Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Pics : આફરીન શૉટગન : ઈસ્ટ ઓર વેસ્ટ-સોનાક્ષી ઇઝ ધ બેસ્ટ

મુંબઈ, 16 જુલાઈ : ગત શુક્રવારે રૂપેરી પડદે રિલીઝ થયેલી લુટેરા ફિલ્મ સફળ રહી છે અને ફિલ્મની આ સફળતાથી ફિલ્મના નિર્માતા-દિગ્દર્શક-કલાકાર સહિત આખી ટીમ તો ખુશ છે જ, પણ શત્રુઘ્ન સિન્હા તો ખુશીના કારણે જાણે ફૂલ્યા નથી સમાવતાં. તેઓ પોતાના પુત્રી અને ફિલ્મના અભિનેત્રી સોનાક્ષી સિન્હાના કામથી એટલા બધા ખુશ થઈ ગયાં છે કે હવે તેઓ સોનાક્ષી પાસેથી અભિનયની ટિપ્સ લેવા માંગે છે.

અભિનય ક્ષેત્રે લાંબો-બહોળો અનુભવ ધરાવતાં બૉલીવુડ શૉટગન શત્રુઘ્ન સિન્હાએ પોતાની આ ખુશી લુટેરા ફિલ્મની સફળતાની ઉજવણી દરમિયાન વ્યક્ત કરી. રણવીર સિંહ અને સોનાક્ષી સિન્હા અભિનીત લુટેરા ફિલ્મમાં સોનાક્ષીના અભિનયથી પ્રભાવિત શત્રુઘ્ન સિન્હાએ અહીં સુધી જણાવી દીધું - હું સોનાક્ષી સિન્હા પાસેથી એક્ટિંગ ટિપ્સ લઈ શકુ છું.

આવો તસવીરોમાં જોઇએ લુટેરા ફિલ્મની સફળતાની ઉજવણી :

અરબાઝ ખાન

અરબાઝ ખાન

ગત શુક્રવારે રિલીઝ થયેલી લુટેરા ફિલ્મ સફળ રહી છે અને તેની ઉજવણી કરવા યોજાયેલ પાર્ટીમાં અરબાઝ ખાને હાજરી આપી હતી.

આરિફ ઝકરિયા

આરિફ ઝકરિયા

સોનાક્ષી સિન્હા અને રણવીર સિંહ અભિનીત લુટેરા ફિલ્મની ટીકાકારો પણ પ્રશંસા કરી રહ્યાં છે. જોકે ફિલ્મે બૉક્સ ઑફિસે ધડાકાભેર શરુઆત તો નથી કરી, છતાં સરેરાશ બિઝનેસના આંકડાને પાર કરી લીધો છે.

દિવ્યા દત્તા

દિવ્યા દત્તા

લુટેરા ફિલ્મમાં લીડ રોલ સોનાક્ષી સિન્હા અને રણવીર સિંહે કર્યો છે.

રાહુલ બોસ

રાહુલ બોસ

લોકોના ફીડબૅક ઉપરથી લાગે છે કે વિક્રમાદિત્ય એક પીરિયડ રોમાંસ દર્શાવવામાં સફળ રહ્યાં છે

રાજકુમાર યાદવ

રાજકુમાર યાદવ

ફિલ્મના કેટલાંક ગીતો સારા છે. સંવાર લૂં... ગીત ઘણું લોકપ્રિય થઈ ચુક્યું છે, તો ઝિંદા હૂં... પણ સારૂં છે. અનકહી પ્રેમ કહાની... પણ શ્રવણીય છે. સરવાળે સંગીત અર્થપૂર્ણ છે.

રણવીર-એકતા

રણવીર-એકતા

લુટેરાની સક્સેસ પાર્ટીમાં મજાના મૂડમાં રણવીર સિંહ અને નિર્માતા એકતા કપૂર.

શાનદાર ઉજવણી

શાનદાર ઉજવણી

લુટેરાની સફળતાની શાનદાર ઉજવણી કરતાં રણવીર સિંહ, એકતા કપૂર અને સોનાક્ષી સિન્હા.

