For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટીવીના ફૌજીથી જેટીએચજેના ફૌજી : જુઓ તસવીરો

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 2 નવેમ્બર : આજે બૉલીવુડના બાદશાહ ખાનનો 47મો જન્મ દિવસ છે. ટેલીવિઝનની દુનિયાથી પોતાનું કૅરિયર શરૂ કરનાર કિંગ ખાનની પ્રથમ ફિલ્મ 1992માં દીવાના આવી હતી. તેમાં ઋષિ કપૂર તેમજ દિવ્યા ભારતી પણ હતાં. ફિલ્મ જબર્દશ્ત હિટ થઈ હતી. શાહરુખ ખાની પ્રથમ ટીવી સીરિયલ હતી ફૌજી અને હવે પછી જે એમની ફિલ્મ આવી રહી છે જબ તક હૈ જાન. તેમાં પણ તેઓ એક ફૌજીના રોલમાં છે.

શાહરુખ ખાન શું છે? એક રોમેન્ટિક હીરો કે એક એંટરટનેર કે પછી બહેતરીન હોસ્ટ. આવો તસવીરો વડે જાણીએ શાહરુખાનના વ્યક્તિત્વને.

ટીવી કલાકાર શાહરુખ

ટીવી કલાકાર શાહરુખ

સુપર સ્ટાર શાહરુખ ખાને પોતાના એક્ટિંગ કૅરિયરની શરુઆત ટેલીવિઝનથી કરી હતી. ફૌજી અને સર્કસ તથા દૂસરા કેવલ જેવી સીરિયલોથી જ લોકોએ કહેવું શરૂ કર્યુ હતું કે કિંગ ખાન લાંબી રેસના ઘોડા છે.

વિલન શાહરુખ ખાન

વિલન શાહરુખ ખાન

કિંગ ખાને મોટા પડદે એન્ટ્રી હીરોની છબી સાથે કરી અને ખલનાયક વડે લોગોના દિલોના નાયક બની ગયાં. બાઝીગર, ડર અને અંજામ તેમની યાદગાર ફિલ્મો છે.

રોમાંસ કિંગ શાહરુખ ખાન

રોમાંસ કિંગ શાહરુખ ખાન

મોટા પડદે શાહરુખે પ્રેમને એવી રીતે રજુ કર્યો કે લોકોને તેમના રોમેન્ટિક રોલ સાથે જ પ્રેમ થઈ ગયો. પરદેશ, દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે, મોહબ્બતેં, દિલ તો પાગલ હૈ જેવી ચુનંદા ફિલ્મો સાથે લોકોને પ્રેમ થઈ ગયો હતો.

કૉમેડિયન શાહરુખ

કૉમેડિયન શાહરુખ

બહેતરીન કલાકાર શાહરુખે મોટા પડદે લોકોને હસાવ્યા પણ ખૂબ. રાજૂ બન ગયા જેંટલમૅન, ડુપ્લિકેટ, યસ બૉસ તેમની કૉમેડી ફિલ્મો છે.

પડકારરૂપ રોલ

પડકારરૂપ રોલ

એવું નથી કે શાહરુખે માત્ર લાઇટ પાત્રો જ ભજવ્યાં છે. દેવદાસ અને માય નેમ ઇઝ ખાન ફિલ્મો તેમની પડકારરૂપ પાત્રો ધરાવતી ફિલ્મો છે.

દેશભક્ત શાહરુખ

દેશભક્ત શાહરુખ

અશોકા, ચક દે ઇન્ડિયા, વીર ઝારા, સ્વદેશ તથા આવનાર ફિલ્મ જબ તક હૈ જાન તેમના દેશદાઝને પ્રકટ કરે છે.

સુપર હીરો

સુપર હીરો

રા.વન બનાવી શાહરુખે સુપર હીરો બનવનાના પ્રયત્નો કર્યાં કે જેની ઓવરસીઝમાં પણ પ્રશંસા કરાઈ.

ટીવી હોસ્ટ

ટીવી હોસ્ટ

કૌન બનેગા કરોડપતિ, ઝોર કા ઝટકા જેવા શો શાહરુખે હોસ્ટ પણ કર્યાં કે જે લોકોને ખૂબ ગમ્યાં.

જાહેરાતોના કિંગ

જાહેરાતોના કિંગ

આજે લગભગ 50થી વધુ જાહેરાતોમાં કિંગ ખાન દેખાય છે. જાહેરાત જગતમાં પણ તેમનો દબદબો જળવાયેલો છે.

English summary
We wish Shahrukh Khan a Happy Birthday.Let us see the King Khan's works in pictures...
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X