સલમાન કહ્યું "I am not Loyal" સલમાને પોતે જાહેર કર્યા અનેક રાઝ
સલમાન ખાન હાલમાં જ બોમ્બે ટાઇમ્સને આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેના જીવન અનેક પાસાં રજૂ કર્યા. જેમાં તેણે જાહેર કર્યું કે તે એક વફાદાર સાથી નથી. નોંધનીય છે કે હાલમાં સલમાન ખાનની ફિલ્મ પ્રેમ રતન ધન પાયો રિલિઝ થવાની કદાર પર છે. ત્યારે તેણે પોતાના જીવન વિષે અને સૂરજ બડજાત્યા વિષે કેટલીક રસપ્રદ વાતો જણાવી.
સલમાન ખાને કહ્યું કે સૂરજ બડજાત્યા તેમની પત્નીને 100 ટકા વફાદાર રહે છે. જો કે મારા ના લગ્ન થયા છે ના મારે પત્ની છે તેમ છતાં હું તેટલો વફાદાર નથી. સૂરજ ખૂબ જ રોમાન્ટિક છે. કોઇ એક વ્યક્તિના પ્રેમમાં પડવું અને આખું જીવન તેની સાથે નીકાળવું તેવું મેં સાંભળ્યું તું પણ તેને રિયલ લાઇફમાં જોયું ખાલી સૂરજના જીવનમાં છે.
સલમાન ખાન આ સાથે તે પણ રાજ જાહેર કર્યો કે કેમ તે સૂરજ બડજાત્યાને સુરજ બાબુ કહીને બોલાવે છે અને કેમ સલમાન ખાન માટે સૂરજ બડજાત્યાની લવ સ્ટોરી છે સૌથી સુંદર અને સાચી લવસ્ટોરી. ત્યારે સલમાન ખાન વિષે આવી જ કેટલીક રસપ્રદ અને રોચક વાતો જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

સલમાન ખાનને નથી ગમતા કેન્ડલ લાઇડ ડિનર
સલમાને કહ્યું કે તેમને બહાર જઇને ખાવાનું ખાવું નથી ગમતું તેમણે કહ્યું કે ખાતી વખતે મને કોઇ જુએ તે મને નથી ગમતું. હું ખાતો હોવ અને અનેક લોકો મારા ફોટો પાડે તે મને નથી ગમતું. વળી કેન્ડલ લાઇટ ડિનર પણ મને નથી ગમતું કારણ કે હું મારા ખોરાકને કેન્ડલ લાઇટમાં જોઇ નથી શકતો.

સલમાનના મતે કેન્ડલ લાઇટ એટલે ઝગડો
સલમાન ખાને કે તે આજ દિવસ સુધી ખાલી બે વાર જ કેન્ડલ લાઇટ પર કોઇની સાથે ગયા છે. અને બન્ને વાર તેમનો ઝગડો થઇ ગયો છે. કારણ કે કેન્ડલ લાઇટ વખતે લગ્ન જેવી વાતો અચૂકથી બહાર આવે છે જે સલમાનને નથી ગમતી.

સલમાનને નથી પસંદ શો ઓફ
સલમાન કહ્યું કે તે પબ્લિકમાં તેમની ગર્લફ્રેન્ડનો હાથ નથી પકડી શકતા. તેમના મત મુજબ આમ કરવું શો ઓફ કરવા સમાન છે. અને મને નથી લાગતું કે મારે તેવું કરવું જોઇએ.

પિતા જેવો જ પુત્ર
તેણે કહ્યું કે મેં મારા પિતાને કદી મારી મમ્મીનો હાથ પકડેલા નથી જોયા. પણ હા હાલ તે મારી મમ્મીનો હાથ પકડેલા જોવા મળે છે કારણ કે મારી મમ્મીને ચાલતી વખતે સપોર્ટની જરૂર પડે છે માટે. મારા મત મુજબ તમે તમારા મા-બાપની આગળ જે ના કરી શકતા હોવ તે તમારે દુનિયા સામે પણ ના કરવું જોઇએ.

સૂરજ બાબુ
સલમાને કહ્યું કે તે સૂરજ બડજાત્યાને સૂરજ બાબુ કહીને બોલાવે છે.કારણ કે હું સૂરજને મેને પ્યાર કિયા હૈથી જાણું છું. અને તે ત્યારે ખાલી 19 વર્ષનો જ હતો અને મેં જોયું તું કે તેની ઉંમરના લીધે કેટલાક લોકો તેને હલકામાં લેતા હતા. જે મને પસંદ નહતું. આજ કારણ મેં તેને સૂરજ બાબુ કહેવાનું શરૂ કર્યું.

સલમાને કહ્યું સોનમ, માધુરી કરતાય સારી છે!
સલમાન ખાને કહ્યું કે સોનમ કપૂર એક ટેલેન્ટેડ અભિનેત્રી છે. એટલું જ નહીં સલમાને તો સોનમની માધુરી સાથે સરખામણી પણ કરી લીધી. તેણે કહ્યું કે માધુરી હમ આપ કે હૈ કોનમાં જે કામ કર્યું છે તે અને સોનમનું કામ જોશો તો તમને થશે કે સોનમ માધુરી કરતાય સારું કામ કર્યું છે.

સલમાને ફેરવી તોળ્યું
જો કે તે બાદ ફરી સલમાન ખાનને આ અંગે પૂછવામાં આવ્યું કે શું ખરેખરમાં સોનમે માધુરી કરતા સારું કામ કર્યું છે તો તેણે કહ્યું કે હું તો આ બધુ ખાલી ફિલ્મના પ્રમોશન માટે કહી રહ્યો છું. મને ખબર છે કે માધુરી વાત સમજશે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
