ટ્વિટર પર શાહરુખને શુભેચ્છાઓનો અવિરત પ્રવાહ

મુંબઈ, 2 નવેમ્બર : બૉલીવુડના કિંગ ખાન એટલે કે શાહરુખ ખાનનો આજે 47મો જન્મ દિવસ છે. તેમના જન્મ દિવસે તેમના શુભેચ્છાઓ આપવા સમગ્ર મુંબઈ શહેર તેમના બંગલે મન્નત સામે એકઠું પહોંચી રહ્યું છે. દરેક વ્યક્તિ શાહરુખના જન્મ દિવસે તેમની એક ઝલક પામવા માંગે છે. ટ્વિટર પર પણ તેમના ફૅન્સ અને બૉલીવુડ હસ્તીઓએ તેમના જન્મ દિવસે આજનો ટ્રેન્ડ બનાવી રાખ્યું છે હૅપ્પી બર્થ ડે શાહરુખ ખાન.

ટેલીવિઝન હોય કે ફેસબુક હોય કે ટ્વિટર. દરેક જગ્યાએ શાહરુખ છવાયેલાં છે અને છવાય પણ કેમ નહિં? આજે તેમનો જન્મ દિવસ છે. જોકે શાહરુખ ખાન આજનો દિવસ બહુજ શાંતિથી ઉજવી રહ્યાં છે. તેમણે આ વર્ષે પોતાના જન્મ દિવસે કોઈ મોટી પાર્ટીનું આયોજન કર્યુ નથી, કારણ કે થોડાંક દિવસ અગાઉ તેમના પિતાતુલ્ય યશ ચોપરાનું નિધન થયું છે. યશજી જતાં શાહરુખ ખૂબ જ દુઃખી છે, કારણ કે બૉલીવુડમાં રોમેન્ટિક હીરોની તેમની ઈમેજ બનાવવામાં યશ ચોપરાનો મોટો ફાળો હતો. યશજીની ફિલ્મોથી જ શાહરુખ બૉલીવુડના કિંગ ખાન બની શક્યાં છે.

ગઈકાલે ઐશ્વર્યા રાયે પણ પોતાનો 39મો જન્મ દિવસ ઉજવ્યો. ઐશ પણ શાહરુખને શુભેચ્છા આપવા મન્નત પહોંચ્યાં છે. શાહરુખ ગઈકાલ રાતથી જ ટેલીવિઝન તેમજ રેડિયો ચૅનલ્સ ઉપર છવાયેલાં છે. બધા તેમનું ઇન્ટરવ્યૂ લેવા પહોંચ્યાં છે.

આવો હવે જોઇએ ટ્વિટર પર કયાં-કયાં લોકોએ બાદશાહ શાહરુખને શુભેચ્છાઓ પાઠવી છે.

ક્રેક છતાં સારું ઇંડું - ફરાહ

ક્રેક છતાં સારું ઇંડું - ફરાહ

શાહરુખ, કરણ જૌહર તેમજ ફરાહ ખાનની તિકડી કાયમ ચર્ચામાં રહી છે. ફરાહ અને શાહરુખ કાયમ નજીકના મિત્રો રહ્યાં છે. જોકે થોડાંક સમય પહેલાં ફરાહ અને શાહરુખ વચ્ચે કેટલીક ગેરસમજ ઊભી થઈ હતી, પરંતુ બંનેએ ફરીથી દોસ્તીનો હાથ થામી લીધો. ફરાહે ટ્વિટર પર લખ્યું - હૅપ્પી વાલા બર્થ ડે શાહરુખ ખાન કો. એક મિત્ર કે જે તમે ક્રેક થઈ જાઓ, છતાં કાયમ એમ જ માને છે કે આપ એક બહુ સારું ઈંડું છો.

નેશનને પોતાથી પ્રેમ કરવા મજબૂર કર્યો - કરણ

નેશનને પોતાથી પ્રેમ કરવા મજબૂર કર્યો - કરણ

શાહરુખના બીજા નજીકના મિત્ર છે કરણ જૌહર. કરણ અને શાહરુખનો તો ચોલી-દામન જેવો સાથ છે. તેમની મિત્રતાનાં દૃષ્ટાંતો અપાય છે. કરણ પોતાની સફળતાનો શ્રેય કાયમ શાહરુખને આપે છે. કરણે લખ્યું - તેવા માણસને જન્મ દિવસની શુભેચ્છાઓ કે જેણે સમગ્ર નેશનને પોતાનાથી પ્રેમ કરવા મજબૂર કર્યાં. મારો ઢગલોબંધ પ્રેમ કાયમ.

