ફરહાન અખ્તરે ગર્લફ્રેન્ડ શિબાની પર લૂટાવ્યો પ્રેમ, વાયરલ થયો ફોટો
ક્રિસમસના પ્રસંગે શિબાની દાંડેકરે બૉયફ્રેન્ડ ફરહાન અખ્તર સાથે રોમન્ટીક ફોટો શેર કર્યો.
ક્રિસમસના પ્રસંગે શિબાની દાંડેકરે બૉયફ્રેન્ડ ફરહાન અખ્તર સાથે રોમન્ટીક ફોટો શેર કર્યો. સોશિયલ મીડિયા પર શિબાની અને ફરહાનનો આ ફોટો ફેન્સને એટ્રેક્ટ કરી રહ્યો છે. ક્રિસમસની શુભકામનાઓ આપીને શિબાનીએ ઑફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર આને શેર કર્યો. દર્શકોનો આ ફોટો ખૂબ ઈમ્પ્રેસ કરી રહ્યો છે. શિબાનીએ આ ફોટાને શેર કરીને ક્રિસમસની શુભકામનાઓ આપી. બંને સાથે વેકેશન પર જોવા મળી રહ્યા છે.
હાલમાં આ ફોટાને હજારો ફેન્સે લાઈક કરી છે. ફેન્સે આ ફોટાને રોમેન્ટીક ગણાવ્યો છે. વળી, અભિનેતા ઋતિક રોશને પણ શિબાનીના ફોટા પર રિએક્ટ કર્યુ. એક્ટરે આ જોડીને સુંદર ગણાવી. ઋતિક રોશનની કમેન્ટે સોશિયલ મીડિયા પર ફેન્સનુ ધ્યાન ખેંચ્યુ. આ ઉપરાંત અનુષા દાંડેકરે લખ્યુ છે, પરંતુ અમે એ ફોટામાં નથી. વળી, દીયા મિર્ઝાએ પણ ફોટા પર હાર્ટનુ ઈમોજી શેર કર્યુ.

અધુનાથી થયા અલગ
વર્ષ 2016માં ફરહાન અખ્તરે પત્ની અધુના સાથે ડિવોર્સ થયા હતા. બંનેના લગ્ન વર્ષ 2000માં થયા હતા. બંને લગભગ 16 વર્ષ બાદ અલગ થયા.

મતભેદ
જણાવવામાં આવે છે કે ફરહાન અખ્તર અને અધુનાએ પરસ્પર મતભેદ બાદ અલગ થવાનો નિર્ણય લીધો હતો. બંનેને બે દીકરીઓ છે. શાક્યા અને અકિરા.

જ્યારે ડિવોર્સ પર ફરહાને તોડ્યુ મૌન
પહેલી વાર એક ઈન્ટરવ્યુમાં ડિવોર્સ પર મૌન તોડીને ફરહાને કહ્યુ હતુ કે ડિવોર્સ લેવા બંને માટે સરળ નહોતુ. બાળકો સાથે આ ડિસ્કસ કરવુ વધુ મુશ્કેલ હતુ.












Click it and Unblock the Notifications
