• search

‘ઉમંગ 2015’માં ભળ્યો બૉલીવુડ સ્ટાર્સના જલવાનો ઉમંગ : જુઓ 30 તસવીરો

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  મુંબઈ, 12 જાન્યુઆરી : ઉમંગ 2015 બૉલીવુડ હસ્તીઓથી ઝળહળી ઉઠ્યો. મુંબઈ પોલીસ માટે યોજાયેલ આ ઇવેંટમાં શાહરુખ ખાન, હૃતિક રોશન, કૅટરીના કૈફથી લઈ દીપિકા પાદુકોણે અને રણવીર સિંહ સહિતના મોટા બૉલીવુડ સ્ટાર્સ હાજર રહ્યા હતાં.

  મુંબઈ પોલીસ શો ઉમંગ 2015 એક એવી ઇવેંટ છે કે જેમાં બૉલીવુડના બિગેસ્ટ સ્ટાર્સ હાજરી આપે છે અને સ્ટેજ પર ઠુમકાં લગાવી પોલીસ વૅલફૅર માટે પોતાનો ફાળો આપે છે.

  ઉમંગ 2015 શનિવારે રાત્રે યોજાયો હતો અને એટલે જ સેલિબ્રિટી ક્રિકેટ લીગ 2015માં ઘણી સેલિબ્રિટીઓ ગેરહાજર રહી હતી. વરુણ ધવન જેવા થોડાક જ કલાકારો હાજર હતાં કે જેમણે સીસીએલ 5માં પરફૉર્મ કર્યું.

  ઉમંગમાં અનેક સેલિબ્રિટીઓએ પરફૉર્મ કર્યું. તેમાં પણ હૃતિક રોશનનો તો જન્મ દિવસ હતો અને એટલે જ સ્ટેજ પર ઢગલાબંધ ચૉકલેટ કેક સાથે તેમનો જન્મ દિવસ ઉજવવામાં આવ્યો. આ પ્રસંગે હૃતિક અને તેમના પિતા રાકેશ રોશને કહો ના પ્યાર હૈના ગીત પર સાથે ઠુમકા લગાવ્યાં. શાહરુખ ખાને અનેક મહિલા પોલીસ કર્મચારીઓ સાથે પોતાના સિગ્નેચર મૂવ્સનું પ્રદર્શન કર્યું.

  ચાલો આપને બતાવીએ ઉમંગ 2015ની 30 તસવીરો :

  ઉમંગ 2015

  ઉમંગ 2015

  ઉમંગ 2015 બૉલીવુડ હસ્તીઓથી ઝળહળી ઉઠ્યો. મુંબઈ પોલીસ માટે યોજાયેલ આ ઇવેંટમાં શાહરુખ ખાન, હૃતિક રોશન, કૅટરીના કૈફથી લઈ દીપિકા પાદુકોણે અને રણવીર સિંહ સહિતના મોટા બૉલીવુડ સ્ટાર્સ હાજર રહ્યા હતાં.

  હૃતિક-રાકેશ

  હૃતિક-રાકેશ

  હૃતિક રોશન અને તેમના પિતા રાકેશ રોશને કહો ના પ્યાર હૈ ફિલ્મના ગીત પર સાથે ઠુમકા લગાવ્યા હતાં.

  હૃતિકનો જન્મ દિવસ

  હૃતિકનો જન્મ દિવસ

  હૃતિક રોશનનો જન્મ દિવસ પણ ઉમંગ 2015ના સ્ટેજ પર ઉજવવામાં આવ્યો.

  શાહરુખ ખાન

  શાહરુખ ખાન

  શાહરુખ ખાને કેટલીક મહિલા પોલીસ કર્મચારીઓને પોતાના કેટલાક ડાન્સ મૂવ્સ શીખવાડ્યાં. ઘણી મહિલા પોલીસ કર્મચારીઓએ શાહરુખ સાથે ઠુમકાં લગાવ્યાં.

