શમાએ આપ્યો ટ્રોલરને સણસણતો જવાબ, લોકોએ કરી લાઇક

Written By:
Subscribe to Oneindia News

આજ કાલ સોશ્યલ મીડિયામાં કોઇ વ્યક્તિને સરળતાથી ટ્રોલ કરી શકાય છે અને તેમાં પણ કોઇ સેલેબ્રિટીને લોકો વધારે ટ્રોલ કરતા જોવા મળે છે. આપણી બોલીવૂડ જગતની હિરોઇનો સૌથી વધુ ટ્રોલનો શિકાર બને છે. પોતાના હોટ ફોટો પોસ્ટ કરવા પર અનેક હિરોઇનોને ટ્રોલ કરવામાં આવે છે પરંતુ હવે આવા લોકોને સણસણતા જવાબો પણ મળે છે. મલાઇકા અરોરા, દીપિકા પાદુકોણ, ઇશા ગુપ્તા જેવી અનેક હિરોઇનો ટ્રોલનો ભોગ બની ચૂકી છે. સાથે જ તેમણે તેના મુંહતોડ(જડબાતોડ) જવાબો પણ આપ્યા છે. હવે આ લિસ્ટમાં બીજી એક ટી.વી એક્ટ્રેસનું નામ પણ જોડાઇ ગયુ છે અને તે છે શમા સિંકદર.

શમા થઈ ટ્રોલનો શિકાર

શમા થઈ ટ્રોલનો શિકાર

શમા સિંકદરે થોડા સમય પહેલા પોતાનો બિકિની ફોટો પોતાના સોશ્યલ હેન્ડલ પરથી શેર કર્યો હતો. આ બાદ તેના શરીરના અંગોને લઇને તે ફોટો પર ઘણા અભદ્ર કોમેન્ટ આવી રહ્યા હતા. તેના પર શમાએ લોકોને સણસણતો જવાબ પણ આપ્યો હતો.

શમાનો જવાબ

શમાનો જવાબ

શમાએ તેનો જવાબ આપતો બીજો એક બિકિની ફોટો પોસ્ટ કર્યો હતો. જેના પર તેણે લખ્યું હતું, સ્ત્રીઓના કેટલાક અંગો જ તેને પુરુષો કરતા અલગ પાડે છે. હું મહિલા છું તેના પર મને ગર્વ છે અને ભગવાનની કૃપા પણ મારા પર છે. જે લોકો મારા અંગોને લઇને મજાક કરે છે, તેમણે તેમના જીવનના બીજા કામો પર ધ્યાન વધારે આપવું જોઇએ. કારણ કે આ મારા અંગો છે અને તે મને પ્રિય છે.

બોલ્ડ ફોટોથી ભરેલો ઇન્સ્ટાગ્રામ

બોલ્ડ ફોટોથી ભરેલો ઇન્સ્ટાગ્રામ

શમાએ 'સેક્સોહોલિક' નામની એક શોર્ટ ફિલ્મ અને 'માયા' નામની વેબ સીરિઝમાં ઘણા બોલ્ડ સિન આપ્યા છે. આ સિવાય પણ તે અવાર નવાર પોતાના હોટ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. જો તેના ઇન્સ્ટાગ્રામની મુલાકાત લેવામાં આવે તો તેમા ઘણા બિકિની ફોટો જોવા મળે છે. આથી તે આ પહેલા પણ ટ્રોલનો ભોગ બની ચુકી છે. પરંતુ તે ટ્રોલરની ચિંતા કર્યા વિના ફોટો શેર કરતી રહે છે.

સિડનીમાં બિકિની

સિડનીમાં બિકિની

શમા સિંકદર તેના બોયફ્રેન્ડ સાથે સિડનીમાં ન્યુ યર સેલિબ્રેટ કરવા ગઇ હતી. ત્યાં તેણે બિકિનીવાળો ફોટો શેર કર્યો હતો. જે બાદ તેને ટ્રોલ કરવામાં આવી હતી. પરંતુ તેણે આપેલા જવાબ બાદ 20 કલાકમાં 3 લાખ લોકોએ તેને લાઇક કર્યો હતા.

English summary
Shama shut the trolls up with a befitting reply. Not only did she put up another picture in bikini but also wrote,

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.