શાહરુખની ઇફ્તાર પાર્ટીમાં હાજરી આપશે સલમાન?
મુંબઈ, 1 ઑગસ્ટ : સાંભળતા વિચિત્ર લાગશે, પણ સાચુ એ જ છે કે બૉલીવુડના બાદશાહે બૉલીવુડના દબંગ સલમાન ખાનને પોતાના ઘરે રોજા ઇફ્તાર પાર્ટીનું આમંત્રણ મોકલ્યું છે. શાહરુખની આ ઇફ્તાર પાર્ટી દુબઈ ખાતે આવેલ તેમના ઘેર યોજાશે કે જેમાં સલમાન આવશે કે કેમ? તે અંગે રહસ્ય જળવાઈ રહેલું છે.

નોંધનીય છે કે તાજેતરમાં જ કોંગ્રેસ ધારાસભ્ય બાબા સિદ્દીકીએ આપેલી ઇફ્તાર પાર્ટીમાં કિંગ ખાન અને દબંગ એક-બીજાને ભેંટ્યા હતાં અને બૉલીવુડમાં આ સૌથી મોટા બ્રેકિંગ ન્યુઝ બન્યા હતાં. જોકે શાહરુખ ખાન દ્વારા સલમાન ખાનને આમંત્રણ આપવાથી સ્પષ્ટ થઈ ગયું છે કે બંને હવે ઝગડો ખતમ કરવા તત્પર છે.
શાહરુખ ખાન આ ઇફ્તાર પાર્ટી સરોગેટ ચાઇલ્ડ અબરામના પપ્પા બનતાં અને ઘણા વખત બાદ ઈદ ઉપર તેમની ફિલ્મ રિલીઝ થવાના ઉપલક્ષ્યમાં યોજી રહ્યાં છે. સામાન્ય રીતે સલમાન ખાન પોતાની ફિલ્મો ઈદ પ્રસંગે રિલીઝ કરતા હતાં, પણ સલમાનની કોઈ ફિલ્મ આ વર્ષે રિલીઝ નથી થઈ રહી, જ્યારે શાહરુખની ચેન્નઈ એક્સપ્રેસ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે કે જેમાં દીપિકા પાદુકોણે તેમના હીરોઇન છે.












Click it and Unblock the Notifications
