જિયાના મોતના આઘાતમાં બાળકે કર્યો આપઘાત
જયપુર, 6 જૂન : બૉલીવુડના સેક્સી અને હૉટ અભિનેત્રી 25 વર્ષીય જિયા ખાને આપઘાત કરી સમગ્ર બૉલીવુડને હચમચાવી દીધું છે. બૉલીવુડ તો આનાથી હેરાન છે જ, તો બીજી બાજુ રાજસ્થાનમાંથી એક માઠા સમાચાર આવે છે. કહે છે કે શ્રીગંગનાગર જિલ્લામાં એક 12 વર્ષીય બાળકે જિયાના મોતના આઘાતમાં આપઘાત કરી લીધો.

માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તેણે બાળકનું શબ કબ્જે લઈ પોસ્ટમાર્ટમ માટે મોકલી આપ્યું છે. તપાસમાં માહિતી મળી છે કે જિયા ખાનના મોતના સમાચાર બાદ આ બાળક આઘાતમાં હતું. પોલીસે જણાવ્યું કે શ્રીગંગાનગર જિલ્લાની ગુરુનાનક વસાહતમાં રહેતા અને 5મા ધોરણમાં ભણતા બાબુએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો.
પરિવારના લોકોએ પોલીસને જણાવ્યું કે બાબુ બૉલીવુડ અભિનેત્રી જિયા ખાન અને તેમની આત્મહત્યા અંગે સમાચાર સતત ટેલીવિઝન ઉપર જોઈ રહ્યો હતો. તે આ સમાચારથી ખૂબ જ દુઃખી અને આશ્ચર્યચકિત હતો. બાબુએ જ્યારે ગળેફાંસો ખાધો, ત્યારે ઘરમાં કોઈ નહોતું. પોલીસે શબ પોસ્ટમાર્ટમ માટે મોકલી આપ્યું. પોસ્ટમાર્ટમ બાદ બાળકનું શબ પરિવારને સોંપી દેવાયું છે.












Click it and Unblock the Notifications
