• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

'સમલૈંગિક હતા' શકુંતલા દેવીના પતિ, જાણો 'હ્યુમન કમ્પ્યુટર' જીવનની રોચક વાતો

|
Google Oneindia Gujarati News

બહુમુખી પ્રતિભા ધરાવનાર અભિનેત્રી વિદ્યા બાલન પોતાની આવનારી ફિલ્મ 'શકુંતલા દેવી હ્યુમન કમ્પ્યુટર' માટે જબરદસ્ત ચર્ચામાં છે કે જે માનવ કમ્પ્યુટર શકુંતલા દેવીના જીવન પર આધારિત છે. ફિલ્મના પ્રોમો અને ગીતોએ લોકોનુ ધ્યાન પોતાની તરફ ખેંચ્યુ છે. જો કે કોરોના વાયરસની માર અત્યાર આ મોસ્ટ એવેઈટેડ ફિલ્મ પર પણ પડી છે અને આના કારણે આ ફિલ્મ 31 જુલાઈએ એમેઝોન પ્રાઈમ પર રિલીઝ થવા જઈ રહી છે. હવે આ ફિલ્મ કેટલા લોકોને લુભાવી શકે છે એ તો આવનાર સમય જ બતાવશે પરંતુ એ વાતમાં કોઈ શંકા નથી કે આ ફિલ્મે એક વાર ફરીથી ભારતના હ્યુમન કમ્પ્યુટર લેડી એટલે કે શકુંતલા દેવીને જબરદસ્ત રીતે ચર્ચિત કરી દીધા છે.

સમલૈંગિક હતા શકુંતલા દેવીના પતિ

સમલૈંગિક હતા શકુંતલા દેવીના પતિ

ગણિતના અઘરા સવાલોના મિનિટોમાં મોઢે ઉકેલનારા શકુંતલા દેવીને જીનિયસ, નીડર મહિલા, કુશળ લેખિકા અને પ્રખર વક્તા તરીકે ઓળખવામાં આવતા હતા. શકુંતલા દેવીનુ કૌશલ ત્યારે સામે આવ્યુ જ્યારે દેશની ઘણી મહિલાઓ શિક્ષણ પણ નહોતી મેળવતી. તેઓ પોતાની તીવ્ર બુદ્ધિ માટે જાણીતા છે પરંતુ લોકો તેમને વર્લ્ડ ઑફ હોમોસેક્સ્યુઅલ પુસ્તક માટે પણ યાદ કરે છે. આ પુસ્તર વર્ષ 1977ાં પ્રકાશિત થયુ હતુ અને એ વખતે સામે આવ્યુ જ્યારે લોકો હોમોસેક્યુઆલિટી પર ખુલીને વાત પણ નહોતા કરતા. કહેવાય છે કે શકુંતલા દેવીને આ વિષય પર લખવાનો વિચાર એટલા માટે આવ્યો કારણકે તેમના પતિ પરિતોષ બેનર્જી કે જે એક આઈએએસ અધિકારી હતા પરંતુ અસલ જીવનમાં સમલૈંગિક હતા.

વર્ષ 1979માં પતિ સાથે થયા ડિવોર્સ

વર્ષ 1979માં પતિ સાથે થયા ડિવોર્સ

શકુંતલા દેવીએ ખૂબ નજીકથી આ સંબંધને જોયો અને સમજ્યો હતો અને આના કારણે તે કદાચ આ બોલ્ડ વિષયને કલમબદ્ધ કરી શક્યા હતા એટલુ જ નહિ શકુંતલાએ ડૉક્યુમેન્ટરી ફોર સ્ટેટસ ઓનલીમાં એક સમલૈંગિક વ્યક્તિ સાથે લગ્નના અનુભવોને પણ શેર કર્યા હતા. તમને જણાવી દઈએ કે શકુંતલા દેવી વર્ષ 1960માં ઈન્ડિયા પાછા આવી ગયા હતા અને અહીં આવીને તેમણે પરિતોષ બેનર્જી સાથે લગ્ન કર્યા હતા પરંતુ વર્ષ 1979માં તેમણે પતિ સાથે ડિવોર્સ લઈ લીધા. ઉલ્લેખનીય છે કે શકુંતલા દેવીનો જન્મ 4 નવેમ્બર 1929ના રોજ ભારતના બેંગલુરુમાં એક ધાર્મિક કન્નડ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતા સર્કસમાં ટ્રેપીઝ આર્ટિસ્ટ હતા ત્યારે શકુંતલા માત્ર 3 વર્ષના હતા. ત્યારે તેમના પિતાને અહેસાસ થયો કે તેમની દીકરીને નંબર્સ ફટાફટ યાદ રહે છે. ત્યારબાદ તેમણે સર્કસની નોકરી છોડી દીધી અને પોતાની દીકરી સાથે કેલક્યુલેશનના રોડ શો કરવા લાગ્યા.

ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ્ઝમાં નોંધાયુ નામ

ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ્ઝમાં નોંધાયુ નામ

અદભૂત પ્રતિભા ધરાવનાર શકુંતલાદેવીએ માત્ર 6 વર્ષની ઉંમરમાં સ્નાતક સ્તરના મેથ્સના સવાલ ઉકેલી દીધા હતા અને અહીંથી શકુંતલા દેવીના જીવને નવો વળાંક લીધો. તે વર્ષ 1944માં પોતાના પિતા સાથે ઈગ્લેન્ડ જતા રહ્યા અને ધીમે ધીે કેલક્યુલેશન શો દ્વારા ખૂબ જ લોકપ્રિય થઈ ગયા. તેમની આ તીક્ષ્ણ પ્રતિભાના કારણે જ તેમનુ નામ 1982માં ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયુ. તેઓ ખૂબ જ બોલ્ડ મહિલા હતા. તેમણે 1980માં સાઉથ બૉમ્બે અને તેલંગાનાના મેડક લોકસભા સીટથી ઈન્દિરા ગાંધી સામે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો. જો કે એ ચૂંટણીમાં તેઓ 9માં નંબરે હતા પરંતુ તેમનો પડકાર એ વખતે ગણા ચર્ચિત બન્યો હતો. 1983માં ભારતની આ જીનિયસ દીકરીએ દુનિયાને અલવિદા કરી દીધી પરંતુ તે પોતાની પાછળ દીકરી અનુપમા બેનર્જીને છોડી ગયા છે. તેમના 84માં જન્મદિવસ પર ગૂગલે તેમના સમ્માનમાં પોતાનુ ડૂડલ સમર્પિત કર્યુ હતુ.

પૂરથી આસામ અને બિહારમાં સ્થિતિ ભયાનક, 37 લાખ લોકો પ્રભાવિતપૂરથી આસામ અને બિહારમાં સ્થિતિ ભયાનક, 37 લાખ લોકો પ્રભાવિત

English summary
Shakuntala devi's husband was a gay man, Read some interesting facts about Shakuntla devi's life.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X