Pathaan વિવાદ પર શાહરુખ ખાને તોડ્યુ મૌન, કહ્યુ - દુનિયા ભલે ગમે તે કરી લે..

શાહરુખ ખાને કોલકત્તા ફિલ્મ ફેસ્ટીવલ દરમિયાન પઠાન ફિલ્મ વિશે ચાલી રહેલા વિવાદ અંગે વાત કરી. જાણો શું કહ્યુ.

Shahrukh Khan On Pathaan Controversy: બૉલિવુડના સુપરસ્ટાર શાહરુખ ખાન 4 વર્ષના લાંબા બ્રેક પછી ફિલ્મ પઠાનથી કમબેક કરવા જઈ રહ્યા છે ત્યારે છેલ્લા ઘણા દિવસોથી ફિલ્મને લઈને વિવાદ ચાલી રહ્યો છે. હવે અભિનેતાએ આ મુદ્દે પોતાનુ મૌન તોડ્યુ છે અને કોલકત્તા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલમાં કિંગ ખાને હજારોની ભીડ વચ્ચે સોશિયલ મીડિયા પર ફેલાયેલી નિગેટિવિટી વિશે વાત કરી છે.

શાહરુખ ખાને કહ્યુ - દુનિયા ભલે ગમે તે કરી લે...

શાહરુખ ખાને કહ્યુ - દુનિયા ભલે ગમે તે કરી લે...

શાહરુખ ખાને કહ્યુ કે દુનિયા ભલે ગમે તે કરી લે, તમે, હું અને આપણા જેવા લોકો હંમેશા પૉઝિટિવ રહીશુ. તમને જણાવી દઈએ કે કોલકત્તા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલનુ ઉદ્ઘાટન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની ઉપસ્થિતિમાં થયુ. ઈવેન્ટમાં અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, રાની મુખર્જી સહિત ઘણા બૉલિવુડ કલાકારો સામેલ થયા. શાહરુખ ખાને આ પ્રસંગે એક સ્પીચ આપી. જેનો એક ભાગ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

સિનેમાએ હવે વધુ મહત્વની ભૂમિકા ભજવવાની છે

સિનેમાએ હવે વધુ મહત્વની ભૂમિકા ભજવવાની છે

શાહરૂખ ખાને પોતાની સ્પીચમાં સોશિયલ મીડિયા પરની નેગેટિવિટી પર ટિપ્પણી કરતા કહ્યુ, 'આપણા સમયના સામૂહિક નરેટીવને સોશિયલ મીડિયા દ્વારા આકાર આપવામાં આવ્યો છે. સોશિયલ મીડિયાના પ્રસારથી સિનેમા પર નકારાત્મક અસર પડશે તેવી માન્યતાની વિરુદ્ધ મારુ માનવુ છે કે સિનેમાએ હવે વધુ મહત્વની ભૂમિકા ભજવવાની છે. સોશિયલ મીડિયા ઘણી વખત સંકીર્ણતાથી પ્રેરિત હોય છે. ક્યાંકને ક્યાંક નેગેટિવિટી સોશિયલ મીડિયાની ખપત વધારે છે અને આ રીતે તેનો બિઝનેસ પણ વધે છે. આ પ્રકારની માનસિકતા નરેટીવને વિભાજનકારી અને વિનાશકારી બનાવે છે.'

એ વાત કહેવામાં મને કોઈ વાંધો નથી કે દુનિયા

એ વાત કહેવામાં મને કોઈ વાંધો નથી કે દુનિયા

શાહરુખ ખાને જતાં-જતાં તેની રમુજી શૈલીમાં કહ્યુ, 'હું તમને ઘણા સમયથી મળી શક્યો નથી પરંતુ હવે દુનિયા સામાન્ય થઈ ગઈ છે. આપણે બધા ખુશ છીએ. હું સૌથી વધુ ખુશ છુ. એ વાત કહેવામાં મને કોઈ વાંધો નથી કે દુનિયા ભલે કંઈ પણ કરી લે...હું અને તમે લોકો જેટલા પણ પૉઝિટિવ લોકો છે... બધા જીવંત છીએ...'

શું છે વિવાદ

પઠાણનુ ગીત "બેશરમ રંગ" બહાર આવતાની સાથે જ ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગયું હતું, પરંતુ તેની સાથે જ સોશિયલ મીડિયા પર ફિલ્મના બહિષ્કારની માંગ પણ ઉઠવા લાગી હતી. કેમ... કારણ કે ગીતમાં એક સમયે દીપિકાએ કેસરી રંગની બિકીની પહેરી છે. લોકો કહે છે કે દીપિકાના કપડાંનો રંગ કેસરી છે અને ગીતનું નામ છે 'બેશરમ રંગ'. ભગવો રંગ ઘણીવાર હિંદુ ધર્મ સાથે સંકળાયેલો હોવાથી, કેટલાકે તેને હિંદુ લાગણીઓ માટે અપમાનજનક ગણાવ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X