  મનીષ-અક્ષય

  મનીષ-અક્ષય

  અક્ષય કુમારે સ્ટેજ પર આવી એંકર મનીષ પૉલ સાથે લિટલ એક્ટ કરી દર્શકોનું મનોરંજન કર્યું.

  કૅટરીના કૈફ

  કૅટરીના કૈફ

  રણબીર કપૂર સાથે સગપણ કર્યાની અટકળો વચ્ચે કૅટરીના કૈફે કેટલાક ડાન્સ સ્ટેપ્સ મનીષને શીખવાડ્યા હતાં.

  પરિણીતી ચોપરા

  પરિણીતી ચોપરા

  વર્ષ 2014માં કંઈક ખાસ સફળતા ન મેળવી શકનાર પરિણીતી ચોપરાએ દર્શકોને પોતાના ડાન્સ પર થિરકવા મજબૂર કર્યાં.

  શાહિદ કપૂર

  શાહિદ કપૂર

  હૈદરમાં બ્રિલિયંટ પરફૉર્મન્સ આપનાર શાહિદ કપૂરે પણ ઉમંગ 2015માં ધૂમ મચાવી હતી.

  શાહિદ-રણવીર

  શાહિદ-રણવીર

  શાહિદ અને રમવીર સિંહે સ્ટેજ પર આઇકૉનિક ડાન્સ સ્ટેપ્સનું પ્રદર્શન કર્યુ હતું.

  પ્રિયંકા ચોપરા

  પ્રિયંકા ચોપરા

  પ્રિયંકા ચોપરા કાર દ્વારા સ્ટેજ પર આવ્યાં અને પોતાના ફૅમસ હિટ આયટમ સૉંગ્સ પણ નાચ્યાં.

  દીપિકા પાદુકોણે

  દીપિકા પાદુકોણે

  દીપિકાએ જ્યારે સ્ટેજ પર એન્ટ્રી મારી, ત્યારે તેઓ ક્વીન જેવા લાગતા હતાં.

  રણબીર કપૂર

  રણબીર કપૂર

  રણબીર કપૂરે પણ પોતાના ફિલ્મોના હિટ ગીતો પર સ્ટેજ હચમચાવી નાંખ્યું.

  સોનાક્ષી સિન્હા

  સોનાક્ષી સિન્હા

  બીજ ગાઉનમાં સોનાક્ષી સિન્હા ખૂબ જ ગોર્જિયસ લાગતા હતાં.

  અર્જુન કપૂર

  અર્જુન કપૂર

  અર્જુન કપૂરે તેવર ફિલ્મના સુપરમૅન... ગીત પર ડાન્સ કર્યો હતો.

  જૅકલીન ફર્નાન્ડીઝ

  જૅકલીન ફર્નાન્ડીઝ

  કિક બાદ રૉયમાં દેખાનાર જૅકલીન ફર્નાન્ડીઝે પણ પોતાની ફિલ્મોના ગીતો પર પગ થિરકાવ્યા હતાં.

  માધુરી દીક્ષિત

  માધુરી દીક્ષિત

  માધુરીએ કોઈ પરફૉર્મ ન કર્યું, પરંતુ તેમના સૌંદર્ય પર એંકર મનીષ ફિદા થઈ ગયા હતાં.

  આલિયા ભટ્ટ

  આલિયા ભટ્ટ

  પોતાની ડાન્સિંગ સ્કિલ્સ માટે જાણીતા આલિયા ભટ્ટે પણ સ્ટેજ ધમધમાવ્યુ હતું.

  સિદ્ધાર્થ મલ્હોત્રા

  સિદ્ધાર્થ મલ્હોત્રા

  બ્રધર્સ ફિલ્મમાં દેખાનાર સિદ્ધાર્થ મલ્હોત્રા પણ સ્ટેજ પર આવ્યા હતાં.

  ટાઇગર-ક્રિતી

  ટાઇગર-ક્રિતી

  હીરોપંતી સાથે ડેબ્યુ કરનાર ટાઇગર શ્રૉફ તથા ક્રિતી સૅનને ઉમંગ 2015માં હાજરી આપી હતી.

