New Pics: ભૂજમાં શાહરૂખ, નવાઝે કરી રઇસની શૂટિંગ, ફેન્સે પાડ્યા સેલ્ફી
ગુજરાતના કચ્છ પાસે આવેલા ભૂજના આંતરિયાળ વિસ્તારોમાં હાલ બોલીવૂડના સુપરસ્ટાર શાહરૂખ ખાનની ફિલ્મ રઇઝની શૂટિંગ ચાલી રહી છે. ત્યારે આ શૂટિંગના કેટલાક એક્સક્યૂઝિવ અને નવા ફોટો અમારા હાથે લાગ્યા છે. જેમાં શાહરૂખ ખાનના ફેન્સે પણ શાહરૂખ ખાન સાથે મન મૂકીને ફોટા પડાવ્યા છે તો વળી આ ફિલ્મમાં શાહરૂખના પાત્ર અને ફિલ્મની સ્ટોરી સાથે જ કલાકારોના ગેટએપ અંગે પણ અનેક રસપ્રદ જાણકારી બહાર આવી છે.
જો કે એક બાજુ જ્યાં વી.એસ.પી દ્વારા અસહિષ્ણુતાના મુદ્દે શાહરૂખ ખાનની ટિપ્પણીના કારણે વિવાદ થઇ રહ્યો છે અને ફિલ્મનું શૂટિંગ અટકાવાની વાત કરવામાં આવી રહી છે ત્યાં જ બીજી તરફ આ ફિલ્મના પ્રોડ્યૂસરે ગુજરાત સરકાર અને પોલિસ વિભાગનો આભાર માન્યો છે તેમના સતત સહયોગ માટે. ત્યારે ગુજરાતના ભૂજમાં શૂટિંગ કરી રહેલા બોલીવૂડ બાદશાહ શાહરૂખ ખાનને રોયલ અંદાજ, શૂટિંગના દ્રશ્યોના ફોટા અને ફિલ્મની કેટલીક રસપ્રદ વાતો જાણવા માટે ક્લીક કરો નીચેનો આ ફોટોસ્લાઇડર...

"મિયાંભાઇ" શાહરૂખનું નામ
ફિલ્મમાં શાહરૂખ ખાન મિયાંભાઇ નામના એક બુટલેગરનો કિરદાર ફિલ્માવી રહ્યા છે. ત્યારે ભૂજ પાસે આ રઇસના મિયાંભાઇના વેશમાં ઉભેલા બોલીવૂડ સુપર સ્ટાર શાહરૂખ ખાન.

નવાઝુદ્દીન સિદ્દીકી છે સુપરકોપ
તો આ ફિલ્મમાં પોલીસની મહત્વની ભૂમિકા ભજવનાર નવાઝુદ્દીન સિદ્દીકી તેમના ફિલ્મી ગેટએપમાં કંઇક આવા લાગે છે.

શાહરૂખ ખાન
તો આ છે ગુજરાતના ભુજમાં ફિલ્મ રઇસની શૂટિંગની અન્ય ખાસ તસવીરો. જો કે શાહરૂખ ખાન આ તસવીરમાં રફટફ લૂકમાં દેખાઇ રહ્યા છે.

શાહરૂખે કર્યા ફેન્સને ખુશ
તો બીજી તરફ શાહરૂખ ખાને ત્યાં હાજર તેમના ફેન્સની સાથે ફોટો પડાવીને તેમની પણ કર્યા હતા ખુશ.

ફેન્સ સાથે શાહરૂખ
તો આ ફોટોમાં બોલીવૂડના સુપર સ્ટાર કોઇ કરીયાણાની દુકાનમાં ઉભેલા ફોટા પડાવી રહ્યા હોય તેવું લાગે છે.

શાહરૂખની વેન સાથે ફોટો
તો શાહરૂખ ખાનની વેન સાથે ઊભા રહીને પણ શાહરૂખ ખાનના કેટલાક ફેન્સે ફોટા પડાવ્યા હતા. હવે શાહરૂખ ખાન ના સહીં તેની વાન જ સહી.

રઇસનો વિરોધ
જો કે શાહરૂખ ખાનના અસહિષ્ણુતાની ટિપ્પણીના કારણે ભૂજમાં વી.એચ.પી દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો હતો. અને શૂટિંગ કેન્સલ કરાવાની મામલતદાર જોડે અરજી કરાઇ હતી.

ફિલ્મના પ્રોડ્યૂસરે માન્યો આભાર
જો કે બીજી તરફ રઇસ ફિલ્મના પ્રોડ્યૂસરે સોશ્યલ મીડિયા પર ટ્વિટ કરીને કહ્યું છે કે તેમને રાજ્ય સરકાર અને ગુજરાત પોલિસ તરફથી સંપૂર્ણ સહકાર અને સહાય મળી રહ્યા છે અને ભુજમાં રાબેતા મુજબ શૂટિંગ થઇ રહી છે. જે માટે તે સત્તાને પોલિસના આભારી છે.
-
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?










Click it and Unblock the Notifications
