Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Pics : ફરી ભાંગ્યો શાહરુખનો ખભો, બે અઠવાડિયા રેસ્ટ!

મુંબઈ, 24 જાન્યુઆરી : બૉલીવુડના બાદશાહ ખાન એટલે કે શાહરુખ ખાનની હાલત બરાબર નથી. એક્સ રે રિપોર્ટ મુજબ કિંગ ખાનના જમણા ખભાનુ હાડકુ ભાંગી ગયું છે. જોકે આ ફ્રેક્ચર સામાન્ય છે. તેથી શાહરુખના ફૅન્સે ચિંતા કરવાની જરૂર નથી. હાલ તબીબોએ શાહરુખને બે અઠવાડિયા સુધી આરામ કરવા કહ્યું છે. તેથી ફરાહ ખાન દિગ્દર્શિત હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મમાં શાહરુખનો ભાગ ધરાવતું શૂટિંગ હાલ પુરતુ રોકી દેવાયું છે.

નોંધનીય છે કે શાહરુખના ખભે સેટનો દરવાજો પડી ગયો હતો અને માથામાંથી થોડુક લોહી નિકળ્યુ હતું કે જેથી કિંગ ખાનને તરત નાણાવટી હૉસ્પિટલ લઈ જવાયા હતાં કે જ્યાં તેમની એમઆરઆઈ થઈ. તપાસમાં બધુ નૉર્મલ જ નિકળ્યું છે. તેથી જ તો શાહરુખ ખાન ઘરે જવાની જગ્યાએ ફરીથી શૂટિંગ સ્થળે પહોંચી ગયા હતાં. શાહરુખે ટ્વિટર પર પોતાની ઈજા અંગે ફૅન્સને વિશ્વાસ અપાવ્યો કે તેઓ ટુંકમાં જ સ્વસ્થ થઈ જશે. શાહરુખે ટ્વીટ કર્યું - કેટલાંક ટેસ્ટ્સ કરાવવાનાં છે. ઇંશા અલ્લાહ બધુ ઠીક થઈ જશે. કદાચ કેટલાંક ઘા છે. તે બતાવવાના છે, કારણ કે તેઓ કહે છે કે ઈજાના કોઈ નિશાન નહીં રહેવા જોઇએ.

હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મ ફરાહ ખાન દિગ્દર્શિત કરી રહ્યાં છે, તો ફિલ્મનું નિર્માણ શાહરુખ ખાનની કમ્પની રેડ ચિલીઝ કરી રહી છે. ફિલ્મમાં દીપિકા પાદુકોણે, અભિષેક બચ્ચન, બોમન ઈરાની તથા સોનૂ સૂદ પણ છે. ફિલ્મ દીવાળીએ એટલે કે 23મી ઑક્ટોબરે રિલીઝ થવાની છે.

ખભે ફ્રેક્ચર

ખભે ફ્રેક્ચર

શૂટિંગ વખતે કિંગ ખાનને ઈજા તો થઈ, પણ તેઓ હવે સાજા છે. તેમની ઈજા સામાન્ય જણાઈ છે. એક્સ-રે રિપોર્ટમાં જણાવ્યા મુજબ તેમના ખભે ફ્રેક્ચર થયું છે કે જે સામાન્ય છે. બે અઠવાડિયા આરામ કરવો પડશે.

જલ્દીથી સાજા થશે

જલ્દીથી સાજા થશે

પોતાની ઈજા અંગે શાહરુખે જણાવ્યું કે તેઓ જલ્દીથી સાજા થઈ જશે.

શાહરુખ-દીપિકા

શાહરુખ-દીપિકા

હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મમાં શાહરુખ-દીપિકાની જોડી ફરી આવી રહી છે.

મિત્રની ફિલ્મ

મિત્રની ફિલ્મ

હૅપ્પી ન્યુ ઈયરના દિગ્દર્શક ફરાહ ખાન છે કે જે શાહરુખના મિત્ર છે.

દીવાળીએ રિલીઝ

દીવાળીએ રિલીઝ

હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મ દીવાળીએ એટલે કે 23મી ઑક્ટોબરે રિલીઝ થવાની છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X