For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અનુષ્કાની નજીક અને કૅટથી દૂર-દૂર રહ્યાં શાહરુખ

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 30 ઑક્ટોબર : યશ ચોપરાની બહુપ્રતીક્ષિત જબ તક હૈ જાન ફિલ્મ 13મી નવેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મના પ્રમોશન શરૂ થઈ ગયાં છે. આજ શ્રેણીમાં ફિલ્મના લીડ કલાકારો સોમવારે પ્રેસ કૉન્ફ્રેંસમાં મીડિયા સામે આવ્યાં, પરંતુ આ પ્રેસ કૉન્ફ્રેંસમાં એક બાજુ શાહરુખ ખાન, કૅટરીના કૈફ અને અનુષ્કા શર્માએ ફિલ્મના પાસાઓ અંગે ચર્ચા કરી, તો બીજી બાજુ એક ખાસ વાત જોવા મળી.

Katrina-Shahrukh-Anushka

આ પ્રેસ કૉન્ફ્રેંસમાં કિંગ ખાન કૅટરીના કરતાં અનુષ્કાની વધુ નજીક દેખાયાં. શાહરુખે અનુષ્કા અંગે જણાવ્યું કે તેઓ ખૂબ જ સારાં અને મહેનતું છોકરી છે. તેઓ સૌને બહુ પ્રેમ અને ખુશીપૂર્વક મળે છે. તે ખૂબ જ સારી રીતે પોતાની લાઇન્સ બોલતા હતાં. અનુષ્કા સાથે કામ કરવાની મજા આવી ગઈ. તેમની સાથે રીટેક ઓછા આપવાં પડે છે. તે બહુ સુંદર છે અને તેમનું સ્માઇલ મને બહુ જ ગમે છે.

જ્યારે કૅટરીના અંગે કિંગ ખાને ખચકાતાં જણાવ્યું કે કૅટને પોતાની લાઇન્સ બોલતાં ઘણો સમય લાગે છે. જોકે કૅટરીનાના વાળ અને નાક બહુ જ સારાં છે. પછી શાહરુખે કૅટ માટે કઈં જ ન કહ્યું અને તેમનું આખું ધ્યાન અનુષ્કા શર્માના ગુણગાન કરવામાં લાગેલું હતું. તેનાથી સિદ્ધ થાય છે કે શાહરુખ કૅટરીનાના વખાણ કરી સલમાન ખાન સાથે પંગો લેવા નથી માંગતાં.

જોકે આ પ્રેસ કૉન્ફ્રેંસમાં કૅટે શાહરુખને કિસ પણ કરી હતી, પરંતુ છતાંય કિંગ ખાન કૅટથી દૂર-દૂર જ દેખાયાં.

આપને જણાવી દઇએ કે આ લવ સ્ટોરીમાં પહેલી વાર પડદા ઉપર શાહરુખ અને કૅટરીના એક સાથે નજરે પડશે. ફિલ્મમાં અનુષ્કા શર્મા પણ છે. સંગીત એ. આર. રહેમાન અને ગીત ગુલઝારનાં છે.

English summary
Shahrukh Khan praises Anushka Sharma, neglects Katrina Kaif in press conference to promote their film Jab Tak Hai Jaan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X