ડિગ્રીએ પહોંચ્યો હતો. બુધવારે અહીંનું તાપમાન 45.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. નોંધનીય છે કે KKR IPLની ફાઇનલમાં પહોંચી ગયું છે. ફાઇનલમાં KKRનો સામનો રાજસ્થાન અથવા હૈદરાબાદ સામે થશે. દરેકની નજર રવિવારે રમાનારી ફાઇનલ મેચ પર છે.
શાહરૂખ ખાને છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કર્યો છે પરંતુ તેના દ્રઢ નિશ્ચયને કારણે તે દરેક વખતે ફિટ જોવા મળ્યો છે. ફિલ્મ રૉ વનના શૂટિંગ દરમિયાન શાહરૂખને ખભામાં ઈજા થઈ હતી અને પગના અંગૂઠામાં ફ્રેક્ચર થયું હતું.
ફિલ્મ હેપ્પી ન્યૂ યર દરમિયાન શાહરૂખ અકસ્માતનો ભોગ બન્યો હતો. તેને માથા અને ચહેરા પર સામાન્ય ઈજાઓ થઈ હતી. ફેન ફિલ્મના શૂટિંગ દરમિયાન શાહરૂખને ઘૂંટણમાં ઈજા થઈ હતી. ઇન્ડસ્ટ્રીમાં તેના શરૂઆતના દિવસોમાં, શાહરૂખને ફિલ્મ ડરના શૂટિંગ દરમિયાન તેના આંતરડામાં ત્રણ ફ્રેક્ચર થયા હતા.
કોયલા ફિલ્મના શૂટિંગ દરમિયાન શાહરૂખને ઘૂંટણમાં હેરલાઇન ફ્રેક્ચર થયું હતું. ફિલ્મ માય નેમ ઈઝ ખાનના શૂટિંગ દરમિયાન શાહરૂખના ડાબા ખભાનું ઓપરેશન થયું હતું.












Click it and Unblock the Notifications
