Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

પૂજાના ‘પાપ’નો અંત : જુઓ આ વર્ષે કેટલા થયાં Break-ups!

મુંબઈ, 9 ડિસેમ્બર : બૉલીવુડ એટલે માત્ર ફિલ્મોનો સંસાર જ નહીં, પણ અનેક પ્રકારની બિનફિલ્મી બાબતો, સમાચારો, ગૉશિપ અને વિવાદોનો પણ ખજાનો ગણાય છે. આ એક એવું જગત છે કે જ્યાં ફિલ્મો સિવાય પણ દરરોજ કંઇકને કંઇક બનતું હોય છે.

તાજેતરમાં જ લેટેસ્ટ સમાચાર આવ્યા છે પૂજા ભટ્ટ અંગે. હા જી, એ જ પૂજા ભટ્ટ કે જે દિલ હૈ કિ માનતા નહીં જેવી સુપર હિટ ફિલ્મની હીરોઇન હતી, તે પૂજા ભટ્ટ ભલે ફિલ્મી સ્ક્રીનથી દૂર હોય, પણ તેમનું નામ ફરી એક વાર ચર્ચામાં આવી ગયું છે.

ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક મહેશ ભટ્ટના પુત્રી પૂજા ભટ્ટનું 11 વર્ષ બાદ અંતે બ્રેક-અપ થઈ ગયું છે. પૂજા અને તેમના પતિ મનીષ માખીજા 11 વર્ષ સુધી પરિણીત જીવન વિતાવ્યા બાદ એક-બીજાથી જુદા થઈ ગયા છે. આ માહિતી પૂજા ભટ્ટે પોતે ટ્વીટ કરીને આપી છે.

પૂજાએ ટ્વીટ કર્યું - જે અમારી દરકાર લે છે અને નથી લેતા, તેમને જણાવવા માંગુ છું કે મારા પતિ મુન્ના અને મેં 11 વર્ષ બાદ જુદા થવાનો નિર્ણય કર્યો છે. અમારૂ જુદુ થવું સૌહાર્દપૂર્ણ કહી શકો છો અને અમે એક-બીજાનું ખૂબ સન્માન કરીએ છીએ અને કરતાં રહીશું.

એટલુ જ નહીં, પૂજાએ ટ્વિટર પર માહિતી આપવા અંગેનું કારણ પણ જણાવ્યું. પૂજાએ લખ્યું - અમે બંને પબ્લિક ડોમેન છીએ. અમારા મિત્રો, શુભેચ્છુકો તથા શત્રુઓ અટકળો કરી શકે છે.

નોંધનીય છે કે દિગ્દર્શક મહેશ બટ્ટની દીકરી પૂજા ભટ્ટ અને મનીષ માખીજાએ 2003માં ગોવા ખાતે લગ્ન કર્યા હતાં. ફિલ્મ પાપના શૂટિંગ દરમિયાન બંને નજીક આવ્યા હતાં. મનીષ વ્યવસાયે વીજે છે અને મુંબઈમાં એક રેસ્ટોરન્ટના માલિક છે. તેઓ ચૅનલ વીના શો ધ ઉધમ સિંહ દ્વારા જાણીતા બન્યા હતાં.

ચાલો હાલ તો આપને બતાવીએ 2014ના 10 બૉલીવુડ બ્રેક-અપ્સ :

પૂજા-મનીષ

પૂજા-મનીષ

મહેશ ભટ્ટના મોટા દીકરી પૂજાએ 11 વર્ષ બાદ મનીષ માખીજાથી અલગ થવાનો નિર્ણય કર્યો છે. તેમણે આ બાબતની જાહેરાત ટ્વિટર ઉપર કરી હતી.

હૃતિક-સુઝાન

હૃતિક-સુઝાન

હૃતિક રોશન અને સુઝાને ગત વર્ષે ડિસેમ્બરમાં જુદા થવાની જાહેરાત કરી હતી અને થોડાક માસ અગાઉ જ બંનેએ છુટાછેડા લીધાં.

પરિણીતી-મનીષ

પરિણીતી-મનીષ

એવી અટકળો હતી કે પરિણીતી ચોપરા મનીષ શર્મા સાથે ડેટિંગ કરતા હતાં, પરંતુ લેટેસ્ટ અપડેટ મુજબ બંને સેપરેટ થઈ ચુક્યા છે.

બિપાશા-હરમન

બિપાશા-હરમન

જ્હૉન અબ્રાહમ સાથે બ્રેક-અપ બાદ બિપાશાએ હરમન બાવેજા સાથે ડેટિંગ શરૂ કર્યુ હતું, પરંતુ કહે છે બિપાશા-હરમનના રસ્તા પણ હવે જુદા થઈ ગયા છે.

કલ્કી-અનુરાગ

કલ્કી-અનુરાગ

કલ્કી કોચલીન અને અનુરાગ કશ્યપે એમ તો 2013માં જ જુદા રહેવાનો નિર્ણય કરી લીધો હતો, પરંતુ 2014માં બંનેએ ફરીથી એક સાથે આવવાનો પ્રયત્ન કર્યો. જોકે 2014 જ એ વર્ષ સાબિત થયું કે જેમાં બંનેએ અધિકૃત રીતે જુદા થવાની જાહેરાત કરી.

નરગિસ-ઉદય

નરગિસ-ઉદય

તે તમામ લોકો કે જેઓ નરગિસ ફખરીના ઉદય ચોપરા સાથેના ડેટિંગથી શૉક્ડ હતાં, તેઓ માટે 2014એ સાબિત કરી દીધું કે તેમનું શૉક થવું વાજબી હતું. બંનેની જોડી સાચે જ તુટી ગઈ.

કરિશ્મા-સંજય

કરિશ્મા-સંજય

કરિશ્મા કપૂરે બિઝનેસમૅન સંજય કપૂર સાથે લગ્ન કર્યાં. બંનેએ આ જ વર્ષે કાયદેસર છુટાછેડા લીધાં.

પ્રિયદર્શન-લિસ્સી

પ્રિયદર્શન-લિસ્સી

જાણીતા ફિલ્મમેકર પ્રિયદર્શનનું લિસ્સી સાથેનું લગ્ન જીવન 24 વર્ષ બાદ તુટી ગયું. બંનેએ સોમવારે જ છુટાછેડા માટેની અરજી દાખલ કરી.

લિએંડર-રિહા

લિએંડર-રિહા

લિએંડર પેસ અને તેમના લિવ-ઇન પાર્ટનર રિહા પિલ્લૈના રસ્તા પણ જુદા થઈ ગયાં છે. બંનેને એક દીકરી છે.

આલિયા-અર્જુન

આલિયા-અર્જુન

લોકો કહે છે કે આલિયા ભટ્ટ અને વરુણ ધવન વચ્ચેના બ્રેક-અપનું કારણ આલિયા-અર્જુન કપૂરની રિલેશનશિપ હતી, પરંતુ અફવાઓ મુજબ તો આલિયા-અર્જુન વચ્ચે પણ બ્રેક-અપ થઈ ચુક્યું છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X