મુંબઈ, 23 ડિસેમ્બર : શમિતાભ ફિલ્મનું બ્રાંડ ન્યુ પોસ્ટર આઉટ થઈ ગયું છે. લીડ એક્ટર રાંઝણા ફૅમ ધનુષે મંગળવારના રોજ પોતાના ટ્વિટર પેજ પર નવું અને ત્રીજુ પોસ્ટર શૅર કર્યું છે. નવાપોસ્ટરમાં ધનુષ અને અમિતાભ બચ્ચન રૉકસ્ટાર લુકમાં દેખાઈ રહ્યાં છે.
આર બાલ્કી દિગ્દર્શિત શમિતાભ ફિલ્મ આવતા વર્ષે 6ઠી ફેબ્રુઆરીના રોજ રિલીઝ થવાની છે. ફિલ્મનું નામ તેના બે લીડ એક્ટરો ધનુષ અને અમિતાભ બચ્ચનના સ્પેલિંનામો પરથી પ્રેરિત જણાય છે. શમિતાભમાં Dhanushમાંનો Sh અને Amitabhમાંથી Amitabh લેવામાં આવ્યાં છે. આમ બન્યું Shamitabh.
શમિતાભ ફિલ્મમાં અમિતાભ, ધનુષ ઉપરાંત અક્ષરા હસન પણ લીડ રોલમાં છે. અક્ષરા હસન કમલ હસનના દીકરી છે કે જેઓ શમિતાભ સાથે બૉલીવુડ ડેબ્યુ કરવા જઈ રહ્યાં છે.
સુનીલ લુલા, આર બાલ્કી, રાકેશ ઝુનઝુનવાલા, આર કે દમાણી, અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, સુનીલ માનચંદા તથા ધનુષના સંયુક્ત નિર્માણ હેઠળ શમિતાભ ફિલ્મ બની રહી છે.
જાણીતા મ્યુજિક કમ્પોઝર ઇલાઈરાજાએ શમિતાભ માટે સંગીત આપ્યું છે. પી સી શ્રીરામે ફિલ્મનું સિનેમેટૉગ્રાફી કર્યું છે.