શાહિદ કપૂર

શાહિદ કપૂર

ફિલ્મ પચાસના દાયકાની વાર્તા કહે છે. તેથી ફિલ્મની અભિનેત્રી સાડી અને લાંબા વાળ ધરાતી દર્શાવાઈ છે, તો રણવીરનો દાઢી-મૂંછ ધરાવતો લુક પણ લોકોને ગમી રહ્યો છે.

ગર્વિત છે પિતા

ગર્વિત છે પિતા

સક્સેસ પાર્ટીમાં સોનાક્ષીના માતા-પિતા શત્રુઘ્ન સિન્હા તેમજ માતા પૂનમ સિન્હા પણ હાજર રહ્યા હતાં. શત્રુઘ્ન સિન્હા લુટેરામાં પુત્રી સોનાક્ષીના અભિનયના વખાણ કરતાં નહોતાં થાકતાં.

સોનાક્ષી પાસેથી ટિપ્સ લઇશ

સોનાક્ષી પાસેથી ટિપ્સ લઇશ

પાર્ટીમાં શત્રુઘ્ન સિન્હાએ જણાવ્યું કે તેઓ લુટેરામાં સોનાક્ષીના અભિનયથી એટલાં પ્રભાવિત છે કે તેઓ હવે અભિનય અંગે સોનાક્ષી પાસેથી ટિપ્સ પણ લઈ શકે છે.

સોનાક્ષી બેસ્ટ

સોનાક્ષી બેસ્ટ

ઉત્સાહિત પિતા શત્રુઘ્ને જણાવ્યું - ઈસ્ટ ઓર વેસ્ટ-સોનાક્ષી ઇઝ ધ બેસ્ટ.

ડાન્સ કરતાં સોના-રણવીર

ડાન્સ કરતાં સોના-રણવીર

સક્સેસની ખુશીમાં ડાન્સ કરતાં સોનાક્ષી-રણવીર.

સુધીર મિશ્રા

સુધીર મિશ્રા

એકતા કપૂરે મુંબઈના સ્ટુડિયોમાં પોતાના ફૅન્સ માટે આ ફિલ્મનું સ્ક્રીનિંગ યોજ્યું હતું કે તેમાં લુટેરા ફિલ્મની ટીમ ઉપરાંત બૉલીવુડના દિગ્ગજો પહોંચ્યા ફિલ્મ જોવા અને મન મૂકીને વખાણ કર્યાં.

તનીષા મુખર્જી

તનીષા મુખર્જી

સ્પેશિયલ સ્ક્રીનિંગ દરમિયાન પણ બૉલીવુડની અનેક હસ્તીઓએ લુટેરા ફિલ્મના વખાણ કર્યા હતાં.

વિક્રમાદિત્ય

વિક્રમાદિત્ય

સક્સેસ પાર્ટીમાં ઉપસ્થિત રહ્યા હતાં ફિલ્મના નિર્માતા-દિગ્દર્શક વિક્રમાદિત્ય મોટવાણે.

વિક્રાંત મૅસે

વિક્રાંત મૅસે

ફિલ્મનું પ્રમોશન જોરદાર રીતે કરાયું છે. એક પિરયડ લવ-સ્ટોરીને ખૂબ જ સુંદર રીતે દર્શાવવાની કોશિશ કરાઈ. ફિલ્મના સંવાદ, ગીતો, લુકે લોકોનું ધ્યાન ખેંચ્યું છે. ફિલ્મનું ટ્રેલર પણ પસંદ કરાઈ રહ્યું છે કે જેને જોઈ લાગે છે કે ફિલ્મ લુટેરા જોવા લોકો જરૂર જશે.

ઝાયેદ ખાન

ઝાયેદ ખાન

પાખીના રોલમાં સોનાક્ષીએ સાચે જ જાન નાંખી દીધો છે. એવું લાગ્યું જ નહિં કે સોનાક્ષી સિન્હા આજના છોકરી છે, પણ પાખીના રોલમાં સોના એટલા રુચી ગયાં કે એવું લાગ્યું કે સોનાક્ષી તે જ જમાનાના છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X