પ્રેમ કરવો સૌથી સુંદર બાબત - રીતેશ

પ્રેમ કરવો સૌથી સુંદર બાબત - રીતેશ

રીતેશ દેશમુખ પણ શાહરુખની ખૂબ જ નજીક રહ્યાં છે. તેમણે લખ્યું - શાહરુખ એક એવો માણસ છે કે જેણે કાયમ મને અહેસાસ કરાવ્યું કે પ્રેમ કરવું દુનિયાની સૌથી સુંદર બાબત છે. તેમને જન્મ દિવસની ખૂબ-ખૂબ શુભેચ્છાઓ. ખૂબ પ્રેમ અને હગ.

મળવાનું કદીય વિચાર્યુ નહોતું - દીયા

મળવાનું કદીય વિચાર્યુ નહોતું - દીયા

બહુ ઓછા લોકોને ખબર છે કે દીયા મિર્ઝા અને શાહરુખ પણ ખૂબ સારાં મિત્રો છે. દીયાએ લખ્યું - હૈદરાબાદ ખાતે રહેનાર એક નાનકડી છોકરી કે જેણે ડીડીએલજે અનેક વાર જોઈ હતી. તેણે ક્યારેય વિચાર્યુ પણ નહોતું કે તે શાહરુખ ખાન સાથે ક્યારેક એકલી મળશે. થૅંક યૂ શાહરુખ મારા જીવનની ઘણી બધી પળો ખૂબસૂરત બનાવવા માટે. હૅપ્પી બર્થ ડે.

વધુ ઊંચાઇઓ સ્પર્શો - ફરહાન

વધુ ઊંચાઇઓ સ્પર્શો - ફરહાન

ફરહાન અખ્તરે લખ્યું - શાહરુખને જન્મ દિવસની હાર્દિક શુભેચ્છા. આશા કરૂ છું કે આપ વધુ ઊંચાઇઓ સ્પર્શો.

સૌથી વધુ રોશન સિતારો - બરખા

સૌથી વધુ રોશન સિતારો - બરખા

ટેલીવિઝન રિપોર્ટર બરખા દત્ત પણ શાહરુખના ફૅન છે. તેમણે લખ્યું - તમામ સિતારાઓમાં સૌથી વધુ રોશન સિતારા શાહરુખને જન્મ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

જબ તક હૈ જાન - શર્લિન

જબ તક હૈ જાન - શર્લિન

બૉલીવુડની પ્લે ગર્લ શર્લિન ચોપરાએ લખ્યું - ઉગતા સૂરજ રૌશની દે આપકો, દેને વાલા ખુશિયાઁ દે આપકો, યે દિલ દેતા હૈ સદા હી દુઆ આપકો ઔર દેતા રહેગા જબ તક હૈ જાન.

હૅપ્પી બર્થ ડે ભાઈ - કુંદ્રા

હૅપ્પી બર્થ ડે ભાઈ - કુંદ્રા

શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસ ટાઇકૂન રાજ કુંદ્રાએ શાહરુખને જન્મ દિવસની શુભેચ્છા પાઠવતાં લખ્યું - હૅપ્પી બર્થ ડે શાહરુખ ભાઈ. આપ જેને પણ મળો છો, તેમને પોતાનો પ્રેમ આપો છો. દુઆ કરૂં કે ખુદા આપને ખૂબ પ્રેમ અને સફળતા આપે.

ઐશ-અભિ વહેલી સવારે 4 વાગ્યે પહોંચ્યાં

ઐશ-અભિ વહેલી સવારે 4 વાગ્યે પહોંચ્યાં

અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય પણ શાહરુખ ખાનના ખૂબ સારા મિત્રો છે. શાહરુખને જન્મ દિવસની શુભેચ્છા આપવા આ બંને તેમના ઘરે મન્નત પહોંચ્યાં. તે પણ વહેલી સવારે 4 વાગ્યે. શાહરુખે ગઈકાલે ઐશ્વર્યા રાયને તેમના 39મા જન્મ દિવસે ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી.

થૅંક્સ ટુ ઑલ - શાહરુખ

થૅંક્સ ટુ ઑલ - શાહરુખ

શાહરુખ ખાને આટલી બધી શુભેચ્છાઓ પામ્યા બાદ સૌનો આભાર વ્યક્ત કર્યો અને લખ્યું - ખૂબ સારું લાગી રહ્યું છે ચૅનલ્સ તેમજ રેડિયો પર ઇન્ટરવ્યૂ આપવું. તેમની કેક અને ગિફ્ટ્સ જોઇ ખૂબ ખુશી થઈ રહી છે. થૅંક્સ ટુ ઑલ. જન્મ દિવસનો પેસ્ટ પાર્ટ છે મારી નવી બજાજ કેટીએમ મોટર સાયકલ પર પોતાના પુત્ર સાથે વહેલી સવારની રાઇડ અને પોતાના બેડ પર પોતાની પુત્રી દ્વારા મુકાયેલું બર્થ ડે કાર્ડ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X