કોને મળશે ઘંટા ઍવૉર્ડ : તસવીરો સાથે જુઓ કોણ-કોણ છે રેસમાં?
મુંબઈ, 11 માર્ચ : દર વર્ષે જ્યારે મોટા-મોટા ઍવૉર્ડ્સ સમારંભો આટોપાઈ જાય છે, ત્યારે આવે છે ઘંટા ઍવૉર્ડ્સ. આ ઘંટા ઍવૉર્ડ્સ બૉલીવુડનો અનોખો ઍવૉર્ડ છે કે જે સૌથી ખરાબ કામ કરનારાઓને આપવામાં આવે છે. આપને પણ જિજ્ઞાસા હશે કે બૉલીવુડમાં વર્ષ 2013માં અનેક સારી-સારી ફિલ્મો આવી. વળી તેવામાં ખરાબ કામ કરનાર કોણ બનશે અને કોને મળશે ઘટિયા ઍવૉર્ડ?
આપની જિજ્ઞાસાનો પણ અંત થશે, પરંતુ પહેલા જોઇએ કે ઘંટા ઍવૉર્ડની શરુઆત ક્યારે થઈ. હકીકતમાં આ વખતે ચોથો ઘંટા ઍવૉર્ડ 2014 યોજાવાના છે. ઘંટા ઍવૉર્ડની શરુઆત વર્ષ 2011માં કરાઈ હતી. પ્રથમ વર્ષે આ ઍવૉર્ડ ફિલ્મ ફેલના નામે અપાયા હતાં. આ ઍવૉર્ડ ફંક્શન દરમિયાન બૉલીવુડની ફિલ્મો ઉપર કટાક્ષ કરાય છે અને તેમને ખરાબ ફિલ્મોના ઍવૉર્ડથી નવાજાય છે. આ ઍવૉર્ડ ફંક્શન દરમયાન એક્ટરોને પણ તેમની ફિલ્મોમાં ખરાબ પરફૉર્મન્સ માટે ઍવૉર્ડ અપાય છે. ગત વર્ષે એટલે કે ઘંટા ઍવૉર્ડ 2013 જીતનારાઓમાં શાહરુખ ખાન અને સલમાન ખાન જેવા સ્ટાર્સનો સમાવેશ થતો હતો, તો વિજેતા અભિનેત્રીઓમાં સોનાક્ષી સિન્હા તેમજ સન્ની લિયોન જેવાઓનો સમાવેશ થતો હતો.
જોકે ઘંટા ઍવૉર્ડ્સ 2014 માટેનું નૉમિનેશન થઈ ગયું છે અને તેની જાહેરાત આગામી 14મી માર્ચના રોજ કરવામાં આવનાર છે. તેના માટે થયેલ નૉમિનેશન મુજબ જોઇએ, તો સૌથી ખરાબ એક્ટરની રેસમાં શાહરુખ ખાન, અક્ષય કુમાર અને પ્રતીક બબ્બર છે, તો એક્ટ્રેસની રેસમાં પ્રિયંકા ચોપરા, તમન્ના ભાટિયા અને કંગના રાણાવત છે. હૉલીવુડના રાસ્પબેરી ઍવૉર્ડ્સ પર આધારિત ઘંટા ઍવૉર્ડ્સ વ્યંગ્ય તથા કટાક્ષ વડે વિજેતાઓને સન્માનિત કરે છે. હિન્દી સિનેમાના સૌથી ખરાબ કામને રેખાંકિત કરતા ઘંટા ઍવૉર્ડ્સની આ ચોથી આવૃત્તિ છે. આ પુરસ્કાર દર્શકોની ઑનલાઇન વોટિંગ પર આધારિત હોય છે અને દર્શકો ખરાબ પુરસ્કારોન 13 કૅટેગરીઓમાં પોતાનો વોટ આપી શકે છે.
ચાલો હાલ તસવીરો સાથે જોઇએ કે આ વર્ષે કોણ-કોણ ઘંટા ઍવૉર્ડ માટે નૉમિનેટ થયાં છે :

ખરાબ ફિલ્મ
ખરાબ ફિલ્મની કૅટેગરીમાં ત્રણ ફિલ્મોનું નૉમિનેશન થયું છે. તેમાં બેશરમનો સમાવેશ થાય છે.

ખરાબ ફિલ્મ
ખરાબ ફિલ્મની શ્રેણીમાં આર રાજકુમારનો પણ સમાવેશ થાય છે.

ખરાબ ફિલ્મ
ખરાબ ફિલ્મની શ્રેણીમાં ત્રીજું નૉમિનેશન થયું છે હિમ્મતવાલાનું.

ખરાબ દિગ્દર્શક
ખરાબ દિગ્દર્શકની કૅટેગરીમાં રોહિત શેટ્ટીનું નામ ચેન્નઈ એક્સપ્રેસ માટે નૉમિનેટ થયું છે.

ખરાબ દિગ્દર્શક
સાજિદ ખાન-હિમ્મતવાલા

ખરાબ દિગ્દર્શક
રામગોપાલ વર્મા-ઍટૅક્સ ઑફ 26/11 તથા સત્યા 2

ખરાબ એક્ટર
ખરાબ અભિનેતાની શ્રેણીમાં શાહરુખ ખાનનો સમાવેશ થાય છે. તેમનું નૉમિનેશન ચેન્નઈ એક્સપ્રેસ માટે થયું છે.

ખરાબ એક્ટર
અક્ષય કુમાર-વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈ દોબારા

ખરાબ એક્ટર
પ્રતીક બબ્બર-ઇસક

ખરાબ અભિનેત્રી
ખરાબ એક્ટ્રેસની શ્રેણીમાં ઝંજીર માટે પ્રિયંકા ચોપરાનું નૉમિનેશન થયું છે.

