શર્લિન ચોપડાએ બુર્જ ખલીફામાં ખરીદ્યો ફ્લેટ, શેર કર્યો બોલ્ડ ફોટો, જાણો કિંમત

એક વાર ફરીથી બોલિવુડની વિવાદિત અભિનેત્રી શર્લિન ચોપડા સમાચારોમાં છે કારણ આ વખતે તેનો કોઈ અશ્લીલ ફોટો કે નિવેદન નથી પરંતુ બુર્જ ખલીફા છે.

એક વાર ફરીથી બોલિવુડની વિવાદિત અભિનેત્રી શર્લિન ચોપડા સમાચારોમાં છે કારણ આ વખતે તેનો કોઈ અશ્લીલ ફોટો કે નિવેદન નથી પરંતુ બુર્જ ખલીફા છે. હવે તમે વિચારી રહ્યા હશો કેવી રીતે તો સાંભળો, શર્લિન ચોપડાએ દુબઈના બુર્જ ખલીફામાં પોતાના માટે એક ફ્લેટ લીધો છે.

શર્લિને લખ્યુ -ફીલિંગ સો ગ્રાઉન્ડેડ

શર્લિને લખ્યુ -ફીલિંગ સો ગ્રાઉન્ડેડ

આ અંગેની માહિતી ખુદ શર્લિને સોશિયલ મીડિયા પર શેર કરી છે. તેણે બુર્જ ખલીફાના પોતાના અપાર્ટમેન્ટનો એક બોલ્ડ ફોટો ક્લિક કરીને ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. ફોટો સાથે અભિનેત્રીએ લખ્યુ છે - ફીલિંગ સો ગ્રાઉન્ડેડ. દોસ્તના કહેવા પર શર્લિને ખરીદ્યો ફ્લેટ. આ ઉપરાંત ઈ ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં અભિનેત્રીએ કહ્યુ કે દુબઈમાં રહેતા તેના એક ખાસ દોસ્તે તેને આ માટે સૂચન કર્યુ કે દુબઈમાં રિયલ એસ્ટેટ ખૂબ લાભપ્રદ છે અને તેણે બુર્જ ખલીફામાં એક અપાર્ટમેન્ટ લઈ લેવુ જોઈએ માટે મે તેની સલાહ માની લીધી.

બુર્જ ખલીફામાં 2 બીએચકેની કિંમત 15 કરોડ

બુર્જ ખલીફામાં 2 બીએચકેની કિંમત 15 કરોડ

ઉલ્લેખનીય છે કે બુર્જ ખલીફામાં ઘણા મોંઘા ફ્લેટ મળે છે. ઈન્ટરનેટ પરથી મળતી માહિતી મુજબ એક ટુ બેડરૂમ ફ્લેટ ખરીદવા માટે લગભગ 15 કરોડ રૂપિયા જોઈએ. જો કે હજુ સુધી શર્લિન ચોપડાના ફ્લેટની કિંમતની કોઈ અધિકૃત માહિતી સામે આવી નથી.

બુર્જ ખલીફાની ખાસિયત

બુર્જ ખલીફાની ખાસિયત

ઉલ્લેખનીય છે કે દુબઈમાં સ્થિત બુર્જ ખલીફા દુનિયાની સૌથી ઉંચી બિલ્ડીંગ છે. બુર્જ ખલીફાની ઉંચાઈ 828 મીટર એટલે કે 2716.5 ફૂટ છે એટલે કે એફિલ ટાવરથી લગભગ ત્રણ ગણી વધુ છે. બુર્જ ખલીફાને બનાવવામાં લગભગ 1.5 બિલિયન ડૉલર ખર્ચ થયો. બુર્જ ખલીફામાં કુલ 163 માળ છે જેમાં 58 લિફ્ટ અને 2957 પાર્કિંગ સ્પેસ, 304 હોટલ અને 900 અપાર્ટમેન્ટ્સ છે. બુર્જ ખલીફાને પહેલા દુબઈ કહેવામાં આવતુ હતુ બાદમાં અહીંની રાષ્ટ્રપતિ ખલીફા બિન જાયેદ અલ નહહાનના સમ્માનમાં તેનુ નામ બુર્જ ખલીફા કરી દેવામાં આવ્યુ. બુર્જ ખલીફાનુ કામ વર્ષ 2004માં શરૂ થયુ અને તે 2010માં બનીને તૈયાર થયુ હતુ. બુર્જ ખલીફાને લગભગ 12,000 મજૂરોએ મળીને બનાવ્યુ. બુર્જ ખલીફામાં એક સમયે લગભગ 35000 લોકોને રહેવાની વ્યવસ્થા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X