મુંબઈ, 20 ઑક્ટોબર : બૉલીવુડ અભિનેતા શાહરુખ ખાને ઓમ શાંતિ ઓમમાં પોતાના સિક્સ પૅક એબ્સ બતાવી સૌને ઇમ્પ્રેસ કર્યા હતાં અને હવે શાહરુખ એક ડગલા આગળ હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મમાં એટ પૅક એબ્સ બતાવવાના છે.
હવે લાગે છે કે જાણીતી ફિલ્મ મૅગેઝીન ફિલ્મફૅર પણ શાહરુખના એટ પૅક એબ્સથી ઇમ્પ્રેસ્ડ થઈ છે અને એટલે જ મૅગેઝીને શાહરુખને પોતાના કવર પેજ પર 8 પૅક એબ્સ સાથે સ્થાન આપ્યું છે.
શાહરુખ ખાને પોતાના 8 પૅક એબ્સનો ખુલાસો હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મના પોસ્ટરમાં કર્યો હતો અને હવે તેઓ ફિલ્મફૅર મૅગેઝીનના કવર પેજ પર 8 પૅક એબ્સ સાથે પ્રકટ થયા છે.
ફિલ્મફૅર મૅગેઝીનના કવર પેજ પર 8 પૅક એબ્સ સાથે શાહરુખ ખાન છે અને સાથે કૅપ્શન છે, ‘હૅપ્પી બર્થ ડે મિ સુપરસ્ટાર. શાહરુખ ખાન. ધ મૅન, હૂ હૅઝ રિડિફાઇન્ડ ધ એંટરટેનમેંટ બિઝનેસ ટાઇમ એન્ડ અગેન.'
નોંધનીય છે કે શાહરુખ ખાનની આગામી ફિલ્મ ફરાહ ખાન દિગ્દર્શિત હૅપ્પી ન્યુ ઈયરમાં દીપિકા પાદુકોણે, અભિષેક બચ્ચન, સોનૂ સૂદ, બોમન ઈરાની અને વિવાન શાહ પણ છે.