Pics : તૈયાર રહો કિંગ ખાનનું શૉકિંગ પરફૉર્મન્સ જોવા
મુંબઈ, 10 જાન્યુઆરી : સુપરસ્ટાર શાહરુખ ખાન આગામી 8મી ફેબ્રુઆરીએ યોજાનાર 14મા ઝી સિને ઍવૉર્ડ્સમાં પોતાના કેટલાંક સહ-અભિનેતાઓ સાથે એક ખાસ પરફૉર્મન્સ આપશે. તે અંગે તેઓ બહુ જ એક્સાઇટેડ છે.
શાહરુખ ખાને આવા ખાસ પરફૉર્મન્સની પરિકલ્પના ત્યારે કરી હતી કે જ્યારે તેઓ એક મિની વર્લ્ડ ટૂર ઉપર હતાં. 48 વર્ષીય શાહરુખે ગુરુવારે અહીં ઝી સિને ઍવૉર્ડ્સ અંગે યોજાયેલ પ્રેસ કૉન્ફરંસમાં જણાવ્યું - આ બહુ ખાસ પ્રસ્તુતિ છે. હું મિની વર્લ્ડ ટૂર ઉપર હતો અને તે જ વખતે મને પોતાના સહ-અભિનેતાઓ સાથે એક પરફૉર્મન્સ આપવાનો વિચાર સ્ફુર્યો. અમે હજી સુધી કંઈ શરૂ નથી કર્યું અને આ હાલ હજી માત્ર એક વિચાર જ છે.
આવો પ્રેસ કૉન્ફરંસની તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

ઝી સિને ઍવૉર્ડ્સ
14મુ ઝી સિને ઍવૉર્ડ્સ 8મી ફેબ્રુઆરીએ યોજાનાર છે. આ માહિતી એક પ્રેસ કૉન્ફરંસ દરમિયાન શાહરુખ ખાને આપી હતી.

ગત વર્ષે હોસ્ટ
શાહરુખ ખાને ગત વર્ષ એટલે કે 13મા ઝી સિને ઍવૉર્ડ્સનું હોસ્ટિંગ કર્યુ હતું.

હવે અભિષેક
આ વર્ષે અભિષેક બચ્ચન ઝી સિને ઍવૉર્ડ્સનું હોસ્ટિંગ કરવાના છે.

સાથીઓ પણ હશે
અભિષેક બચ્ચનનો સાથ આપવા અન્ય કલાકારો પણ મંચ ઉપર હાજર રહેશે.

પ્રસારણ 23મી ફેબ્રુઆરીએ
ઝી સિને ઍવૉર્ડ્સનું પ્રસારણ 23મી ફેબ્રુઆરીના રોજ ઝી ટીવી, ઝી અનમોલ તથા ઝી તમીઝ ચૅનલો ઉપર કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