ખરાબ અભિનેત્રી
કંગના રાણાવત-રજ્જો

ખરાબ અભિનેત્રી
તમન્ના ભાટિયા-હિમ્મતવાલા

ખરાબ અનસીન ફિલ્મ
ખરાબ અનસીન ફિલ્મોની શ્રેણીમાં સત્યા 2નો સમાવેશ થાય છે.

ખરાબ અનસીન ફિલ્મ
સોના સ્પા

ખરાબ અનસીન ફિલ્મ
ઇસક

લીસ્ટ સેક્સી ફિલ્મ્સ ટ્રાઇંગ ટૂ બી સેક્સી
લીસ્ટ સેક્સી ફિલ્મ્સ ટ્રાઇંગ ટૂ બી સેક્સીની કૅટેરીમાં જૅકપૉટનો સમાવેશ થાય છે.

લીસ્ટ સેક્સી ફિલ્મ્સ ટ્રાઇંગ ટૂ બી સેક્સી
નશા

લીસ્ટ સેક્સી ફિલ્મ્સ ટ્રાઇંગ ટૂ બી સેક્સી
ગ્રાન્ડ મસ્તી

ખરાબ રીમેક
ખરાબ રીમેકની શ્રેણીમાં રેસ 2નો સમાવેશ થાય છે.

ખરાબ રીમેક
ઝંજીર

ખરાબ રીમેક
ક્રિશ 3

ખરાબ સપોર્ટિંગ એક્ટર
ખરાબ સપોર્ટિંગ એક્ટરના નૉમિનેશન્સમાં ઇમરાન ખાનનો વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈ દોબારા માટે સમાવેશ કરાયો છે.

ખરાબ સપોર્ટિંગ એક્ટર
નસીરુદ્દીન શાહ-સોના સ્પા તથા જૅકપૉટ

ખરાબ સપોર્ટિંગ એક્ટર
અભિષેક બચ્ચન-ધૂમ 3

ખરાબ સપોર્ટિંગ એક્ટ્રેસ
ખરાબ સપોર્ટિંગ એક્ટ્રેસની કૅટેગરીમાં અમીષા પટેલનું રેસ 2 તથા શૉર્કટકટ રોમિયો માટે નૉમિનેશન કરાયું છે.

ખરાબ સપોર્ટિંગ એક્ટ્રેસ
સોનમ કપૂર-ભાગ મિલ્ખા ભાગ

ખરાબ સપોર્ટિંગ એક્ટ્રેસ
પ્રિયંકા ચોપરા-ક્રિશ 3

ખરાબ ડેબ્યુ
ખરાબ ડેબ્યુની કૅટેગરીમાં રાજધાની એક્સપ્રેસ ફિલ્મ માટે લિએન્ડર પેસ નૉમિનેટ કરાયાં છે.

ખરાબ ડેબ્યુ
રામ ચરણ તેજા-ઝંજીર

ખરાબ ડેબ્યુ
પલ્લવી શારદા-બેશરમ

ખરાબ ગીત
ખરાબ ગીતની શ્રેણીમાં સન્ની લિયોન ઉપર શૂટ કરાયેલું શૂટઆઉટ એટ વડાલાનું લૈલા તેરી લે લેગી....ને નૉમિનેટ કરાયું છે.

ખરાબ ગીત
ગૉડ અલ્લાહ ઔર ભગવાન-ક્રિશ 3

ખરાબ ગીત
બમ પે લાત-હિમ્મતવાલા

ખરાબ કપલ
ખરાબ કપલ શ્રેણીમાં નૉમિનેટ થનાર ત્રણ નૉમિનીઓમાં ક્રિશ 3ની જોડી હૃતિક રોશન તથા કંગના રાણાવતનો સમાવેશ થાય છે.

ખરાબ કપલ
રણબીર કપૂર તથા પલ્લવી શારદા-બેશરમ

ખરાબ કપલ
આમિર ખાન તથા કૅટરીના કૈફ-ધૂમ 3

રોલ/સ્કિલ ફેલ
રોલ/સ્કિલ ફેલની શ્રેણીમાં ગૅંગસ્ટર ઇન વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈ દોબારા માટે ઇમરાન ખાનને નૉમિનેટ કરાયાં છે.

રોલ/સ્કિલ ફેલ
વિવેક ઓબેરૉય-સુપર વિલન ઇન ક્રિશ 3

રોલ/સ્કિલ ફેલ
આમિર ખાન-ટ્વિન ઇન ધૂમ 3

ધૅટ્સ એનીથિંગ બટ સેક્સી
ધૅટ્સ એનીથિંગ બટ સેક્સીની શ્રેણીમાં નશામાં પૂનમ પાન્ડેનો હૉટ ટીચર રોમાંસ નૉમિનેટ થયું છે.

ધૅટ્સ એનીથિંગ બટ સેક્સી
બેશરમમાં રણબીર કપૂરનું બટ્ટ ક્રૅક

ધૅટ્સ એનીથિંગ બટ સેક્સી
ગ્રાન્ડમસ્તીની મસ્તી.

અકલ્પનીય ભૂલ
રેસ 2માં પ્લેનમાંથી કારને પૅરાશૂટ સાથે બહાર લાવવાનું દૃશ્ય. ક્રિશ 3માં મૃત હીરોને પિતા દ્વારા સૂર્ય કિરણો વડે જીવતદાન આપવાનું દૃશ્ય. ધૂમ 3માં બાઇક/જેટ સ્કાય/ટ્રાંસફૉર્મર.












Click it and Unblock the Notifications
