કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા જશે શર્લિન ચોપરા
મુંબઈ, 25 એપ્રિલ : બૉલીવુડ અભિનેત્રી શર્લિન ચોપરા 66માં આંતરરાષ્ટ્રીય કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે પૂર્ણત્વે તૈયાર છે. ફેસ્ટિવલમાં શર્લિનની પ્રથમ બૉલીવુડ ફિલ્મ કામસૂત્ર 3ડીની ખાસ ઝલક રજૂ કરવામાં આવશે.

મળત માહિતી મુજબ શર્લિન ચોપરા કામસૂત્ર 3ડી ફિલ્મના દિગ્દર્શક રૂપેશ પૉલ તથા કાર્યકારી નિર્માતા કુમાર પટેલ સાથે ફિલ્મની ખાસ ઝલક લૉન્ચ કરશે. ફિલ્મની પ્રથમ ઝલક યુટ્યુબ ઉપર અનેક દર્શકો દ્વારા પસંદ કરાઈ રહી છે.
રૂપેશ પૉલે જણાવ્યું - ફિલ્મની આખી ટીમ 15મીથી 24મી મે દરમિયાન યોજાનાર કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં હાર રહેશે. ફેસ્ટિવલમાં બૉમ્બે ટૉકીઝ, મૉનસૂન શૂટઆઉટ તથા ડબ્બા જેવી ફિલ્મોમાં પણ રજૂ કરાશે.












Click it and Unblock the Notifications
