ફિલ્મ 'પઠાન'થી વાયરલ થયો દીપિકાનો હૉટ અવતાર, 'બેશરમ રંગ' વરસાવવા માટે આવી રહી છે મસ્તાની

શાહરુખ ખાને પોતાની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ 'પઠાન'થી 'બેશરમ રંગ' ગીતનુ પોસ્ટર શેર કર્યુ છે. જેમાં દીપિકા પાદુકોણનો સુપર હૉટ અવતાર જોવા મળી રહ્યો છે.

Pathan Film: શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ 'પઠાન'ની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. ફિલ્મમાં જૉન અબ્રાહમ પણ જોવા મળશે. હાલમાં ફિલ્મમાંથી દીપિકાના અપકમિંગ સૉંગનુ એક પોસ્ટર જારી થયુ છે. જેમાં દીપિકા મોનોકનીમાં ખૂબ જ હૉટ લાગી રહી છે. દીપિકાનો લુક જોઈને ફેન્સ ગીત જોવા માટે આતુર થઈ રહ્યા છે. શાહરુખ ખાને આ પોસ્ટર જાહેર કરીને માહિતી આપી કે 'બેશરમ રંગ' ટૂંક સમયમાં દર્શકો વચ્ચે આવવાનુ છે.

દીપિકા પાદુકોણનો હૉટ અને સેક્સી અવતાર

દીપિકા પાદુકોણનો હૉટ અને સેક્સી અવતાર

સહુ કોઈ જાણે છે કે દીપિકા પાદુકોણની ફેન ફોલોઈંગ મિલિયનમાં છે. હવે તે શાહરુખ ખાન સાથે પઠાનમાં જોવા મળશે. પઠાન ફિલ્મ 25 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. જેમ ફિલ્મની રિલીઝ ડેટ નજીક આવી રહી છે તેમ લોકોને ફિલ્મ સાથે જોડાયેલી દરેક વાત જાણવાની આતુરતા હોય છે. આ દરમિયાન ફિલ્મનુ એક અપકમિંગ સૉંગનુ પોસ્ટર જાહેર થયુ છે. જેમાં દીપિકા પાદુકોણ ખૂબ જ હૉટ અને સેક્સી લાગી રહી છે.

12 ડિસેમ્બરે રિલીઝ થશે 'બેશરમ રંગ' ગીત

12 ડિસેમ્બરે રિલીઝ થશે 'બેશરમ રંગ' ગીત

દીપિકાના 'બેશરમ રંગ' ગીતનુ પોસ્ટર શેર કરતા શાહરૂખ ખાને કહ્યુ કે બેશરમ રંગનો સમય આવી ગયો છે. આ ગીત 12 ડિસેમ્બરે રિલીઝ થશે. આ પોસ્ટરમાં દીપિકા પાદુકોણે મોનોકિની પહેરી છે અને તે ખૂબ જ હૉટ લાગી રહી છે.

પઠાન ફિલ્મ 25 જાન્યુઆરીએ રિલીઝ થશે

પઠાન ફિલ્મ 25 જાન્યુઆરીએ રિલીઝ થશે

ફિલ્મ પઠાણમાં શાહરૂખ ખાનની આ ફિલ્મ સિદ્ધાર્થ આનંદે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મમાં કિંગ ખાન ઉપરાંત જોન અબ્રાહમ અને દીપિકા પાદુકોણ પણ જોવા મળશે. આ ફિલ્મનુ શૂટિંગ 8 દેશોમાં કરવામાં આવ્યુ છે. તેનુ બજેટ લગભગ 250 કરોડ હોવાનુ કહેવાય છે. ફિલ્મનુ પ્રોડક્શન આદિત્ય ચોપરા દ્વારા કરવામાં આવ્યુ છે.

શાહરુખનના આગામી પ્રોજેક્ટ્સ

શાહરુખનના આગામી પ્રોજેક્ટ્સ

શાહરૂખ ખાનના આગામી પ્રોજેક્ટ્સમાં 'પઠાન' ફિલ્મ આવતા વર્ષે 25 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મને સિદ્ધાર્થ આનંદ ડિરેક્ટ કરી રહ્યા છે. શાહરૂખ ખાન છેલ્લે ફિલ્મ 'ઝીરો'માં જોવા મળ્યો હતો.

દીપિકાના આગામી પ્રોજેક્ટ્સ

દીપિકાના આગામી પ્રોજેક્ટ્સ

દીપિકા પાદુકોણ છેલ્લે ફિલ્મ 'ગેહરાઈયાં'માં જોવા મળી હતી. ફિલ્મને દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો. અભિનેત્રીના આગામી પ્રોજેક્ટ્સની વાત કરીએ તો તે પ્રભાસ સાથે 'પ્રોજેક્ટ કે', ઋતિક રોશન સાથે 'ફાઇટર', અમિતાભ બચ્ચન સાથે 'ધ ઈન્ટર્ન' અને શાહરૂખ ખાન અને જોન અબ્રાહમ સાથે 'પઠાન'માં જોવા મળશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X