શ્રદ્ધા કપૂરના લગ્નની અફવાઓ પર શક્તિ કપૂરે તોડ્યુ મૌન, કહી આ મોટી વાત

બોલિવુડની ગલીઓમાં એવા સમાચારો વહી રહ્યા છે કે શ્રદ્ધા કપૂર ટૂંક સમયમાં સેલિબ્રિટી ફોટોગ્રાફર રોહન શ્રેષ્ઠા લગ્નના બંધનમાં બંધાઈ શકે છે.

બોલિવુડની ગલીઓમાં એવા સમાચારો વહી રહ્યા છે કે શ્રદ્ધા કપૂર ટૂંક સમયમાં સેલિબ્રિટી ફોટોગ્રાફર રોહન શ્રેષ્ઠા લગ્નના બંધનમાં બંધાઈ શકે છે. આ સમાચારો પર જ્યાં શ્રદ્ધા અને રોહન મૌન રાખી રહ્યા છે ત્યાં બીજી તરફ શ્રદ્ધા કપૂરના પિતા શક્તિ કપૂર આ અફવાઓ પર ભડકી ગયા છે. હાલના રિપોર્ટ્સની માનીએ તો શ્રદ્ધાના પિતા શક્તિ કપૂરે આ લગ્નના સમાચારોને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે કહ્યુ કે આ સમાચારોમાં કોઈ સચ્ચાઈ નથી. શ્રદ્ધા હજુ લગ્ન વિશે નથી વિચારી રહી પરંતુ માત્ર પોતાના કેરિયર અને ફિલ્મો પર જ ફોકસ કરી રહી છે.

આ પ્રકારની અફવાઓમાં કોઈ સચ્ચાઈ નથી

આ પ્રકારની અફવાઓમાં કોઈ સચ્ચાઈ નથી

સ્પૉટબૉય સાથે વાત કરતા શક્તિ કપૂરે કહ્યુ, ‘આ પ્રકારની અફવાઓમાં કોઈ સચ્ચાઈ નથી. શ્રદ્ધાની આગામી 4-5 વર્ષમાં કોઈની પણ સાથે લગ્ન કરવાની કોઈ યોજના નથી. હાલમાં તે સંપૂર્ણપણે પોતાના કેરિયર પર ફોકસ કરી રહી છે. તે હાલમાં પોતાના આવનારા પ્રોજેક્ટમાં બિઝી છે. તેની તારીખ આવનારા 2 વર્ષ માટે બુક થઈ ચૂકી છે.આ બધુ બકવાસ છે. તેમણે કહ્યુ કે મારી દીકરી મને બધુ કહે છે જે તેના જીવનમાં થઈ રહ્યુ છે. તેમણે કહ્યુ કે તે પોતાના માતાપિતાની સંમતિ વિના ક્યારેય લગ્ન નહિ કરે.'

શ્રદ્ધાનું નામ ફિલ્મ નિર્માતા ફરહાન અખ્તર સાથે પણ જોડાયુ હતુ

શ્રદ્ધાનું નામ ફિલ્મ નિર્માતા ફરહાન અખ્તર સાથે પણ જોડાયુ હતુ

જ્યારે શક્તિ કપૂરને રોહન શ્રેષ્ઠા અને શ્રદ્ધાના લિંકઅપ વિશે પૂછવામાં આવ્યુ તો શક્તિએ કહ્યુ, ‘શ્રદ્ધાનું નામ આ પહેલા પણ ઘણા એક્ટર્સ સાથે જોડાયુ છે. આ ફિલ્મ ઈન્ડસ્ટ્રી છે, લિંક કરવાથી કંઈ નથી થતુ. તેના પિતા (રોહન શ્રેષ્ઠા) મારા સારા મિત્ર છે. અમારો પારિવારિક સંબંધ છે. આ પહેલા શ્રદ્ધાનું નામ ફિલ્મ નિર્માતા ફરહાન અખ્તર સાથે પણ જોડાયુ હતુ. ફરહાન હાલમાં શિબાની દાંડેકરને ડેટ કરી રહ્યા છે. એવા સમાચાર આવી રહ્યા છે કે તે ટૂંક સમયમાં લગ્ન કરવાના છે.'

પ્રભાસની સાથે ફિલ્મ ‘સાહો'ની શૂટિંગ કરી રહી છે શ્રદ્ધા

પ્રભાસની સાથે ફિલ્મ ‘સાહો'ની શૂટિંગ કરી રહી છે શ્રદ્ધા

શ્રદ્ધા હાલમાં સાઉથના સુપરસ્ટાર પ્રભાસ સાથે ફિલ્મ ‘સાહો'નું શૂટિંગ કરી રહી છે. આ સાથે તે ડાયરેક્ટર રેમો ડિસૂઝાની અપકમિંગ મૂવી ‘સ્ટ્રીટ ડાંસર 3ડી' માટે પણ મહેનત કરી રહી છે. આ ફિલ્મમાં શ્રદ્ધા, વરુણ ધવનની સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X