શર્લિનની કામસૂત્ર 3ડીનો સેટ આગમાં બળી ખાખ
મુંબઈ, 21 ઑક્ટોબર : વિવાદાસ્પદ અભિનેત્રી શર્લિન ચોપરાની પ્રથમ એડલ્ટ ફિલ્મ કાસમૂત્ર 3ડી પોતાના હૉટ ટૉપિકના કારણે ઘણા વખતથી ચર્ચામાં છે. ફિલ્મના બોલ્ડ સબ્જેક્ટ તેમજ શર્લિન દ્વારા કરાતી બોલ્ડ પબ્લિસિટીના કારણે ચર્ચિત કામસૂત્ર 3ડીના સેટ ઉપરથી એક માઠા સમાચાર છે. કહે છે કે ફિલ્મનો એક સેટ નાવ ઉપર લગાવાયો હતો, પણ અચાનક આ સેટમાં આગ લાગી ગઈ કે જેમાં લાખોનું નુકસાન થઈ ગયું.

ફિલ્મ નિર્માતાએ નાવ માલિકને ડોઢ લાખ રુપિયા આપી દીધાં, પરંતુ અચાનક થયેલ આ અકસ્માતના પગલે ફિલ્મનું શૂટિંગ બાધિત થઈ ગયું છે. કામસૂત્ર 3ડી ફિલ્મમાં લીડ રોલ શર્લિન ચોપરા તથા મલ્ખાન સિંહ કરી રહ્યાં છે. ફિલ્મ દેસી અને વિદેશી બંને વર્ઝનમાં બની રહી છે. દેસી વર્ઝનમાં શર્લિનના સેમી ન્યુડ સીન છે, તો વિદેશીમાં તેઓ ફુલ ન્યુડ સીનમાં છે.












Click it and Unblock the Notifications
