B'day Celebration : શાહરુખે માંગી દુઆ, ‘સૌને શાહરુખ જેવી જિંદગી મળે...’
મુંબઈ, 3 નવેમ્બર : બૉલીવુડનો એક ટ્રેંડ જેવો બની ગયો છે કે દરેક સ્ટાર પોતાના જન્મ દિવસે માત્ર પોતાના સંબંધીઓ કે મિત્રો સાથે જ પાર્ટી નથી કરતો, પણ મીડિયાને બોલાવી કાયદેસર રીતે પ્રેસ કૉન્ફરંસ કરી દુનિયા ભરના પોતાના ફૅન્સ સુધી આભાર પહોંચાડે છે અને સાથે જ પોતાનું પ્રમોશન પણ કરે છે.
થોડાક દિવસ અગાઉ અમિતાભ બચ્ચન અને ઐશ્વર્યા રાયના જન્મ દિવસ પ્રસંગે તેમના ઘરે એક પ્રેસ કૉન્ફરંસ યોજી હતી અને એવું જ ગઈકાલે શાહરુખ ખાને પણ કર્યું. શાહરુખ ખાન બૉલીવુડના બાદશાહ છે અને તેમનો જન્મ દિવસ હોય, તો પ્રેસ કૉન્ફરંસ તો હોય જ. મન્નત ખાતે યોજાયેલ આ પીસીમાં શાહરુખ પોતાના દિલની અનેક વાતો શૅર કરી.
ચાલો તસવીરો સાથે જાણીએ શાહરુખના દિલની વાત :

સાયનસથી ત્રસ્ત શાહરુખ
મારી તબીયત સારી નથી, કારણ કે મારો સાયનસનો દર્દ બહુ હેરાન કરી રહ્યો હતો, પરંતુ હવે હું ઠીક છું.

એચએનવાયની સફળતાથી ખુશ
આ પ્રસંગ બહુ સારો રહે છે. ફિલ્મ સારી ચાલી જાય, તો ડબલ ખુશી થાય છે. ક્યારેક-ક્યારેક ન ચાલે, તો માઠું પણ લાગે છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હું ખૂબ ભાગ્યશાળી છું કે મને આવ જિંદગી મળી છે.

કાયમ યંગ અનુભવુ છું
મને ઉંમર અંગે કંઈ સમજાતુ નથી. હું પોતાની જાતને હંમેશા જ ફિટ અને યુવાન અનુભવુ છું. આવતીકાલથી ફૅન ફિલ્મનું શૂટિંગ શરૂ કરીશ.

સૌ માટે શાહરુખ જેવી જિંદગી
શું દુઆ માંગુ, બધુ જ તો ખુદાએ વગર માંગ્યે આપી દીધું છે. એટલુ જ ઇચ્છુ છું કે સૌની જિંદગી શાહરુખ ખાન જેવી થઈ જાય.

આજે પણ ફૌજી જેવો જ છું
મને પહેલા દિવસથી માંડી આજ દિવસ સુધીમાં કોઈ ફરક નથી લાગતો. આજે પણ હું તે જ ફૌજી છું.

એક્ટર દિલથી બનો
જે લોકો પણ એક્ટર બનવા માંગે છે, તેમને એટલુ જ કહેવા માંગીશ કે તેઓ હૃદયપૂર્વક કામ કરે.

આમિર સાથે કામ કરવાની ઇચ્છા
હું નવા સિતારાઓ સાથે કામ કરવા માંગુ છું. જો તક મળે, તો આમિર ખાન સાથે કામ કરવા માંગીશ.

જિંદગી સમજવા લાગ્યો છું
મને હવે જિંદગી સમજાતી જાય છે. હું હવે ખૂબ મૌન થઈ ગયો છું. પોતાની લાગણીઓ અંગે શાંત થઈ ગયો છું.

સ્ત્રીઓ મારા માટે ખાસ
મારી સફળતા પાછળ ઘણી બધી સ્ત્રીઓનો હાથ છે. મારી જિંદગી ક્યાંકને ક્યાંક સ્ત્રીઓ દ્વારા જ પ્રભાવિત થઈ છે.












Click it and Unblock the Notifications
