બહુ જલ્દી સ્ક્રીન પર એક સાથે જોવા મળી શકે છે શાહરૂખ-સલમાન, જાણો કેમ શરૂ થઈ ચર્ચા?
પઠાણમાં કેમિયો બાદ હવે સલમાન ખાન અને શાહરૂખ ખાન બહુ જલ્દી ફિલ્મમાં સાથે જોવા મળી શકે છે. આ બાબતે અટકળો શરૂ થઈ છે.
મુંબઈ : શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. પઠાણે અત્યારસુધીમાં 300 કરોડનો આંકડો પાર કરી લીધો છે અને ફિલ્મ પુરી રફ્તારમાં આગળ વધી રહી છે. શાહરૂખ અને દીપિકા સ્ટારર ફિલ્મ પઠાણમાં સલમાન ખાનનો પણ કેમિયો હતો. આ રોલ ફેન્સને ખુબ જ પસંદ આવ્યો છે અને હવે અટકળો શરૂ થઈ છે બન્ને બહુ જલ્દી સાથે સ્ક્રીન પર જોવા મળી શકે છે.

પઠાણમાં સલમાન ખાનના કેમિયોને જોરદાર પ્રતિસાદ મળ્યો છે અને હવે ફેન્સ ઈચ્છી રહ્યા છે કે બન્ને સાથે ફિલ્મમાં જોવા મળે. આ ફિલ્મ બ્લોક બસ્ટર સાબિત થઈ ત્યારથી જ અટકળો છે કે બન્ને સાથે જોવા મળશે. હવે આ વાતને પઠાણના રાઈટરે એક નિવેદન આપીને હવા આપી છે.
એક ઈન્ટરવ્યૂ દરમિયાન પઠાણના રાઈટર શ્રીધર રાઘવનને પુછાયુ હતુ કે શું બન્ને એક સાથે ફિલ્મમાં નજર આવી શકે છે કે કેમ? આ મુદ્દે જવાબ આપતા તેમણે કહ્યું કે, આપણે દરેક વસ્તુની અપેક્ષા રાખી શકીએ છીએ. તેમણે આગળ કહ્યું કે, ચાલો તેને આ રીતે જોઈએ કે જો તમે ભાઈ અને બહેન છો તો દિવાળી પર ચોક્કસ મળશો. તમે અમુક સમયે સાથે હશો. મને ખાતરી છે કે અહીં પણ ઘણા પરિવર્તનો થશે. અમારો વિચાર એ છે કે આપણે આ પાત્રોને બને તેટલા માણીએ.
અહીં તેમણે ઈશારામાં સલમાન ખાન અને શાહરૂખ ખાનની ફિલ્મ વિશે વધુમાં કહ્યું કે, હું સામે બેઠેલી વ્યક્તિને ધ્યાનમાં રાખીને વસ્તુઓ લખું છું. મને લાગે છે કે આપણે બધા તેમાંથી પસાર થઈએ છીએ અને મને એમ પણ લાગે છે કે આ કરવામાં મજા આવશે. લાગે છે કે પ્રયત્ન કરતા અમે આ ચોક્કસ કરીશું.












Click it and Unblock the Notifications
