સુપર સ્ટાર શાહરૂખ ખાનનું આ દુ:ખ કોઇ નથી સમજતું, જાણો શું?

Posted By:
Subscribe to Oneindia News

શાહરૂખ ખાન બોલીવૂડથી છે ખફા. જે ઇન્ડસ્ટ્રીએ તેના નામ અને ઓળખ આપી તેની જ એક નીતિ પર શાહરૂખ ખાનને આવ્યો છે, ગુસ્સો. એટલું જ નહીં બોલીવૂડના શાહરૂખ ખાનના ગુસ્સાનું કારણ અક્ષય કુમારથી લઇને રિતિક રોશન સુધી જેવા મોટા સ્ટાર પણ છે. તે વાત તો બધા જ જાણે છે કે શાહરૂખ ખાન અને અનુષ્કા શર્માની જબ હેરી મેટ સેજલ અને અક્ષય કુમાર અને ભૂમિ પેડનેકરની ફિલ્મ ટોયલેટ એક પ્રેમ કથા પહેલા એક જ દિવસે રિલિઝ થવાની હતી. પણ આ ક્લેશ ટળી ગઇ છે. હવે શાહરૂખ ખાન સ્ટાર્રર ફિલ્મ 4 ઓગસ્ટે રિલિઝ થવાની છે. ત્યારે શાહરૂખ ખાને આ ક્લેશ અંગે આ મોટું નિવેદન આપ્યું છે.

શાહરૂખ ખાનનું નિવેદન

શાહરૂખ ખાનનું નિવેદન

શાહરૂખ ખાને કહ્યું છે કે તે હંમેશા પ્રયાસ કરે છે કે તેમની ફિલ્મની રિલિઝ વખતે અન્ય કોઇ ફિલ્મ સાથે તેમની ફિલ્મ ક્લેશ ના થાય. અને બને તો બેમાંથી કોઇ એક ફિલ્મ પાછળ હટી જાય. તેમણે કહ્યું કે ક્લેશ વખતે હું બધા જોડે વાત કરું છું. પણ કોઇ પણ પાછળ હટવા માટે તૈયાર જ નથી થતું. કોઇને આ વસ્તુ સમજવી જ નથી.

શાહરૂખ અને અક્ષય

શાહરૂખ અને અક્ષય

ઉલ્લેખનીય છે કે શાહરૂખ ખાન અને અક્ષય કુમારની ફિલ્મ ક્લેશ થવાની હતી. પણ હવે શાહરૂખ ખાનની ફિલ્મ 4 ઓગસ્ટે રિલિઝ થાય છે. જે પર શાહરૂખ ખાને કહ્યું કે તેમની ફિલ્મ રક્ષાબંધન વીકેન્ડ પર રિલિઝ થવાની છે જેનો ફાયદો તેમને મળશે સાથે જ આવનારા વીક સુધી પણ આ ફિલ્મ ચાલે તેવી દમદાર છે માટે બીજા વીકેન્ડ પણ તેમની ફિલ્મ જોરદાર કમાણી ચોક્કસથી કરશે.

શાહરૂખ અને હૃતિક રોશન

શાહરૂખ અને હૃતિક રોશન

જો કે આવું પહેલી વાર નથી બન્યું આ પહેલા શાહરૂખ ખાનની રઇઝ અને હૃતિક રોશનની કાબિલ પણ ક્લેશ વોરમાંથી પસાર થઇ ચૂકી છે. જેના કારણે રાકેશ રોશન, હૃતિક રોશન અને શાહરૂખ ખાનના સંબંધો પણ તીરાડ પડી હતી. અને મીડીયામાં પણ આ ત્રણેયના નિવેદનો ચર્ચાનું પાત્ર બન્યા હતા.

હિટ અને ફ્લોપ

હિટ અને ફ્લોપ

જો કે બોલીવૂડના ઇતિહાસ પર એક નજર કરીએ તો આ પહેલા પણ અનેકવાર મેગા સ્ટારની ફિલ્મો એક બીજા સાથે ક્લેશ થઇ છે. પણ તેવામાં કોઇ એક ફિલ્મ ચાલી ગઇ છે અને કોઇ એક ફિલ્મને નિષ્ફળતાનો સ્વાદ ચાખવો પડ્યો છે. ધણીવાર તેવું પણ બન્યું છે બન્ને ફિલ્મો પોત પોતાની રીતે સારી ચાલી હોય. સિંધમ, પીપળી લાઇવ્સ જેવી અનેક ફિલ્મો આ વાતનું ઉદાહરણ છે.

English summary
Shahrukh Khan opens up on clashing with Akshay Kumar.
Please Wait while comments are loading...