  તબ્બુ-શિલ્પા

  તબ્બુ-શિલ્પા

  એક સમયે બૉલીવુડના મોસ્ટ વૉન્ટેડ હીરોઇનો રહી ચુકેલી તબ્બુ અને શિલ્પા શેટ્ટી કંઇક ગુફ્તેગૂ કરતા જણાય છે.

  સુષ્મિતા સેન

  સુષ્મિતા સેન

  લાંબા સમયથી મોટા પડદેથી ગાયબ સુષ્મિતા સેને પણ ઉમંગ 2015માં હાજરી આપી હતી.

  અક્ષય-કંગના

  અક્ષય-કંગના

  કંગના રાણાવત અક્ષય કુમારની બાજુમાં બેઠા હતાં. કંગનાએ અક્ષય સાથે આજ સુધી કોઈ ફિલ્મ નથી કરી.

  સુશાંત સિંહ રાજપૂત

  સુશાંત સિંહ રાજપૂત

  ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની પર બનનાર ફિલ્મ એમ એસ ધોની અને ડિટેક્ટિવ બ્યોમકેશ બક્શીમાં દેખાનાર સુશાંત સિંહ રાજપૂતે પણ સ્ટેજ પર પરફૉર્મ કર્યુ હતું.

  વરુણ ધવન

  વરુણ ધવન

  ટી-શર્ટમાં સ્ટેજ પર પહોંચેલા વરુણ ધવને પોતાની ફિ્લમ બદલાપુરના ગીત પર ડાન્સ કર્યો હતો.

  કાજોલ

  કાજોલ

  કાજોલ દેખાય તો સ્ટનિંગ છે, પરંતુ લાગે છે કે તેઓ કંટાળા સાથે આ બધુ જોઈ રહ્યા હતાં, કારણ કે તેઓ ઑડિયંસમાં હતાં.

  સોનૂ સૂદ

  સોનૂ સૂદ

  હૅપ્પી ન્યુ ઈયર એક્ટર સોનૂ સૂદે સીસીએલ 2015માંથી આવ્યા બાદ ઉમંગ 2015માં પહોંચી પરફૉર્મન્સ આપ્યુ હતું.

  ડૅઝી શાહ

  ડૅઝી શાહ

  જય હો ફૅમ ડૅઝી શાહ પણ મોટા પડદાથી ગાયબ છે, પણ ઉમંગ 2015માં તેમણે પોતાના ગીત પર ડાન્સ કર્યો હતો.

  બ્રુના અબ્દુલ્લા

  બ્રુના અબ્દુલ્લા

  સુપર હૉટ મૉડેલ બ્રુના અબ્દુલ્લાએ ટ્રેડિશન આઉટફિટમાં ટિપિકલ ઇંડિયન બૉલીવુડ ફિલ્મના ગીત પર પરફૉર્મ કર્યુ હતું.

  સોફી ચૌધરી

  સોફી ચૌધરી

  સોફી પણ લાંબા સમયથી પડદા ઉપરથી ગાયબ છે, પરંતુ ઉમંગમાં તેમણે પણ પગ થિરકાવ્યા હતાં.

  ઇમરાન ખાન

  ઇમરાન ખાન

  છેલ્લે ગોરી તેરે પ્યાર મેં જેવી સુપર ફ્લૉપ ફિલ્મ આપનાર ઇમરાન ખાન સોનૂ સૂદ સાથે બેઠા હતાં.

  એલી અવરમ

  એલી અવરમ

  કપિલ શર્મા સાથેની આગામી ફિલ્મમાં દેખાનાર એલી અવરમે પણ ઉમંગ 2015માં ડાન્સિંગ ધૂમ મચાવી હતી.

  English summary
  Umang 2015, saw Shahrukh Khan, Hrithik Roshan and many other Bollywood celebrities perform and make the event for Mumbai police a big hit...

  For Breaking News from Gujarati Oneindia
  Get instant news updates throughout the day.

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more