ડૉંટ વરી ફૅન્સ... શાહરુખ ઇઝ ફાઇન, કામે પરત ફર્યાં!
મુંબઈ, 24 જાન્યુઆરી : હા જી. શાહરુખના ફૅન્સને પરેશાન થવાની જરૂર નથી. શાહરુખ ખાન એકદમ સાજા છે અને ઘરી આવી ચુક્યાં છે. આ મૅસેજ શાહરુખ ખાનની ઑફિસ તરફથી જારી કરવામાં આવ્યો છે. મૅસેજમાં કહેવામાં આવ્યું છે કે શાહરુખ ખાનને ફરાહ ખાન દિગ્દર્શિત હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મના સેટ ઉપર ઈજા પહોંચી હતી.

નોંધનીય છે કે આજે બપોરે બે વાગ્યે જેવા સમાચાર આવ્યાં કે શાહરુખ ખાન ઈજાગ્રસ્ત થઈ ગયાં છે, તેમના ફૅન્સ ચિંતિત બની ગયા હતાં. એટલું જ નહીં, શાહરુખના ફૅન્સ નાણાવટી હૉસ્પિટલની બહાર પણ ઉમટી પડ્યા હતાં. શાહરુખ ખાન હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મમાં કામ કરી રહ્યાં છે કે જે 23મી ઑક્ટોબરે રિલીઝ થવાની છે. ફિલ્મમાં દીપિકા પાદુકોણે અને અભિષેક બચ્ચન તેમજ બોમન ઈરાની પણ છે.












Click it and Unblock the Notifications
