શશિ કપૂરના અંતિમ સંસ્કારમાં પહોંચ્યું બોલીવૂડ

Written By:
Subscribe to Oneindia News

હિંદી સિનેમાના જાણીતા સ્ટાર શશિ કપૂરનું સોમવારે નિધન થયું છે. તે 79 વર્ષના હતા અને લાંબા સમયથી બિમારી સામે લડી રહ્યા હતા. 1970 અને 1980ના દાયકાના આ પ્રસિદ્ધ સ્ટારે સોમવારે કોકિલાબેન ધીરુભાઇ અંબાણી હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા. નોંધનીય છે કે શશિકપૂરને કિડનીની સમસ્યા હતી. અને લાંબા સમયથી તે ડાયલિસિસ પર હતા. નોંધનીય છે કે શશિકપૂરને 2015 અને 2014માં દાદાસાહેબ ફાલ્કે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Bollywood

ત્યારે મુંબઇના સાંતાક્રૂઝ શ્મશાન ઘાટમાં શશિ કપૂરના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા જેમાં બોલીવૂડના અનેક જાણીતા સ્ટાર અને કપૂર પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. ત્યારે અમિતાભ બચ્ચન, રણધીર કપૂર, અભિષેક બચ્ચન, શક્તિ કપૂર, ઋષિ કપૂર સમેત કપૂર ખાનદાન આ અંતિમ સંસ્કારમાં હાજરી આપી હતી. ત્યારે ધ્વજમાં લપેટીની તેમના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે શશિ કપૂરના પુત્ર સંજના અને પુત્ર કરણ પણ સોમવારે રાતે મુંબઇ પહોંચી ગયા હતા. અને ઋષિ કપૂર પણ દિલ્હીથી પોતાની શૂટિંગ છોડીને મુંબઇ આવી પહોંચ્યા હતા. વધુમાં અમિતાભ બચ્ચને તેમના બ્લોગમાં પણ શશિ કપૂરને ભાવભીની શ્રદ્ધાજંલિ અર્પી હતી.

English summary
Famous for his charming smile, the quintessential romantic hero of Bollywood between the 60s and the 80s, Shashi Kapoor, passed away on Monday evening.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.