શહેનાઝ ગિલે આટલા દિવસો પછી રણવીર સિંહના ન્યૂડ ફોટા પર આપ્યુ મસ્ત રિએક્શન
અભિનેત્રી શહેનાઝ ગિલે અભિનેતા રણવીરના આ ન્યૂડ ફોટા પર મસ્ત પ્રતિક્રિયા આપી છે.
મુંબઈઃ બૉલિવુડ એક્ટર રણવીર સિંહના ન્યૂડ ફોટોએ થોડા દિવસો પહેલા ધૂમ મચાવી હતી. આ ફોટો માટે અભિનેતાને ભારે ટ્રોલ પણ કરવામાં આવ્યો હતો. હવે જ્યારે આ મામલો થાળે પડ્યો છે ત્યારે અભિનેત્રી શહેનાઝ ગિલે અભિનેતા રણવીરના આ ન્યૂડ ફોટા પર પ્રતિક્રિયા આપી છે. જાણો શહેનાઝ ગિલે રણવીર સિંહના ન્યૂડ ફોટા વિશે શું કહ્યુ.

ન્યૂડ ફોટો પર શહેનાઝે રણવીર માટે મેસેજ શેર કર્યો
તમને જણાવી દઈએ કે જુલાઈમાં પેપર મેગેઝિન માટે રણવીરના ન્યૂડ ફોટોશૂટ મામલેજ્યારે તે કાનૂની મુશ્કેલીમાં ફસાઈ ગયો હતો ત્યારે તેને એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીનો ઘણો સપોર્ટ મળ્યો હતો. હવે શહેનાઝ ગિલ એક નગ્ન ફોટોશૂટ પર રણવીર સિંહને સપોર્ટ કરનાર લેટેસ્ટ વ્યક્તિ છે. તેણે અભિનેતા માટે તેની ન્યૂડ તસવીરો વિશે એક મેસેજ શેર કર્યો છે.

તે રણવીર સિંહને શું કહેવા માંગશે
શહેનાઝ ગિલ શરમાતા શરમાતા રણવીરના ફોટોશૂટ પર તેની રસપ્રદ પ્રતિક્રિયા દર્શાવી. એક ઇન્ટરવ્યુમાં શહેનાઝને પૂછવામાં આવ્યુ કે જો તેને તક મળે તો તે રણવીર સિંહને શું કહેવા માંગશે અને તેણે તેના નગ્ન ફોટા વિશે વાત કરવાનુ નક્કી કર્યુ.

શહેનાઝે રણવીરના ફોટા વિશે આ કહ્યુ
શહેનાઝે રણવીરને કહ્યુ, 'મે ક્યારેય ઈન્સ્ટાગ્રામ પર તમારી કોઈ પોસ્ટ લાઈક કરી નથી પરંતુ તે મે લાઈક કરેલી પહેલી પોસ્ટ હતી.'

રણવીર પર લાગ્યો છે આ આરોપ
રણવીરની નગ્ન તસવીરો માટે નોંધાયેલી એફઆઈઆરના સંદર્ભમાં મુંબઈ પોલીસે તેનુ નિવેદન નોંધ્યુ હતુ. તેના પર 'અશ્લીલ સામગ્રી પ્રકાશિત કરવા', 'યુવા વ્યક્તિને અશ્લીલ વસ્તુઓ વેચવા' અને 'મહિલાની ગરિમાને ઠેસ પહોંચાડવાનો' આરોપ મૂકવામાં આવ્યો છે.

સલમાન ખાનની ફિલ્મથી કરશે ડેબ્યુ
તમને જણાવી દઈએ કે શહેનાઝ ગિલ ટૂંક સમયમાં સલમાન ખાનની ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી જાન'થી બૉલિવુડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. તેણે તાજેતરમાં 100% નામની તેની બીજી બૉલિવુડ ફિલ્મની જાહેરાત કરી હતી. જેમાં તે જૉન અબ્રાહમ, રિતેશ દેશમુખ અને નોરા ફતેહી સાથે કામ કરશે.












Click it and Unblock the Notifications
