Shikhar Pahariya : કોણ છે જ્હાન્વી કપૂરનો કથિત બોયફ્રેન્ડ શિખર પહાડિયા? પુર્વ સીએમ સાથે છે કનેક્શન
Shikhar Pahariya : અભિનેત્રી જ્હાન્વી કપૂર છેલ્લા કેટલાક સમયથી તેના કથિત બોયફ્રેન્ડ શિખર પહાડિયા સાથે જોવા મળી રહી છે. હવે લોકો શિખર પહાડિયા વિશે સર્ચ કરી રહ્યાં છે.
જ્હાન્વી કપૂર અને શિખર પડછાયાની જેમ એકબીજા સાથે રહે છે, ક્યારેક રેસ્ટોરન્ટની બહાર તો ક્યારેક કોઈ પ્રસંગ કે લગ્નમાં જોવા મળે છે.

જ્હાન્વી કપૂર અને શિખર પહાડિયા હાલમાં જ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નના તમામ ફંક્શનમાં સાથે જોવા મળ્યા હતા. આ બંનેએ એકસાથે પોઝ આપ્યો છે એટલું જ નહીં, જ્હાન્વી પણ ઘણીવાર શિખુ નામનું પેન્ડન્ટ પહેરેલી જોવા મળી હતી.
જ્હાન્વી કપૂર સાથે હંમેશા જોવા મળતો શિખર પહાડિયા રાજકીય પરિવાર સાથે સંબંધ ધરાવે છે. શિખરના દાદા મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી હતા, જેનું નામ સુશીલ કુમાર શિંદે છે. શિંદેને ત્રણ દીકરીઓ છે અને શિખર સ્મૃતિ શિંદેનો દીકરો છે.
શિખર અને જ્હાન્વીની મિત્રતા ઘણી જૂની છે. બંનેએ હાઈસ્કૂલ સુધી સાથે અભ્યાસ કર્યો છે. ત્યારથી બંને એકબીજાના સારા મિત્રો છે. આ કારણથી આ બંને વચ્ચેની કેમેસ્ટ્રી ફોટોમાં દેખાય છે.
શિખર પહાડિયા ભલે રાજકીય પરિવારમાંથી આવે પરંતુ તે રાજકારણ સાથે જોડાયેલો નથી. 28 વર્ષનો શિખર એક યુવા બિઝનેસમેન છે અને પ્રોફેશનલ પોલો પ્લેયર છે. જયપુર પોલો ટીમ સાથે ભારતનું પ્રતિનિધિત્વ પણ કર્યું છે. આ સિવાય તે એક પ્રશિક્ષિત ઘોડેસવાર પણ છે.
શિખરને કારનો શોખ છે. તેની પાસે લેમ્બોર્ગિની એવેન્ટાડોર જેવી શાનદાર કાર છે. નેટવર્થની વાત કરીએ તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર શિખર પહાડિયા લગભગ 10 મિલિયન ડોલર એટલે કે 84 કરોડની કુલ સંપત્તિના માલિક છે.
શિખર પહાડિયા નાનપણથી જ બિઝનેસમેન બનવા માંગતો હતો. જેની શરૂઆત તેણે માત્ર 13 વર્ષની ઉંમરે કરી હતી. તેણે પાલતુ પશુ માલિકો પર ધ્યાન કેન્દ્રિત કરતી કન્સલ્ટન્સી ફર્મની સ્થાપના કરી છે.
આ સિવાય તેણે પોતે ઈન્ડિયન વિન નામની સ્ટાર્ટઅપ કંપની શરૂ કરી છે જે મનોરંજન, ગેમિંગ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર આધારિત એપ્લિકેશન્સ ડેવલપ કરે છે.












Click it and Unblock the Notifications
