શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા લાઈફ પાર્ટનર પહેલા બિઝનેસ પાર્ટનર હતા, જાણો તેમની લવ સ્ટોરી

તમારામાંથી ઘણા ઓછા લોકો જાણતા હશે કે લાઈફ પાર્ટનર પહેલા શિલ્પા-રાજ બિઝનેસ પાર્ટનર હતા. વાંચો તેમની લવ સ્ટોરી.

મુંબઈઃ બૉલિવુડની ધડકન ગર્લ શિલ્પા શેટ્ટીના પતિ અને દેશના જાણતા બિઝનેસમેન રાજ કુંદ્રાને ક્રાઈમ બ્રાંચની ટીમે ધરપકડ કરી છે. તેમના પર અશ્લીલ ફિલ્મ બનાવવા અને એપ દ્વારા લોકોને બતાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે શિલ્પા અને રાજને બૉલિવુડના હૉટ કપલ ગણવામાં આવે છે. બંનેની પ્રેમ કહાની એક બિઝનેસ ઈવેન્ટ દરમિયાન શરૂ થઈ હતી. તમારામાંથી ઘણા ઓછા લોકો જાણતા હશે કે લાઈફ પાર્ટનર પહેલા શિલ્પા-રાજ બિઝનેસ પાર્ટનર હતા.

લંડનમાં થયા હતા શિલ્પા-રાજની પહેલી મુલાકાત

લંડનમાં થયા હતા શિલ્પા-રાજની પહેલી મુલાકાત

શિલ્પા-રાજની પહેલી મુલાકાત વર્ષ 2007માં લંડનમાં થઈ હતી. એ વખતે શિલ્પા રિયાલિટી શો બિગ બ્રધર(2007) જીત્યા બાદ ઘણી લોકપ્રિય થઈ ગઈ હતી. વળી, રાજ પણ બિઝનેસની દુનિયામાં ત્યાં ઘણા ફેમસ હતા. પછી તે એક પ્રોડક્ટના પ્રોમો માટે એક ઈવેન્ટમાં મળ્યા હતા અને તે બાદ બંનેએ એક બિઝનેસ ડીલ કરી હતી અને બિઝનેસ પાર્ટનર બની ગયા હતા. પછી ધીમે-ધીમે બંનેમાં દોસ્તી થઈ ગઈ અને આ દોસ્તી ક્યારે પ્રેમમાં બદલાઈ ગઈ, બંનેને ખબર જ ના પડી. વર્ષ 2009માં લગ્ન કર્યા બાદ બંનેનુ લગ્નજીવન ખૂબ સારુ ચાલી રહ્યુ છે. બંને ઘણી વાર પોતાના સ્પેશિય બૉન્ડિંગના ફોટા શેર કરતા રહે છે.

લગ્ન પછી શિલ્પાએ ફિલ્મોમાંથી લીધો બ્રેક

લગ્ન પછી શિલ્પાએ ફિલ્મોમાંથી લીધો બ્રેક

લગ્ન પછી શિલ્પાએ ફિલ્મોમાંથી બ્રેક લીધો હતો અને પરિવાર સાથે સમય પસાર કરી રહી છે. જો કે તે ઘણા બધા રિયાલીટી શોમાં જજ તરીકે સામે આવી ચૂકી છે. તે બે બાળકોની મા છે. તેનો મોટો દીકરો વિવાન 8 વર્ષનો છે. જ્યારે તે બીજી વાર સરોગસી દ્વારા એક દીકરીની મા બની છે.

રાજ કુંદ્રાની બીજી પત્ની છે શિલ્પા શેટ્ટી

રાજ કુંદ્રાની બીજી પત્ની છે શિલ્પા શેટ્ટી

જો કે તમને જણાવી દઈએ કે રાજ કુંદ્રાના પહેલા લગ્ન વર્ષ 2003માં કવિતા કુંદ્રા સાથે થયા હતા પરંતુ વર્ષ 2006માં તેમના ડિવોર્સ થઈ ગયા. હાલમાં જ કવિતાએ આરોપ લગાવ્યો હતો કે શિલ્પા શેટ્ટીના કારણે તેમના લગ્ન તૂટ્યા હતા. વળી, રાજે કહ્યુ હતુ કે કવિતાનુ તેની બહેનના પતિ સાથે અફેર ચાલી રહ્યુ હતુ માટે તેમનો સંબંધ તૂટ્યો. શિલ્પાને આની સાથે કોઈ લેવા-દેવા નથી.

શિલ્પાએ શેર કર્યુ હતુ પેજ

શિલ્પાએ શેર કર્યુ હતુ પેજ

રાજ કુંદ્રાના નિવેદન બાદ શિલ્પાએ મીડિયામાં તો ખુલીને કંઈ નહોતુ કહ્યુ પરંતુ તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક સ્ટોરી શેર કરી હતી. જેના પર લખ્યુ છે, 'જ્યારે એક સારા વ્યક્તિને ઘા વાગે છે ત્યારે તેની સાથે જોડાયેલા લોકોને પણ આ દર્દનો અહેસાસ થાય છે.' તમને જણાવી દઈએ કે શિલ્પા માટે રાજે બુર્જ ખલીફામાં એક અપાર્ટમેન્ટ અને યુકેમાં 'રાજ મહેલ' નામનો 7 બેડરૂમવાળુ એક આલીશાન વિલા ખરીદ્યો હતો જેના કારણે પણ આ કપલ ઘણુ ચર્ચામાં રહ્યુ હતુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X