શાહરુખે ઉગ્ર વલણ દાખવતાં ઓકાતમાં આવ્યું પાકિસ્તાન
મુંબઈ, 30 જાન્યુઆરી : બૉલીવુડના કિંગ ખાન શાહરુખ ખાને પોતાનો ઉગ્ર વલણ દાખવતાં જ પાકિસ્તાન પોતાની ઓકાતમાં આવી ગયો. પાકિસ્તાનના ગૃહ મંત્રી રહેમાન મલિકે જણાવ્યું કે તેઓ કોઈને સલાહ નથી આપી રહ્યા હતાં અને નથી કોઈ હોબાળો ઊભો કરવા માંગતા હતાં. તેમનો ઇરાદો કોઈને હથિયાર બનાવી નિશાન તાકવાનો પણ નહોતો. મલિકે જણાવ્યું કે તેમણે શાહરુખ માટે જે કંઈ પણ કહ્યુ હતું, તે એક સવાલના જવાબમાં કહ્યુ હતું. તેમનો સલાહ આપવાનો ઇરાદો નહોતો.

રહેમાન મલિકે જણાવ્યુ હતું કે તેઓ શાહરુખના શુભચિંતક છે. તેથી જ તેમણે તેમની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
નોંધનીય છે કે પાકિસ્તાનના ગૃહ મંત્રી રહેમાન મલિકે જણાવ્યુ હતું કે ભારત સરકારે અભિનેતા શાહરુખ ખાનને સલામતી પુરી પાડવી જોઇએ, કારણ કે કિંગ ખાન ઉપર આતંકવાદી હુમલાનો જોખમ તોળાય છે. તેમણે જણાવ્યુ હતું કે શાહરુખ ખાન જન્મે ભારતીય છે. તેથી તેમના વિશે નકારાત્મક વિચારધારા ધરાવવી જોઇએ નહીં. તેઓ એક મહાન કલાકાર છે કે જેમણે ભારતનું નામ રોશન કર્યું છે. તેથી ભારત સરકારની ફરજ બને છે કે તે કિંગ ખાનને ખાસ સલામતી પુરી પાડે.
આ સમગ્ર હોબાળો શાહરુખે એક મૅગેઝીનને આપેલ ઇન્ટર્વ્યૂના કારણે મચ્યો હતો કે જેમાં શાહરુખે જણાવ્યુ હતું કે ભારતમાં મુસ્લિમ ભાઇઓને ક્યાંકને ક્યાંક મુશ્કેલી થાય છે, તેઓ પણ સલામત નથી. શાહરુખે એક મુસ્લિમ તરીકે તેમની સાથે થયેલ કેટલાંક ખરાબ અનુભવોની પીડા વ્યક્ત કરી હતી. શાહરુખના આવા નિવેદન બાદ મલિકે બકવાસ કરી હતી.
જોકે શાહરુખે મલિકના નિવેદન સામે ઉગ્ર વલણ અપનાવ્યો હતો. તેમણે મંગળવારે મોડેથી મલિકના નિવેદન પર પ્રત્યાઘાત આપતાં જણાવ્યુ હતું કે તેઓ પાકિસ્તાન વગર કારણે મને સલાહ ન આપે. હું જન્મજાત ભારતીય છું અને રહીશ. હું પોતાના દેશમાં સલામત છું.












Click it and Unblock the Notifications
