ફી કે વાર્તા મુદ્દે ક્યારેય દલીલ નથી કરી શાહરુખે - યશ ચોપરા
મુંબઈ, 28 સપ્ટેમ્બર : ગઈકાલે એટલે કે 27મી સપ્ટેમ્બરે યશ ચોપરાએ પોતાનો 82મો જન્મ દિવસ ઉજવ્યો. યશ ચોપરાના જન્મ દિવસને ખાસ બનાવવા માટે બૉલીવુડના કિંગ ખાન શાહરુખ ખાને યશ ચોપરાનો ઇંટરવ્યૂ લીધો અને તેમની સાથે તેમની અત્યાર સુધીની ફિલ્મી સફર અંગે વાતો કરી. સાથે જ યશ ચોપરા કે જે કેમરાથી કાયમ દૂર જ રહેવાની કોશિશ કરે છે તેમણે પણ શાહરખાની આ સ્પેશિયલ ગિફ્ટનો ભરપૂર આનંદ ઉઠાવ્યો અને શાહરુખના માધ્યમથી દરેકને પોતાના જીવન સાથે જોડાયેલી ઘણી વાતો અને પોતાની ભાવી યોજનાઓ વિશે જણાવ્યું.

યશ ચોપરાએ પોતાના ઇન્ટરવ્યૂ દરમિયાન શાહરુખ અંગે વાત કરતાં જણાવ્યું કે શાહરુખે તેમની સાથે ઘણી હિટ ફિલ્મો કરી છે, પરંતુ જ્યારે પણ તેઓ શાહરુખ પાસે કોઈ ફિલ્મનો પ્રસ્તાવ મોકલતાં, તો શાહરુખ ફી કે વાર્તા વિગેરેની માથાકૂટમાં પડ્યાં વગર પ્રસ્તાવ સ્વીકારી લેતાં. આજ સુધી તેમણે ક્યારેય પણ યશ ચોપરા સાથે પોતાની ફી કે ફિલ્મની વાર્તા મુદ્દે કોઈ પણ જાતની દલીલ નથી કરી.
યશ ચોપરાએ જણાવ્યું કે તેમની (શાહરુખ) સાથે કામ કરવાનો અનુભવ કાયમ સારો જ રહ્યો છે. તેઓ એકમાત્ર એવા એક્ટ છે કેજેમણે ક્યારેય મારી સાથે ફિલ્મની વાર્તા અથવા તેમને કેટલા પૈસા જોઇએ એ અંગે વાત નથી કરી. હું ચેક દ્વારા જેટલી પણ રકમ તેમને મોકલાવું, તેઓ ચુપચાપ રાખી લેતા હતાં. એટલું જ નહિં મને સામેથી પૂછતા હતાં કે મેં આટલા પૈસા કેમ આપ્યા?
યશ ચોપરાએ શાહરુખને એમ પણ જણાવ્યું કે તેઓ જબ તક હૈ જાન પછી કોઈ પણ ફિલ્મનું દિગ્દર્શન નહિં કરે. આ અગાઉ યશ ચોપરા અને શાહરુખે ડર, દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે, દિલ તો પાગલ હૈ, મોહબ્બતેં, વીર ઝારા અને રબ ને બના દી જોડી જેવી હિટ ફિલ્મો કરી છે. યશ ચોપરાની જબ તક હૈ જાન છેલ્લી ફિલ્મ છે અને તે પણ ખાસ છે કારણ કે આ ફિલ્મમાં ગુલઝારે ગીતો લખ્યાં છે અને ઑસ્કાર વિજેતા એ. આર. રહેમાને સંગીત આપ્યું છે. હવે જોવું રહ્યું કે બૉક્સ ઑફિસે યશ ચોપરા અને શાહરુખની આ છેલ્લી ફિલ્મ કયો કમાલ કરી બતાવે છે.












Click it and Unblock the Notifications
